Health Tips: ફુદીનો અનેક રોગ માટે છે રામબાણ ઈલાજ, ફાયદા જાણીને થશે આશ્ચર્ય
જમવામાં જો થોડું પણ તેલ અને મસાલા વધારે થઈ જાય તો અમુક લોકોને અપચોની સમસ્યા થઈ જાય છે. અપચાથી આરામ મેળવવા માટે તમે ફુદીનાના પાનના રસને કાઢીને તેમાં લીંબુ અને આદુનો રસ મેળવો અને પછી તેને પી જાવ. આનાથી તમને રાહત થશે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ઘણીવાર આપણા ઘરમાં જ એવી વસ્તુઓ પડી હોય છે જે અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ હોય છે. ઘણી વખત નાના મોટા દુખાવા માટે દવાથી પણ વધુ કામ આવે છે ઘરગથ્થુ ઉપાય. ત્યારે તેમાં વાત કરીએ ફુદીનાની. તો ફુદીનો અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. ફુદીનાના અનેક ફાયદાઓ રહેલા છે. ત્યારે શું છે ફુદીનાના ફાયદા તે અમે તમને જણાવીશું.
જમવામાં જો થોડું પણ તેલ અને મસાલા વધારે થઈ જાય તો અમુક લોકોને અપચોની સમસ્યા થઈ જાય છે. અપચાથી આરામ મેળવવા માટે તમે ફુદીનાના પાનના રસને કાઢીને તેમાં લીંબુ અને આદુનો રસ મેળવો અને પછી તેને પી જાવ. આનાથી તમને રાહત થશે.
દાંતના દુખાવાની સમસ્યા માટે ફુદીનાના પાનનો પાઉડર બનાવીને દાંતમાં ઘસો. તેનાથી દાંતનો દર્દ ઓછો થઈ જાય છે. ફુદીનામાં રહેલા ખાસ ગુણો દાંતના દર્દમાં આરામ આરામ આપે છે.
કાન સબંધી સમસ્યાઓમાં પણ ફુદીનાથી જલદી આરામ આવે છે. ઠંડી લાગે કે પછી કાનમાં પાણી જતું રહ્યું હોય ત્યારે કાનમાં દુખાવો થઈ જાય છે. ત્યારે ફુદીનાનો રસ કાનમાં નાખવાથી આરામ મળે છે. તેના માટે ફુદીનાનો રસ કાઢવો અને તેના 1-2 ટીપા કાનમાં નાખવા.
સ્કીન પર ખીલ અથવા ચાંદા પડેલા હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે ફુદીનાના પાનને પીસી લો. તેને ડાઘવાળા વિસ્તારમાં લગાવવાથી આ ડાઘ છૂટકારો મળે છે. સ્કીન સબંધી સમસ્યામાં ફુદીનો ઉપયોગી નીવડે છે. હવામાન બદલાતા જો તમે પણ શરદી અને તાવની સમસ્યાથી પરેશાન છો તે ફુદીનાના પત્તાનો ઉકાળો બનાવીને પીવાથી ફાયદો થાય છે. તેનાથી તાવ પણ મટી જાય છે. ફુદીનાના ઔષધિય ગુણો તાવમાં જલદી આરામ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે