કોલ્ડવેવ

જુનાગઢની કેસર કેરીને વાતાવરણનું ગ્રહણ લાગ્યું, આંબે આવતા મોર મુરઝાવા લાગ્યા...

સતત બદલાતા શિયાળા-ઉનાળા-ચોમાસાની મોસમને કારણે ગુજરાતની કેસર કેરીઓને અસર પડી રહી છે. કેસર કેરી (Kesar Mango) ને વાતાવરણનું ગ્રહણ લાગ્યું છે. વાતાવરણ અવારનવાર બદલાતા કેસર કેરીના મોર મુરઝાવા લાગ્યા છે. વધારે પ્રમાણમાં ઠંડીને લઈને આંબે આવતા મોર મૂરઝાવા લાગ્યા છે.

Feb 4, 2020, 05:03 PM IST
Samachar Gujarat: Farmers Demand For Release Of Water In Banaskantha PT23M27S

સમાચાર ગુજરાત: બનાસકાંઠાના દિયોદરમાં પાણી છોડવા ખેડૂતોએ કરી માગ

બનાસકાંઠાના દિયોદર તાલુકાના ખેડૂતો દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માંગ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં 10થી વધુ ગામના ખેડૂતોએ સિંચાઈ માટે નર્મદાના પાણીની માંગ કરી છે. તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામ કેનાલનું પાણી આપવા ખેડૂતોની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ દિયોદર નાયબ કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.

Jan 20, 2020, 09:55 PM IST
climate chage effect on Gir famous kesar mango PT7M50S

વિશ્વ પ્રસિદ્ધ ગીરની કેસર કેરીના આંબા પર કાતિલ ઠંડીની વિપરીત અસર

વિશ્વ પ્રસિદ્ધ ગીરની કેસર કેરીના આંબા પર કાતિલ ઠંડીની વિપરીત અસરથી બાગાયતી ખેડુતો ચિંતામાં મૂકાયા છે. ભરપૂર માત્રામાં આવેલ ફ્લાવરીંગ ઠંડીના કારણે બળી જવાની ભીતી પેદા થઈ છે. કેરીના બાગાયતી પાકને પાક વીમા અંતર્ગત આવરી લેવા સરકાર પાસે ખેડુતોની લાંબા સમયથી માંગણી છે. ચાલુ વર્ષે મેઘરાજાની કૃપાથી અને સીઝન સિવાયના કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન વેઠવુ પડ્યુ છે.

Jan 20, 2020, 09:30 AM IST
Himachal Pradesh's mandi's people dancing in snowfall PT2M5S

હિમાચલ પ્રદેશના મંડીમાં લોકો બરફની વચ્ચે નાચતા ગાતા નજરે પડ્યા

જાન્યુઆરી મહિનાની હાડ થીજવતી ઠંડીમાં જ્યારે પથારીમાંથી પણ લોકો નીકળવાનું નથી ઈચ્છતા ત્યારે હિમાચલ પ્રદેશના મંડીમાં લોકો બરફની વચ્ચે નાચતા ગાતા નજરે પડ્યા છે. મોટી સંખ્યામાં સહેલાણીઓ મંડીના બરફમાં ઢોલ વગાડીને પારંપરિક નૃત્ય કરીને મજા માણતા નજરે પડ્યા છે...તો હાલ મંડીમાં સ્નો પોઈન્ટ પણ બનાવાયો છે ઈગલુમાં બેસીને લોકો કડકડતી ઠંડી ગરમાવો અનુભવે છે.

Jan 20, 2020, 09:15 AM IST
coldwave in gujarat 20 January 2020 PT6M43S

હાડ થીજવી દે તેવી ઠંડી, કાતિલ ઠંડીથી ગુજરાતનું કોઈ શહેર બાકી નથી

રાજ્યભરમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં તાપમાનમાં આંશિક વધારો થયો છે, પણ ઠંડીનું જોર યથાવત છે. કચ્છના નલિયાનું તાપમાન 4.6 ડિગ્રી રહ્યું, તો જૂનાગઢના કેશોદનું તાપમાન 8.2 ડિગ્રી, રાજકોટ, ભૂજ, ગાંધીનગરનું તાપમાન 9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 10 અને મહુવામાં 10 ડિગ્રી, ડીસાનું 11.6, વડોદરાનું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું.

