Rainy Season: ચોમાસામાં આ શાક ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, આ સીઝનમાં મળે છે સૌથી સસ્તા

Rainy Season: વર્ષ દરમિયાન આ ઋતુ એવી હોય છે જ્યારે આહારમાં ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે વરસાદી વાતાવરણમાં ઘણા શાક એવા હોય છે જેમાં જીવડા પડી જતા હોય છે. આ સિવાય વરસાદના કારણે કેટલાક શાકભાજી મોંઘા પણ થઈ જાય છે તેના કારણે પણ ભોજનશૈલીમાં ફેરફાર થઈ જાય છે. ચોમાસા દરમિયાન કેટલાક શાક ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેને ખાવાથી પેટમાં જીવડા થઈ શકે છે. સાથે જ કેટલીક વસ્તુઓ એવી છે જેને નિયમિત રીતે ખાઈ શકાય છે.

Rainy Season: ચોમાસામાં આ શાક ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, આ સીઝનમાં મળે છે સૌથી સસ્તા

Rainy Season: દેશભરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને મેઘરાજા કેટલાક રાજ્યોમાં અવિરત વરસી રહ્યા છે. વર્ષ દરમિયાન આ ઋતુ એવી હોય છે જ્યારે આહારમાં ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે વરસાદી વાતાવરણમાં ઘણા શાક એવા હોય છે જેમાં જીવડા પડી જતા હોય છે. આ સિવાય વરસાદના કારણે કેટલાક શાકભાજી મોંઘા પણ થઈ જાય છે તેના કારણે પણ ભોજનશૈલીમાં ફેરફાર થઈ જાય છે. ચોમાસા દરમિયાન આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે આ સમય દરમિયાન કેટલાક શાક ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેને ખાવાથી પેટમાં જીવડા થઈ શકે છે. સાથે જ કેટલીક વસ્તુઓ એવી છે જેને નિયમિત રીતે ખાઈ શકાય છે. આ વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે વરસાદની ઋતુમાં કયા શાક ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

વરસાદી વાતાવરણમાં ખાઈ શકાય છે આ શાક

આ પણ વાંચો:

તુરીયા

તુરીયા ચોમાસાનું શાક છે. તેને ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ શાકમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. આ શાક પચવામાં પણ સરળ છે. આ ઋતુમાં તુરીયા વધારે થાય છે તેથી તે સસ્તા પણ હોય છે. 

ભીંડો

ભીંડા એ વરસાદની ઋતુમાં ઉપલબ્ધ મુખ્ય શાક છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક અને તે પણ સુપાચ્ય છે. આ શાક નાના-મોટા સૌ કોઈને ભાવે છે. 

કઠોળ

ચોમાસા દરમિયાન શાકભાજીની સાથે કઠોળ પણ ઉપયોગમાં લેવા જોઈએ. તેમાં વરસાદી વાતાવરણના કીડા પડવાનો ભય પણ રહેતો નથી. સાથે જ શાકભાજીની અવેજીમાં તેને શાક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. કઠોળ પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાથી તેનું સેવન શરીરને ફાયદો કરે છે.

કારેલા

કારેલાનો સ્વાદ ભલે કડવો હોય પરંતુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખાસ કરીને ડાયાબિટીસ અને હાર્ટના દર્દીઓ માટે કારેલાનું શાક ખૂબ જ ફાયદાકારક છે. કારેલા ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં મળે પણ છે.  

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news