સમય-સમય પર શરીરનું Detoxification કેમ છે જરૂરી? જાણો ઘરે બેઠા બોડીને કઈ રીતે કરવી ડિટોક્સિફાઈ
આપણે જે કંઈ પણ ખાઈએ છીએ, તે સમય પછી શરીરમાંથી અનેક પ્રકારની કુદરતી ક્રિયાઓ સાથે યુરિન તરીકે બહાર નીકળે છે, જો કે તેનો કેટલોક ભાગ શરીરમાં જ રહે છે જે ધીમે-ધીમે જમા થઈને અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે.
Trending Photos
નવી દિલ્લીઃ શરીરને બહારથી સ્વચ્છ રાખવા માટે લોકો વિવિધ પ્રકારના સાબુ, આફ્ટર શાવર સહિતની વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. તેજ રીતે શરીરના અંદરની સફાઈ પણ ખુબ જરૂરી છે. જેને ડિટોક્સિફિકેશન કહેવામાં આવે છે. શરીરની અંદરના અંગોને સ્વસ્થ્ય રાખવા તેને ડિટોક્સિફાઈ કરવા ખુબ જરૂરી છે. જો આવું ન કરવામાં આવે તો લિવર, કીડની જેવા અંગોમાં સમસ્યા આવી શકે છે. આયુર્વેદમાં શરીરના અંદરના અંગોના ડિટોક્સિફિકેશન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
આપણે જે કંઈ પણ ખાઈએ છીએ, તે સમય પછી શરીરમાંથી અનેક પ્રકારની કુદરતી ક્રિયાઓ સાથે યુરિન તરીકે બહાર નીકળે છે, જો કે તેનો કેટલોક ભાગ શરીરમાં જ રહે છે જે ધીમે-ધીમે જમા થઈને અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે.
ડિટોક્સિફાય કરવાની પદ્ધતિ શરીરના તમામ ભાગોને સ્વસ્થ અને ફિટ રાખવામાં મદદરૂપ છે, સાથે તમને રોગથી બચાવવામાં મદદ કરે છે. તમે ઘરેથી જ કેટલાક ઉપાયોનો ઉપયોગ કરીને શરીરમાંથી ઝેરી અસરને સરળતાથી ઘટાડી શકો છો. ચાલો જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે, જેનું તમામ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
શું છે નિષ્ણાતોનો અભિપ્રાય-
નિષ્ણાતો કહે છે કે, બોડીનું ડિટોક્સિફિકેશન એટલે લોહીને શુદ્ધ કરવું. આ લિવરમાં લોહીમાંથી અશુદ્ધિઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. બોડી ડિટોક્સ કરવાથી કિડની, આંતરડા, ફેફસાં, લિંફેંટિક સિસ્ટમ અને ત્વચામાંથી પણ ઝેર દૂર થાય છે. સામાન્ય રીતે આપણે બધા શરીરના બાહ્ય શુદ્ધિકરણ પર ધ્યાન આપીએ છીએ પરંતુ આંતરિક સફાઈ પર ધ્યાન આપવામાં આવતું નથી, આવી સ્થિતિમાં આ ઝેરી તત્વો શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે.શરીરને ડિટોક્સિફિકેશન માટે સતત પ્રયત્નોની જરૂર પડે છે.
બોડી હાઈડ્રેટેડ રાખવા ખુબ પાણી પીવો-
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જો આપણે બધા દિવસભર પુષ્કળ પાણી પીતા રહીએ, તો તે શરીરના ડિટોક્સિફિકેશનનો સૌથી અસરકારક માર્ગ બની શકે છે. પાણી પીવાથી બિનજરૂરી ઉત્પાદનો કિડની દ્વારા સરળતાથી બહાર આવે છે, જે શરીરમાં તેમના સંચયનું જોખમ ઘટાડે છે. પાણી પીવાથી શરીરનું તાપમાન, પાચન અને પોષક તત્વોને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે.
લીંબુનું કરો સેવન-
લીંબુને બોડી ડિટોક્સ ડાયટનો મુખ્ય ભાગ માનવામાં આવે છે. આ એન્ટીઑકિસડન્ટો અને વિટામિન-સીથી ભરપૂર છે, જે રોગ પેદા કરતા મુક્ત કણો સામે લડવા માટે ઉત્તમ માનવામાં આવે છે. વધુમાં, સાઇટ્રસ ફળ શરીર પર આલ્કલાઈઝિંગ અસર ધરાવે છે, જેનો અર્થ છે કે તે શરીરના પીએચ સંતુલનને સુધારવામાં મદદ કરી શકે છે, જે રોગપ્રતિકારક શક્તિને ફાયદો કરે છે. ઝેરી પદાર્થને બહાર કાઢવા અને શરીરની સિસ્ટમને શુદ્ધ કરવામાં મદદ કરવા માટે ગરમ પાણી અને લીંબુથી દિવસની શરૂઆત કરવી ફાયદાકારક છે.
એન્ટીઑકિસડન્ટ અને ફાઇબરયુક્ત ખોરાકનું કરો સેવન-
બોડી ડિટોક્સ માટે યોગ્ય આહાર પણ જરૂરી છે, આ માટે એન્ટીઓક્સીડેન્ટ વાળી વસ્તુઓનું પ્રમાણ વધારવું. એન્ટીઑકિસડન્ટ તમારી કોષીકાઓને મુક્ત કણો દ્વારા થતા નુકસાનથી સુરક્ષિત કરે છે. તે જ સમયે, ફાઇબરથી ભરપૂર વસ્તુઓ પાચનને સારું રાખે છે અને આંતરડાની ગતિની પ્રક્રિયાને સરળ બનાવે છે, જે શરીરના કચરાને સરળતાથી દૂર કરવામાં મદદ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે