માઈગ્રેઈનની તકલીફથી પરેશાન છો? કોઈ દવાથી નથી પડતો ફેર? અજમાવો આ ઉપાય

માઈગ્રેઈન એક એવી બીમારી છે જેમાં અસહ્ય માથાનો દુઃખાવો થાય છે. જેના કારણે તમે તમારા રૂટિન કામ અટકી પડે છે. આજે જાણીશું માઈગ્રેઈનથી રાહત મેળવવાના ઉપાયો.

માઈગ્રેઈનની તકલીફથી પરેશાન છો? કોઈ દવાથી નથી પડતો ફેર? અજમાવો આ ઉપાય

નવી દિલ્લીઃ માઈગ્રેઈન એવી બીમારી છે જે બહાર દેખાતી નથી પરંતુ દર્દીને ખૂબ જ હેરાન કરે છે. માઈગ્રેઈનમાં સામાન્ય રીતે માથાના અડધા ભાગમાં દુઃખાવો થાય છે અને તે ધીમે-ધીમે આખા શરીરમાં ફેલાઈ જાય છે. આ દર્દ કોઈ પણ સમયે થઈ શકે છે. જેનાથી દર્દી તેમના રોજબરોજના કામ પણ નથી કરી શકતો. આજે જાણીશું કેટલાક એવા ઉપાયો જે તમને માઈગ્રેઈનથી રાહત અપાવી શકે છે.

માઈગ્રેઈનથી રાહત મેળવવા માટે સૌથી પહેલા તેના કારણને જાણવું જરૂરી છે. ઘણા લોકોને તીવ્ર ગંધ, ડિહાઈડ્રેશન, આલ્કોહોલના સેવન કે વધુ પડતા સ્ટ્રેસથી માઈગ્રેઈન થાય છે. તો ઘણા લોકોને સિઝન બદલવાથી પણ માઈગ્રેઈન થાય છે. માઈગ્રેઈનનું કારણ જાણવા માટે તમને કઈ સ્થિતિમાં માથાનો દુઃખાવો શરૂ થાય છે એ જાણવું જરૂરી છે.

માઈગ્રેઈનથી બચવા શાંતિ વાળી જગ્યા કરો પસંદ-
અનેક લોકોને લાઈટ કે શોરબકોરના કારણે પણ માઈગ્રેઈન થઈ શકે છે. એવામાં જો તમે શાંત માહોલમાં જતા રહો તો એ માહોલ તમારા માટે રાહતરૂપ રહેશે. ઘર કે ઑફિસમાં શોરબકોર ન હોય એવી જગ્યાએ જાઓ. જેથી તમને દુઃખાવો ઓછો થશે.

આહાર પર રાખો નજર-
માઈગ્રેઈનની સમસ્યા વધારવામાં કે નિવારવામાં તમારો આહાર મહત્વનો ભાગ ભજવે છે. જો તમે સ્વાસ્થ્યપ્રદ આહાર લો છો તો તમારું એનર્જી લેવલ વધે છે. જેથી તમને માઈગ્રેઈનથી રાહત મેળવી શકો છો.

પાણી પીતા રહો-
માઈગ્રેઈન કે માથાનો દુઃખાવો થવાનું એક કારણ શરીરમાં પાણીની કમી પણ હોય શકે છે. જેથી દિવસ દરમિયાન તમારે નિયમિત રીતે પાણી પીતા રહેવું જોઈએ. રોજ આઠ થી દસ ગ્લાસ પાણી માઈગ્રેઈનની સમસ્યાને ઓછી કરી શકે છે.

આડેધડ દવાઓ ન લો-
માઈગ્રેઈનથી રાહત મેળવવા માટે અનેક દવાઓ આવે છે. પરંતુ તબીબની સલાહ વિના આડેધડ દવાઓ ન લેવી જોઈએ. કારણ કે આવી દવાઓ તમને નુકસાન પહોંચાડી શકે છે.

(Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news