Health Tips: મહિલાઓએ નિયત સમયે કરાવી લેવા જોઈએ આ મેડિકલ ટેસ્ટ, નહીં તો થઈ શકે છે ગંભીર બીમારીઓ

સમયાંતરે કરાવેલા મેડિકલ ટેસ્ટ મહિલાઓને ભવિષ્યના ખતરાથી બચાવી શકે છે. વિદેશમાં તો લોકો સ્વાસ્થ્યના સંદર્ભમાં ખુબ જ સજાગ હોય છે. પરુંતુ કોરોનાએ હવે ભારતમાં પણ લોકોને હેલ્થ પ્રત્યે સજાગ બનાવી દીધાં છે. આ ટેસ્ટ મહિલાઓમાં દેખાતી બીમારીઓ, PCODની સમસ્યા, સ્તન કેન્સર, થાઈરોડ,  બોન ડેંસિટી ટેસ્ટ, દાંતની સમસ્યાથી બચવા અતિઆવશ્યક છે.

Health Tips: મહિલાઓએ નિયત સમયે કરાવી લેવા જોઈએ આ મેડિકલ ટેસ્ટ, નહીં તો થઈ શકે છે ગંભીર બીમારીઓ

ઝી બ્યૂરો, અમદાવાદઃ મહિલાઓનું જીવન ભાગદોડ ભર્યુ રહે છે. તે આખા ઘરનું ધ્યાન રાખે છે પરંતુ પોતાનું ધ્યાન રાખવા માટે સમય નથી ફાળવી શકતી. કારણકે મહિલાએ ઘરની અંદર અને બહાર બંને બાજુએ સંતુલન રાખીને ચાલવાનું હોય છે. જેના કારણે મહિલાઓમાં તણાવની સ્થિતિ પુરુષો કરતા વધારે હોય છે. આ તણાવ ઘણીવાર વણજોઈતી બીમારીઓને આમંત્રણ આપતી હોય છે. એવામાં જો સમયાંતરે કેટલાક ટેસ્ટ કરાવવામાં આવે તો તે ભવિષ્યની મોટી બિમારીથી બચી શકે છે.

No description available.

PCODની સમસ્યા
ઘણીવાર શરીરને બેધ્યાન કરવાના કારણે વિવિધ સમસ્યા સર્જાય છે. તે પૈકીની એક છે પોલી સિસ્ટિક ઓવરી સિંડ્રોમની સમસ્યા એટલે કે PCOD/ PCOSની બીમારી. આ સમસ્યાથી પીડાતી મહિલામાં અનેક બીમારી થવાનો ખતરો રહેલો છે. આ રોગ સામાન્ય રીતે 30-35 વર્ષથી મોટી વયની મહિલાઓમાં જોવા મળે છે. પરંતુ આજકાલ સ્કુલે જતી છોકરીઓમાં પણ આ પ્રકારની સમસ્યા સર્જાય છે. આ બીમારીમાં મહિલાઓના ગર્ભાશયમાં મેલ હોર્મોન એટલે કે androgenનું સ્તર વધી જાય છે. પરિણામ સ્વરૂપે ઓવરીમાં સિસ્ટ્સ બનવા લાગે છે. આ સમસ્યા હોર્મોન્સ અસંતુલિત હોવા કે પછી તણાવ, જાડાપણાંના કારણે સર્જાય છે. સાથે જ કેટલાક કિસ્સામાં આ સમસ્યા જૈનેટિકલી પણ હોય છે. દસમાંથી એક મહિલા આ બીમારીથી પીડાય છે. પરંતુ જો નિયત સમયે ટેસ્ટ કરાવવામાં આવે તો આ સમસ્યાથી સર્જાતી અન્ય સમસ્યાથી બચી શકાય છે.

