એલર્ટ : હવામાં ભળેલું ઝેર ધીરે ધીરે મોતનો દરવાજો બતાવી રહ્યું છે

ઝેરીલા વાયુ પ્રદૂષકોના સંપર્કમાં આવવાથી હૃદય અને શ્વાસની બીમારીઓ લાગુ થાય છે, અને તેનાથી મોતનું જોખમ વધી જાય છે. આ અમે નહિ, પણ રિસર્ચ કરનારાઓનું કહેવું છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત થયેલા રિસર્ચને પૂરુ થવામાં 30 વર્ષ લાગી ગયા હતા. જેમાં 24 દેશો અને 652 શહેરોમાં વાયુ પ્રદૂષણ અને મૃત્યુદરના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
એલર્ટ : હવામાં ભળેલું ઝેર ધીરે ધીરે મોતનો દરવાજો બતાવી રહ્યું છે

સિડની :ઝેરીલા વાયુ પ્રદૂષકોના સંપર્કમાં આવવાથી હૃદય અને શ્વાસની બીમારીઓ લાગુ થાય છે, અને તેનાથી મોતનું જોખમ વધી જાય છે. આ અમે નહિ, પણ રિસર્ચ કરનારાઓનું કહેવું છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત થયેલા રિસર્ચને પૂરુ થવામાં 30 વર્ષ લાગી ગયા હતા. જેમાં 24 દેશો અને 652 શહેરોમાં વાયુ પ્રદૂષણ અને મૃત્યુદરના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

રિસર્ચ કરનારાઓએ જાણ્યું કે, કુલ મોતમાં વૃદ્ધિ ઈન્હેલ કરવા યોગ્ય કણો (પીએમ 10) અને ફાઈન કણો (પીએમ 2.5)ના સંપર્ક સાથે જોડાયેલ હોય છે, જે આગથી ઉત્સર્જિત કે વાયુમંડળીય રાસાયણિક પરિવર્તનના માધ્યમથી બને છે.

ઓસ્ટ્રેલિયામાં મોનાશ વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર યુમિંગ ગુઓ આ મામલે કહે છે કે, પાર્ટિકુલેટ મેટર (પીએમ) અને મૃત્યુદરની વચ્ચે સંબંધ માટે કોઈ સીમા નથી, જેનાથી વાયુ પ્રદૂષણના નિમ્ન સ્તરથી મોતનો ખતરો વધી શકે છે.

ગુઓનું કહેવું છે કે, જેટલા નાના કણ હોય છે, તેટલી જ સરળતાથી તે ફેફસામાં ઊંડાણ સુધી પ્રવેશ કરી શકે છે અને વધુ ટોક્સિક કોમ્પોનન્ટ ગ્રહણ કરવાને કારણે મોતની શક્યતાઓ વધી જાય છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news