ચોકલેટના શોખીનો સાવધાન! રાત્રે ભૂલથી પણ ન ખાતા ચોકલેટ સહિત આ વસ્તુઓ, નહીં તો દોડવું પડશે દવાખાને
ચોકલેટમાં કૈફીન અને ખાંડ હોય છે. ચોકલેટ તમારા હોર્મોનને તેજ કરે છે, જે તમને આખી રાત જગાવી શકે છે. રાત્રે ચોકલેટ ખાવાથી તમારી ઊંઘ ઉડી શકે છે. એટલા માટે રાત્રે ચોકલેટ ન ખાવાની સલાહ અપાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઘણા લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા છે. સરખી ઉંઘ આવે તે માટે જાત જાતના પ્રયત્નો કરતો હોય છે. ત્યારે કેટલાક કારણો હોય છે જેના કારણે ઊંઘ નથી આવતી. રાત્રે સારી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. દરરોજ રાતની 8-9 કલાક ઊંઘ લેવાથી તન અને મનને ઉર્જા મળે છે. ત્યારે અહીં જાણીએ એવી કેટલીક વાતો છે જેનાથી ઊંઘ ન આવવાની સમસ્યામાંથી રાહત મેળવી શકે છે.
1. સતત થાક બાદ પણ ઊંઘ ન આવી-
દિવસભરના સતત પરિશ્રમ કર્યા બાદ તમને લાગે કે રાત્રે ખૂબ સરસ ઊંઘ આવી જશે પરંતું વાસ્તવિકતામાં ઊંઘ નથી આવતી. બેડ પર પડ્યા રહે છે અને છત પર ઘૂરતા રહે છે તો રૂમમાં આમથી તેમ ફર્યા કરે છે. ઊંઘ ન આવવાનું મહત્વનું કારણ રાત્રે લીધેલો ખોરાક છે. ત્યારે રાત્રે શું ખાવું તે બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
2. રાત્રે ભૂલથી પણ ન ખાઓ ચોકલેટ-
ચોકલેટમાં કૈફીન અને ખાંડ હોય છે. ચોકલેટ તમારા હોર્મોનને તેજ કરે છે, જે તમને આખી રાત જગાવી શકે છે. રાત્રે ચોકલેટ ખાવાથી તમારી ઊંઘ ઉડી શકે છે. એટલા માટે રાત્રે ચોકલેટ ન ખાવાની સલાહ અપાય છે.
3. સાંજે ડુંગળી- લસણ વાળો ખોરાક ન લેવો-
આમ તો ડુંગળી અને લસણના અનેક ફાયદા છે પરંતું તેને રાતમાં ભોજન લેવા હિતાવહ નથી. જો તમે તમારા રાતના ભોજનમાં લસણને રાખશે તો તમારી ઊંઘ ઉડી શકે છે. જો તમે રાત્રે સારી ઊંઘ ઈચ્છતા હોય તો લસણની માત્રા તમારા ભોજનમાં ઓછી રાખો
4. રાત્રે તળેલા અન જંક ફૂડને કરો અવોઈડ-
રાત્રે ચાઈનીઝ, પાસ્તા અને ચાઉમીન જેવી વસ્તુઓને તમારા ભોજનમાં ન લેવી જોઈએ. આ બધી વસ્તુઓ રાત્રે પચવામાં ભારે પડે છે. ખાધેલું ન પચતા રાત્રે ઊંઘ આવતી નથી અને બેચેની અનુભવાય છે. રાત્રે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટવાળા ખોરાકનું સેવન કરો અને હાઈ ફેટ ભોજનને લંચમાં સામેલ કરો. રાત્રે હળવો ખોરાક લેવાથી સારી ઊંઘ આવે છે.
5. કોર્નફ્લેક્સ, મુસલી કે નાસ્તો રાત્રે ન ખાઓ-
ઘણા લોકોને રાત્રે ભોજન લેવાના બદલે નાસ્તો કરવાનો શોખ હોય છે. કેટલાક એવા પણ હોય છે જે સૂતા પહેલા નાસ્તો કરવાનું પસંદ કરતા હોય છે. કોર્નફ્લેક્સ, મુસલી કે અન્ય પેકેટ્સ નાસ્તા જો તમે રાતમાં ખાતા હોવ તો આ આદત બદલી નાખો કેમ કે આ બધુ ખાવાથી તેને પચાવવામાં તકલીફ પડે છે અને રાત્રે ઊંઘ ન આવતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે