અંબાજી બન્યું ગંદકીનું હબ! રોગચાળો ફાટે તેવી સ્થિતિ, આ હોસ્પિટલમાં આવે છે રોજના હજાર દર્દીઓ!

હાલ તબક્કે જે રીતનો વરસાદ પડ્યો હતો તેને લઇ અનેક જગ્યાઓએ ગંદા પાણીના ખાબોચિયા જોવા મળી રહ્યા છે. આ પાણીના ખાબોચિયામાં મચ્છરોનો ઉપદ્રવ સ્પષ્ટ પણે જોઈ શકાય છે. જે મચ્છરો અનેક રોગોને નિમંત્રિત કરી શકે છે. 

અંબાજી બન્યું ગંદકીનું હબ! રોગચાળો ફાટે તેવી સ્થિતિ, આ હોસ્પિટલમાં આવે છે રોજના હજાર દર્દીઓ!

ઝી બ્યુરો/બનાસકાંઠા: હાલના તબક્કે જે રીતે ચાંદીપુરા નામના વાયરસે પ્રજામાં પગ પેસારો કર્યો છે જેને લઇ બાળકોના મોત પણ નીપજી રહ્યા છે. યાત્રાધામ અંબાજી પંથકમાં થોડાક જ વરસાદ બાદ ઠેક ઠેકાણે દુર્ગંધ મારતી ગંદકીનો ખડકલો જોવા મળી રહ્યો છે. રાહદારીઓ પણ આવી ગંદકીમાંથી પસાર થવા મજબુર બન્યા છે. પરિણામે કોઈને કોઈ રોગચાળાનો ભોગ પણ બનતા હોય છે. હાલ તબક્કે જે રીતનો વરસાદ પડ્યો હતો તેને લઇ અનેક જગ્યાઓએ ગંદા પાણીના ખાબોચિયા જોવા મળી રહ્યા છે. આ પાણીના ખાબોચિયામાં મચ્છરોનો ઉપદ્રવ સ્પષ્ટ પણે જોઈ શકાય છે. જે મચ્છરો અનેક રોગોને નિમંત્રિત કરી શકે છે. 

અંબાજીમાં વરસાદ બાદ જે રીતે અનેક સ્થળોએ ગંદકીના ઢગ જોવા મળે છે તેની સામે દવા છાટવાની કે પછી ગંદકી ઉપાડવાની કામગીરીમાં શૂન્યવકાશ જોવા મળી રહ્યો છે. જો આજ રીતે પરિસ્થિતિ રહેશે તો જે રીતે ગુજરાતમાં ચાંદીપુરા રોગે પગ પેસારો કર્યો છે તેવા અન્ય રોગચાળો પણ ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. અંબાજી તેમજ આસપાસની ગંદકી દૂર કરવા અંબાજી વિકાસ સતા મંડળને યાત્રાધામ વિકાસ બોર્ડ વર્ષે નવ કરોડ જેટલી માતબર રકમની ચુકવણી કરાતા હોવાનું ભારે ચર્ચાસ્પદ બન્યું છે. જે એક તરફ નવ કરોડ જેવી માતબર રકમને બીજી તરફ ઉડીને આંખે વળગે તેવી બે સુમાર ગંદકી જોતા નવકરોડનું સ્થાન ક્યાં હશે તે મોટો પ્રશ્ન છે. 

એટલું જ નહિ જે રીતે અંબાજીમાં ગંદકીની ભરમાળ જોવા મળી રહી છે. તેજ રીતે વિવિધ રોગોને લઇ દર્દીઓની ભારે ભીડ અંબાજીની આ હોસ્પિટલમાં જોવા મળી રહી છે. અંબાજીની આ હોસ્પિટલમાં રોજની હજાર જેટલી opd થઇ રહી છે, ત્યારે આ 50 બેડની હોસ્પિટલમાં દર્દીઓથી તમામ ખાટલા ભરેલા જોવા મળી રહ્યા છે. એક તરફ ગંદકી ગુલબાંગ પુકારી રહી છે ત્યારે બીજી તરફ દર્દીઓ વહીવટીતંત્ર સામે નિસાસા નાખી રહ્યા છે, હાલમાં તાવ શરદી ખાંસીને ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

અંબાજી પંથકમાં હાલ તબક્કે જે રીતે ગંદકીની ભરમાળ જોવા મળી રહી છે ત્યાં બીજી તરફ લાખોની સંખ્યામાં પગપાળા આવતા ભાદરવીપુનમના મેળાની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે, ત્યારે અંબાજી તેમજ આસપાસ વિસ્તારની તમામ ગંદકી તાકીદે દૂર કરવા માંગ કરાઈ રહી છે, નહિ તો અંબાજીના સ્થાનિક લોકો જ નહિ પણ યાત્રિકો પણ રોગચાળાના ભરડામાં પીસાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news