કોબિજમાં ફરતા હોય છે એવા જીવડા જે દેખાતા નથી, ખોટી રીતે ખાવાથી સીધા દિમાગમાં ઘૂસી જશે

શુ તમે જાણો છોકે કોબિજમાં એક અજીબ પ્રકારના કીડા હોય છે, જે સીધા તમારા દિમાગમાં ઘૂસી શકે છે. આ કીડા તમારા દિમાગ સુધી કેવી રીતે પહોંચે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે તે જાણીએ
 

કોબિજમાં ફરતા હોય છે એવા જીવડા જે દેખાતા નથી, ખોટી રીતે ખાવાથી સીધા દિમાગમાં ઘૂસી જશે

ઝી મીડિયા/બ્યૂરો :ડોક્ટર અને હેલ્થ એક્સપર્ટ હંમેશાથી દરેક ઉંમરના લોકોને લીલા શાકભાજીનું સેવન કરવાની સલાહ આપે છે. લીલા શાકભાજી આપણા શરીરને અનેક પ્રકારના પોષક તત્વો આપે છે. જેનાથી આપણી હેલ્થ સારી થાય છે. પરંતુ તેનુ સેવન કાળજીપૂર્વક કરવાની સલાહ આપવામાં આવે છે. તેમાંથી એક છે કોબિજ, જે અઢળક પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. આ શાક અનેક રેસિપીમાં ઉપયોગમાં લેવાય છે. હાલના સમયે અનેક ફાસ્ટફૂડમાં કોબિજનો વપરાશ વધી ગયો છે. એટલુ જ નહિ, તેને લોકો સલાડ તરીકે ખાવાનું પસંદ કરે છે. પરંતુ શુ તમે જાણો છો કે કોબિજમાં એક પ્રકારના કીડા હોય છે, જે તમારા દિમાગ સુધી ઘૂસી શકે છે.  આ કીડા તમારા દિમાગ સુધી કેવી રીતે પહોંચે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે તે જાણીએ.

કેમ હોય છે કોબિજમાં કીડા
મોટાભાગની શાકભાજી ખેતરમાં ઉગે છે. આ કારણે તેમાં વિવિધ પ્રકારના જીવ જેમ કે, એસ્કેરિસ, હુકવોર્મ, ટેપવોર્મ, રાઉન્ડ વોર્મના અતિસૂક્ષ્મ ઈંડા હોય છે, જે પાકમાંથી શાકમાં ઉતરે છે. તેમાંથી એક પરજીવી, ટેવવોર્મના ઈંડા કોબિજના મૂળ રીતે મળી આવે છે. ઉલ્લેખનીય છે કે, કોબિજની કાચી રીત ખાવાથી અથવા તેને યોગ્ય રીતે પકાવીને ન ખાવાથી જીવના ઈંડા દિમાગમાં પહોંચી જાય છે. જે કોઈ પણ વ્યક્તિનું દિમાગી સંતુલન બગાડી શકે છે. 

આ પણ વાંચો : ગુજરાતના યુવા ક્રિકેટર અવી બારોટનું નિધન, 29 વર્ષની વયે આવ્યો હાર્ટ એટેક   

કેવી રીતે નુકસાન પહોંચાડે છે કીડા 
જ્યારે તમે કોબિજનુ સેવન કરો છો તો તમારી નસોમાં રહેલ HCL ના સંપર્કમાં આવવાથી આ કીડા તમારા બહારના કઠોર આવરણને ગાળી દે છે. પછી તે પાચક રસમાંથી પસાર થઈને આંતરડામાં પહોંચી જાય છે. તેના બાદ આંતરડાના મ્યૂકોસાને ચોંટીને નાના નાના વોર્મના રૂપમાં મોટા થવા લાગે છે. આ કીડા આપણા ભોજનમાંથી જ પોષણ પ્રાપ્ત કરે છે અને ધીરે ધીરે વધવા લાગે છે. 

દિમાગમાં કેવી રીતે પહોંચે છે આ કીડા
કોબિજમાં પહોંચનારા આ સૂક્ષ્મ કીડા આંતરડાની મ્યૂકોસોમાં કાંણા પાડીને આપણા શરીરની મુખ્ય રક્ત ધારામાં પહોંચે છે. જેના બાદ તે રક્તની સાથે આપણા blood brain barrier ને તોડીને દિમાગમાં પહોંચી જાય છે. 

આ પણ વાંચો : તરછોડેલો સ્મિત સચિન દિક્ષીતનો જ પુત્ર છે, DNA થયા મેચ

શું શુ તકલીફો આવે છે 
જ્યારે આ કીડા તમારા દિમાગમાં પહોંચી જાય છે તો કોઈ પણ વ્યક્તિની તબિયત પર સીધી અસર થાય છે. હીકકતમાં આ કીડા વિવિધ તંત્રિકા વિકાર જન્ય રોગોનુ કારણ બની શકે છે. આ કીડાથી થનારી બીમારીઓમાં સામેલ છે ફિટ્સ, મિરગીનો એટેક, દિમાગમાં સૂજન, માથાનો દુખાવો, લકવો, મેનિન્જાઈટસ, સ ડ્યુરલ ઈન્ફેક્શનનો શિકાર પણ થઈ શકે છે. 

કેવી રીતે આ કીડાથી બચશો
1 સારી રીતે કોબિજને ધોવી
2 શાકભાજીને સારી રીતે પકાવો
3 દર 6 મહિને ડીવોર્મ દવા અવશ્ય લો 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news