ઝિંદાલ ગ્રુપ પોર્ટ ક્ષેત્રે કરશે ગુજરાતમાં રોકાણ,મુખ્યમંત્રી સાથેમુલાકાત બાદ નિર્ણય

ઝિંદાલ ગ્રુપ પોર્ટ ક્ષેત્રે કરશે ગુજરાતમાં રોકાણ,મુખ્યમંત્રી સાથેમુલાકાત બાદ નિર્ણય

* ગુજરાતમાં પોર્ટ સેક્ટરમાં રોકાણો માટે ઉત્સુકતા દર્શાવી હતી

અમદાવાદ : ઝિંદાલ ગ્રૂપ જે.એસ.ડબલ્યૂના ચેરમેન સાજન ઝિંદાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મુલાકાત લીધી હતી. તેમણે આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી સાથે ગુજરાતમાં ખાસ કરીને પોર્ટ સેક્ટર તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રમાં રોકાણો માટેની ઉત્સુક્તા દર્શાવી હતી.

ઝિંદાલ ગ્રૂપ સ્ટીલ, પોર્ટ્સ, સિમેન્ટ માઇનીંગ, એનર્જી અને પેઇન્ટ્સ જેવા બહુવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ તેમજ નવી ઉદ્યોગનીતિના માધ્યમથી રોકાણકારો-ઉદ્યોગકારોને આકર્ષિત કરવાની જે સફળતા મેળવી છે તેનાથી પ્રભાવિત થઇને ઝિંદાલ ગ્રૂપ ગુજરાતમાં રોકાણો કરવા માટે ઉત્સુક છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ મુલાકાતમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસ નાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, ઝિંદાલ ગ્રૂપના સીઇઓ અરૂણ મહેશ્વરી તેમજ બિઝનેસ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ હેડ  દેવકીનંદન પણ જોડાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news