વિરાટ કોહલી અને અંજ્કિય રહાણેએ મળીને તોડ્યો સચિન-ગાંગુલીનો આ રેકોર્ડ
આ ઈનિંગમાં ચોથી વિકેટ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેએ 100થી વધુ રનની ભાગીદારી કરી એક રેકોર્ડ બનાવી દીધો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ એન્ટીગામાં રમાઇ રહી છે. આ ટેસ્ટ સિરીઝ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. આ મુકાબલાના ત્રણ દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ત્રણ દિવસની રમત પૂરી થયા બાદ ટીમ ઈન્ડિયાની પકડ આ મેચમાં મજબૂત જોવા મળી રહી છે.
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો. આ રીતે ભારતે પ્રથમ બેટિંગ કરતા 297 રન બનાવ્યા હતા. ત્યારબાદ કેરેબિટન ટીમને 222 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. ભારતે પોતાની બીજી ઈનિંગમાં 72 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 185 રન બનાવી લીધા છે. આ રીતે ભારતીય ટીમની કુલ લીડ 260 રન થઈ ગઈ છે.
આ ઈનિંગમાં ચોથી વિકેટ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેએ 100થી વધુ રનની ભાગીદારી કરી એક રેકોર્ડ બનાવી દીધો છે. હકીકતમાં ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ચોથી વિકેટ માટે 8 વખત સદીની ભાગીદારી કરનારી વિરાટ કોહલી અને રહાણે પ્રથમ ખેલાડી બની ગયા છે. આ પહેલા આ ભાગીદારીનો રેકોર્ડ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીના નામે હતો.
સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સાત વાર સદીની ભાગીદારી કરી, જેને હવે વિરાટ-રહાણેની જોડીએ તોડી દીધી છે. વિરાટ કોહલી અને રહાણેએ ચોથી વિકેટ માટે 8મી અને ઓવરઓલ નવમી સદીની ભાગીદારી છે. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આ જોડીની ત્રીજી સદીની ભાગીદારી છે.
ચોથી વિકેટ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીની ભાગીદારી
વિરાટ કોહલી- અજ્કિંય રહાણે - 8 વાર
સચિન તેંડુલકર- સૌરવ ગાંગુલી- 7 વાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે