Migraine: દવા લીધા વિના પણ માઈગ્રેનથી મળશે રાહત, અજમાવો માથાનો દુખાવા દુર કરતા આ ઉપાયો

Migraine: સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર તમે રોજિંદા જીવનની પ્રવૃત્તિઓમાં ફેરફાર કરીને આધાશીશીની અસરોને ઘટાડી શકો છો. જેમાં ઊંડા શ્વાસ લેવાની કસરતો, સ્નાયુઓને આરામ, ધ્યાન કરવું, જીવનશૈલીમાં ફેરફાર અને માઈગ્રેનને ટ્રિગર્સ કરતી વસ્તુઓનું સેવન ટાળીને આ સમસ્યાને દુર કરી શકાય છે. 

Migraine: દવા લીધા વિના પણ માઈગ્રેનથી મળશે રાહત, અજમાવો માથાનો દુખાવા દુર કરતા આ ઉપાયો

Migraine: આજના સમયમાં માઈગ્રેન એક સામાન્ય બીમારી બની રહી છે. માઈગ્રેનમાં ગંભીર રીતે માથાનો દુખાવો થાય છે અને તેની સાથે અન્ય ઘણા લક્ષણો પણ જોવા મળે છે. સામાન્ય રીતે તેનાથી છુટકારો મેળવવા માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ દરેક વ્યક્તિ માટે લાંબા સમય સુધી દવાઓ લેવી હિતાવહ નથી. આ જ કારણ છે કે માઈગ્રેનથી રાહત મેળવવા માટે અન્ય ઉપાયોની મદદ લેવી જોઈએ. 

આ પણ વાંચો: ઠંડીમાં હાર્ટ એટેક આવવાનું જોખમ વધારે, જાણો આ સિઝનમાં કેવી રીતે રાખવું હૃદયનું ધ્યાન
 
જે લોકો આધાશીશી અથવા તો માઈગ્રેનથી પીડાય છે તેમને રોજિંદા જીવનમાં પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.  એક રિસર્ચ અનુસાર પુરૂષો કરતા સ્ત્રીઓ વધારે માઇગ્રેનથી પીડિત હોય છે. માઈગ્રેન તમામ ઉંમરના વ્યક્તિઓને અસર કરી શકે છે.  

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર તમે રોજિંદા જીવનની પ્રવૃત્તિઓમાં ફેરફાર કરીને આધાશીશીની અસરોને ઘટાડી શકો છો. જેમાં ઊંડા શ્વાસ લેવાની કસરતો, સ્નાયુઓને આરામ, ધ્યાન કરવું, જીવનશૈલીમાં ફેરફાર અને માઈગ્રેનને ટ્રિગર્સ કરતી વસ્તુઓનું સેવન ટાળીને આ સમસ્યાને દુર કરી શકાય છે. હવે તો માર્કેટમાં એવા ઉપકરણ પણ મળે છે જે માઈગ્રેનની અસરને દુર કરે છે. જો કે આ સિવાય માઈગ્રેનના દર્દીઓ નીચે દર્શાવ્યાનુસારની બાબતોનું ધ્યાન રાખે તો આ સમસ્યાને ટાળી શકાય છે.

- વારંવાર માથામાં દુખાવો રહેતો હોય તો ઊંઘ પર ધ્યાન આપવું જોઈએ. જો તમે ઓછી ઊંઘ કરો છો તો સૌથી પહેલા ઊંઘ પૂરતા પ્રમાણમાં લેવાનું શરૂ કરો. મોડી રાતે જાગવાનું બંધ કરીને ઓછામાં ઓછી આઠ કલાક ઊંઘ કરવાની શરૂઆત કરો તેનાથી માથાનો દુખાવો કુદરતી રીતે જ બંધ થશે.

- જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય છે તો તેની અસર પેટ અને સ્કીનની સાથે મગજ પર પણ પડે છે. ઘણા રિપોર્ટ્સમાં સાબિત થયું છે કે પાણીની ઉણપના કારણે માઈગ્રેન જેવી બીમારી પણ થાય છે. તેથી દિવસમાં ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવાની આદત પાડો. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી પણ માથાના દુખાવાની તકલીફ ધીરે ધીરે મટી જાય છે.

-  જો તમને વારંવાર માથામાં દુખાવો રહેતો હોય તો મેડીટેશન, મંત્ર જાપ, ઊંડા શ્વાસ લેવા જેવી એક્સરસાઇઝ નિયમિત ત્રીસ મિનિટ સુધી કરો. આમ કરવાથી પણ માનસિક સ્વાસ્થ્ય સુધરે છે અને માથાનો દુખાવો બંધ થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news