Jan 20, 2020, 09:15 AM IST
Samachar Gujarat: Cold Wave In Gujarat PT25M22S

સમાચાર ગુજરાત: કાતિલ ઠંડીથી ગુજરાત ઠુંઠવાયું

રાજ્યમાં કડકડતી ઠંડીનું જોર વધ્યું છે. ત્યારે આગામી 3 દિવસ કોલ્ડવેવ આગાહી કરવામાં આવી હતી. રાજકોટ, દ્વારકા, કચ્છ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના દરિયાકિનારે ઉત્તરપશ્ચિમ-ઉતરના પવન ફૂંકાશે.

Jan 17, 2020, 09:25 PM IST
Samachar Gujarat: See All The Important News Today PT19M19S

સમાચાર ગુજરાત: જુઓ દિવસભરના તમામ મહત્વના સમાચાર

રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ બહાર ટિકિટના કાળા બજારનો વધુ એક પર્દાફાશ થયો છે. રિપોર્ટરે કહ્યું અમારી પાસે 1500ના ભાવની બે ટીકીટ છે વધુ બે ટીકીટ જોઈએ છે. દલાલએ કહ્યું 1500ની બે ટીકીટ અને 6500 રૂપિયા આપો હું તમને 1800 કિંમતની 4 ટીકીટ આપુ.

Jan 16, 2020, 09:40 PM IST
coldwave in gujarat 15 January PT2M37S

હાડ થીજવી દે તેવી ઠંડી, કાતિલ ઠંડીથી ગુજરાતનું કોઈ શહેર બાકી નથી

રાજ્યભરમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે. સૌથી નીચું તાપમાન નલિયામાં 6 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીનગરમાં 7.7, અમરેલીમાં 9.4 ડિગ્રી તાપમાન છે. અમદાવાદમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ભૂજમાં 9.4 અને ડીસામાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 8.4 અને જૂનાગઢમાં 8 ડિગ્રી તાપમાન છે.

Jan 15, 2020, 10:35 AM IST
Samachar Gujarat: Forecast Of Unseasonal Rains In State PT22M31S

સમાચાર ગુજરાત: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના સૌથી મોટા જિલ્લા બનાસકાંઠામાં અને સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં માવઠું થઈ શકે છે. અતિવૃષ્ટિ, વાવાઝોડા અને માવઠા બાદ વધુ એક આકાશી આફતની આગાહી અપાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રવિ પાક લેનારા ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કુદરત આ માવઠામાંથી બચાવી લે, નહિ તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી એટલે કે 14 જાન્યુઆરી પછી ફરીથી ઠંડીમાં વધારો થશે. જો કે માવઠાની આગાહી હોવાથી ગઈ કાલથી જ રાજ્યમાં ઠંડીમાં ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે.

Jan 13, 2020, 09:20 PM IST
Samachar Gujarat: Important News From The State PT23M20S

સમાચાર ગુજરાત: જુઓ રાજ્યના મહત્વપૂર્ણ સમાચાર એક ક્લિકમાં

મોડાસામાં યુવતીના મોતનો મામલે પોલીસની વધુ એક શંકાસ્પદ કામગીરીનો આરોપ લાગ્યો છે. આરોપીઓને કોર્ટમાં હજુ પણ રજૂ ન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપીઓ બાબતે પોલીસે મૌન સેવ્યું છે. શકમંદ ત્રણ લોકોને પોલીસસ્ટેશનથી અજ્ઞાત સ્થળે લઈ જવાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Jan 12, 2020, 08:55 PM IST
Snowfall In Kashmir, Minus 5 Degrees Celsius In Kashmir PT5M18S

કાશ્મીરમાં હિમવર્ષા: તાપમાન માઈનસ 5 ડિગ્રી, પ્રવાસીઓમાં ખુશીનો માહોલ

જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. દિવસનું તાપમાન માઈનસ 5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે લદ્દાખ સહિત સમગ્ર કાશ્મીર ખીણમાં 2થી 6 ઈંચ હિમવર્ષા થઈ છે.

