રાજ્ય સરકાર દ્વારા 10 ઓગષ્ટે વિશ્વ સિંહ દિવસની કરાશે ઉજવણી, તમે આ રીતે જોડાઈ શકો છો

એશિયાઇ સિંહ માત્ર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું અમુલ્ય યોગદાન રહેલું છે

રાજ્ય સરકાર દ્વારા 10 ઓગષ્ટે વિશ્વ સિંહ દિવસની કરાશે ઉજવણી, તમે આ રીતે જોડાઈ શકો છો

ભાવીન ત્રીવેદી, જૂનાગઢ: 10 ઓગષ્ટ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. વન વિભાગે વિશ્વ સિંહ દિવસની તૈયારી શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેટકોમ મારફત સિંહ સરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરશે. 10 ઓગષ્ટના સાસણ ગીરમાં વેહલી સવારે સિંહના મોહરા પેહરી રેલીના આયોજન સાથે સાસણના જીપ્સી સંચાલકો અને ગ્રામજનો અને વન અધિકારી જોડાશે.

એશિયાઇ સિંહ માત્ર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું અમુલ્ય યોગદાન રહેલું છે. રાજ્ય સરકારના, ગુજરાત વન વિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના પરિણામે સિંહોની વસ્તીમાં ખૂબ જ મોટો વધારો થયો છે.

આજે સૌરાષ્ટ્રના એશિયાટીક લાયન લેન્ડ વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે. લોકોમાં સિંહ પ્રત્યેની જાગૃતિ નિર્માણ થાય અને સંરક્ષણ અને સંવર્ધનમાં વધુમાં વધુ મદદરૂપ થાય તે હેતુથી ગુજરાત અને સૌરાષ્ટ્રની હજારો શાળા કૉલેજ દ્વારા રેલી અને સિંહ સંરક્ષણ અને સંવર્ધન મુદે લોકોમાં વધું જાગૃતા આવે તેવા સંદેશ સાથે જોડાશે.

2019 માં 11.37 લાખ લોકો જોડાયા હતા. જેમા NGO, પ્રકૃતિ પ્રેમીઓ, સિંહ પ્રેમી અને ગ્રામજનો જોડાયા હતા. બૃહદ ગીરના 30 હજાર ચોરસ કિલોમીટરમાં મુકત મને વિહરતા સિંહો જોવા મળે છે. 10 ઓગષ્ટના વિશ્વ સિંહ દિવસે ડિજીટલ અને વર્ચ્યુલ રીતે જોડાય તેના માટે 70 લાખ લોકોને SMS અને 17 લાખ લોકોને ઈ-મેઈલ મોકલવામાં આવશે.

વિશ્વ સિંહ દિવસે હેઝ ટેગ #worldlionday2022 કરીને સિંહના ટૂંકા વીડિયો, સિંહના ફોટોગ્રાફસ અને સોશિયલ મીડિયામાં શેર કરીને ઉજવણીમાં ભાગ લઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news