ડમીકાંડમાં યુવરાજ સિંહને મળ્યા જામીન, આ શરતોનું કરવું પડશે પાલન

ડમીકાંડ અને તોડકાંડ મામલે જેલમાં બંધ યુવરાજસિંહ જાડેજાને આખરે જામીન મળી ગયા છે. હવે જેલમાં આશરે ત્રણ મહિના જેટલો સમય પસાર કર્યા બાદ યુવરાજસિંહ બહાર આવશે. 

ડમીકાંડમાં યુવરાજ સિંહને મળ્યા જામીન, આ શરતોનું કરવું પડશે પાલન

નવનીત દલવાડી, ભાવનગરઃ રાજ્યના ચકચારી ડમીકાંડ કેસમાં યુવરાજસિંહને જામીન મળ્યા છે. ભાવનગર જિલ્લા કોર્ટે યુવરાજસિંહના જામીન મંજૂર કર્યાં છે. ડમીકાંડમાં યુવરાજ સિંહ પર પૈસા પડાવવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં 21 જુલાઈએ યુવરાજ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. એટલે કે કોર્ટમાંથી જામીન મળ્યા બાદ હવે યુવરાજ સિંહ જેલમાંથી બહાર આવશે. 

યુવરાજ સિંહને મળ્યા જામીન
ભાવનગર ડમીકાંડ સર્જાયા બાદ તોડકાંડ સામે આવ્યો હતો. જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ડમીકાંડ ઉજાગર કરવામાં આવ્યો હતો. અને જે બાદ યુવરાજસિંહ જાડેજા એ ડમીકાંડના આરોપીઓ પાસે નામ ઉજાગર નહિ કરવા પૈસા લીધા હોવાનો વિડિયો વાયરલ થયો હતો. જેમાં તપાસ બાદ તોડકાંડ સામે આવતા પોલીસે 22 એપ્રિલ 23ના રોજ યુવરાજસિંહ જાડેજાને ઝડપી લીધો હતો અને ત્યાર બાદ 2જી મે 23 સુધીના રિમાન્ડ મંજૂર કરાયા હતા. જેમાં યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકોને ઝડપી લઇ લોકઅપ હવાલે કરી દીધા હતા. તેમજ 2જી મે 23 પછી વધુ રિમાન્ડ મંજૂર નહિ થતા યુવરાજસિંહ જાડેજાને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ યુવરાજસિંહ જાડેજા ને જામીન મળે એ માટે તેઓના વકીલ જે.એમ.લક્કડ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં મુદ્દત પડ્યા બાદ આજે 24 જુલાઈ 23 ના રોજ અગાઉના અનેક ચુકાદાઓને ટાંકી અરજી કરવામાં આવતા કોર્ટ દ્વારા યુવરાજસિંહ જાડેજાના રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પરંતુ સાથે સાથે પાસપોર્ટ જમાં કરાવવા અને પોલીસ ને જાણ કર્યા વગર ગુજરાત નહિ છોડવા પણ આદેશ કર્યો છે. આમ 10 દિવસ પોલીસ કસ્ટડી અને 82 દિવસ જેલ વાસ વિતાવ્યા બાદ યુવરાજસિંહ જાડેજાને તોડ કાંડ મામલે રેગ્યુલર જામીન મળી જતાં આજે જેલ બહાર આવશે. ત્યારે જેલ બહાર આવ્યા બાદ યુવરાજસિંહ જાડેજા કેવા ખુલાસા કરે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news