Jan 7, 2020, 09:35 AM IST
Samachar Gujarat: South Gujarat and Saurashtra May Fall Unseasonal Rain PT25M9S

પતંગરસિયાઓ માટે ખરાબ સમાચાર, ઉતરાયણના દિવસે પડી શકે છે વરસાદ

અંબાલાલ પટેલે આવી રહેલ ઉત્તરાયણના પર્વને લઈને શું આગાહી કરી છે. પરંતુ ગુજરાતીઓની ઉત્તરાયણ બગડવાના એંધાણ છે તેવુ તેઓનું કહેવુ છે. તો બનાસકાંઠા જિલ્લામાં એક જ મહિનામાં 57 બાળકોના મોત નિપજ્યા છે, ત્યારે આરોગ્યની સ્થિતિ ગુજરાતમાં કેવી છે તે જોઈએ.

Jan 7, 2020, 09:15 AM IST
Cold wave at Gujarat PT5M54S

ગુજરાતમાં કોલ્ડવેવનો કહેર

ગુજરાતમાં શિયાળાએ હવે અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ઉત્તરપૂર્વની દિશાનો પવન ફૂંકાતા ગુજરાત કોલ્ડવેવની ઝપેટમાં આવી ગયું છે. નલિયા ખાતે ૪.૬ ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં ૧૧.૬ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો.

Jan 5, 2020, 01:30 PM IST
Samachar Gujarat: Temperatures Down In Many Cities In State PT25M59S

સમાચાર ગુજરાત: ઉત્તર ભારતમાં એટલી જ હિમવર્ષા, રાજ્યના અનેક શહેરને ઠૂંઠવી નાંખ્યા

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાએ સમગ્ર રાજ્ય સહિત ગુજરાતને ઠૂંઠવી (coldwave in gujarat) નાંખ્યું છે. હાલ પણ ઉત્તર ભારતમાં એટલી જ હિમવર્ષા ચાલુ છે, ત્યારે ગુજરાતમાં ઠંડીથી કોઈ રાહત મળી નથી. ગુજરાતના અનેક શહેરોના તાપમાનમાં એકથી 2 ડિગ્રી જેટલો વધારો થયો છે. તો બીજી તરફ નેપાળ, ઉત્તરાખંડ, જમ્મુ, હિમાચલવાસીઓને ઠંડીથી કોઈ રાહત મળી નથી. જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) માં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ઉત્તર ભારતમાં ઠંડીનું જોર યથાવત છે.

Jan 4, 2020, 10:05 AM IST
Cold Wave Increase In Saurashtra, Know What To Say About People Of Rajkot PT4M44S

સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો, જાણો શું કહેવું છે રાજકોટવાસીઓનું

કચ્છના મુખ્યમથક ભુજ અને નલિયામાં ઠંડીનો પારો 7 ડિગ્રી સુધી નોંધાયો છે. રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ શીતલહેર જોવા મળી રહી છે. અમરેલી અને રાજકોટનું તાપમાન 8 ડિગ્રી નોંધાયું છે. બનાસકાંઠાના ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે.

Jan 2, 2020, 09:50 AM IST
Samachar Gujarat: Cold Wave Incersed In Gujarat PT25M46S

સમાચાર ગુજરાત: થર થર ધ્રુજ્યું ગુજરાત, નલિયામાં પારો 7 ડીગ્રી

કચ્છના મુખ્યમથક ભુજ અને નલિયામાં ઠંડીનો પારો 7 ડિગ્રી સુધી નોંધાયો છે. રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ શીતલહેર જોવા મળી રહી છે. અમરેલી અને રાજકોટનું તાપમાન 8 ડિગ્રી નોંધાયું છે. બનાસકાંઠાના ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે.

Jan 2, 2020, 09:30 AM IST
Samachar Gujarat: Forecast To Grow Cold In Saurashtra And Kutch PT22M23S

સમાચાર ગુજરાત: ગુજરાત બન્યું ઠંડુગાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી વધવાની આગાહી

ઉત્તર પૂર્વના પવનને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો ગગડી (cold wave in gujarat) રહ્યો છે. ગુજરાતમાં ડિસેમ્બરના અંતમાં કડકડતી ઠંડી (Coldwave) ઘણાં સમય પછી પડતાં લોકો પણ ઠૂંઠવાયા છે. ગુજરાતના સૌથી ઠંડા પ્રદેશ નલિયામાં પારો દિવસેને દિવસે ગગડી રહ્યો છે. જ્યારે માઉન્ટ આબુમાં તો હિમાચલ પ્રદેશ જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે. ગુરુવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને દિવસેને દિવસે તાપમાનનો પારો વધુ ગગડતો જઈ રહ્યો છે. હજુ પણ આગામી 36 કલાક કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 12 ડિગ્રીએ ગગડતાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે.

Jan 1, 2020, 09:05 AM IST
Ahmedabad People Exercise In Winter Season PT5M36S

ઠંડીનો પારો ગગડતાં અમદાવાદીઓમાં મોર્નિંગ વોક, યોગનો ટ્રેન્ડ વધ્યો

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન ડીસામાં 7.5 ડિગ્રી પહોંચ્યું છે. ત્યારે નલિયામાં 8.4, ભૂજમાં 9.8 ડિગ્રી તાપમાન, રાજકોટ 10.3, સુરેન્દ્રનગર 10.5 ડિગ્રી તાપમાન, વડોદરા 11.4, ગાંધીનગર 12 ડિગ્રી તાપમાન, ભાવનગર 14.5, પોરબંદર 14.6 ડિગ્રી તાપમાન અને દીવમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -3 ડિગ્રી પહોંચ્યો છે.

Dec 31, 2019, 09:50 AM IST
Samachar Gujarat: Cold Wave Forecast For Two Days In Gujarat PT24M52S

સમાચાર ગુજરાત: રાજ્યમાં બે દિવસ કોલ્ડ વેવની આગાહી

ઉત્તર પૂર્વના પવનને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો ગગડી (cold wave in gujarat) રહ્યો છે. ગુજરાતમાં ડિસેમ્બરના અંતમાં કડકડતી ઠંડી (Coldwave) ઘણાં સમય પછી પડતાં લોકો પણ ઠૂંઠવાયા છે. ગુજરાતના સૌથી ઠંડા પ્રદેશ નલિયામાં પારો દિવસેને દિવસે ગગડી રહ્યો છે. જ્યારે માઉન્ટ આબુમાં તો હિમાચલ પ્રદેશ જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે. ગુરુવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને દિવસેને દિવસે તાપમાનનો પારો વધુ ગગડતો જઈ રહ્યો છે. હજુ પણ આગામી 36 કલાક કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 12 ડિગ્રીએ ગગડતાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે.

Dec 31, 2019, 09:30 AM IST
Cold Wave Forecast For 36 Hour In Ahmedabad PT5M3S

અમદાવાદમાં ઠંડીનો ચમકારો, 36 કલાક કોલ્ડવેવની આગાહી

ગુજરાતમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ ઠંડી રહેશે. આ બે પ્રાંતોમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરાઈ છે. તેમજ પોરબંદર, રાજકોટ, અમરેલી, કચ્છમાં 2 દિવસ ઠંડી વધશે. આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહિ થાય તેવું હવામાન ખાતાનું કહેવું છે.

Dec 31, 2019, 09:25 AM IST