સ્તન કેન્સરની સમસ્યા
સામાન્ય રીતે ‘સી’ શબ્દથી ઓળખાતી બીમારી સ્તન કેન્સર મહિલાઓ માટે મોટી સમસ્યા છે. સ્તન કેન્સરની જાણ મોડેથી થવાના કારણે મૃત્યુ થવાનું જોખમ પણ રહેલુ હોય છે. મોટાભાગના વિકસીલ અને વિકાસશીલ દેશોમાં સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે મોટાપાયે અભિયાન ચલાવવામાં આવે છે. જીનમાં મ્યૂટેશનનાં કારણે સ્તનની ઉપરની કોશિકાઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થાય છે. WHO દ્વારા સ્તન કેન્સરના મામલે દુનિયાભરમાં કરેલા સંશોધનમાં સામે આવ્યુ છે કે મહિલાઓમાં જોવા મળતુ આ સાધારણ કેન્સર છે. આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં સ્તન કેન્સરના આંકડા ઉત્તરી અમેરિકા અને યૂરોપની તુલનાએ ઓછા હતા. જોકે જીવિત રહેવાનો દર અલગ-અલગ નોંધાયો છે. સ્તનમાં ગાંઠ જેવુ લાગવુ, આખા સ્તન કે કોઈ એક ભાગ સૂજેલો લાગવો, સ્તનની સ્કીનમાં પરિવર્તન દેખાવુ, નિપલમાં ફેરફાર, અંડરઆર્મમાં ગાંઠ લાગવી સ્તન કેન્સરના લક્ષણો છે. આ સિવાય યોગ્ય સમયે કરાવેલા મેમોગ્રાફી ટેસ્ટમાં પણ સ્તન કેન્સર છે કે નહીં તે જાણી શકાય છે. આરોગ્ય વિશ્લેષકોએ જણાવ્યાનુસાર 50 વર્ષથી ઓછી વયની મહિલાઓએ વર્ષમાં એકવાર મેમોગ્રાફી ટેસ્ટ કરાવવો જોઈએ.

થાઈરોડની સમસ્યા
થાઈરોડ એક પ્રકારની ગ્રંથિ છે જે ગરદનની અંદર અને કોલરબોનની બરાબર ઉપર આવેલી હોય છે. થાઈરોડ ગ્રંથિ હોર્મોન બનાવવાનું કામ કરે છે. થાઈરોડની બિમારી એક સામાન્ય સમસ્યા છે જે પુરુષોથી વધારે મહિલાઓને પ્રભાવિત કરે છે. થાઈરોડ ગ્રંથિ સાથે જોડાયેલી ગંભીર સમસ્યાઓમાં થાઈરોડ કેન્સરનું નામ પણ સામેલ છે. આ કેન્સરની સમયસર જાણ થઈ શકે છે ત્યારે જ્યારે તમે ચોક્કસ સમયાંતરે ટેસ્ટ કરાવતા હોવ. જો તમને હોર્મોનલ ફેરફાર જણાય અથવા તો શરીર અચાનક ફુલવા કે પાતળુ થવા લાગે તો થાઈરોડનો ટેસ્ટ કરાવવો હિતાવહ છે.

બોન ડેંસિટી ટેસ્ટ
મહિલાઓએ બોન ડેંસિટી ટેસ્ટ પણ નિયત સમયે કરાવવો જરૂરી છે. બોન મિનરલ ડેંસિટી એટલે કે BMDથી ઓળખાતા આ ટેસ્ટમાં હાકડાની મજબૂતી ચકાસવામાં આવે છે. એક ખાસ પ્રકારના એક્સ રે દ્વારા સ્પાઈન, હાથ-પગના કાંડા, સાંધા, કરોડરજ્જૂની મજબૂતી ચકાસવામાં આવે છે. સામાન્ય રીતે મહિલાઓની રજોનિવૃત્તિના 3થી 6 વર્ષમાં હાડકામાં ઘણા ફેરફાર થાય છે. એવામાં મહિલાઓએ BMC ટેસ્ટ કરાવ્યો હોય તો હાડકાની સમસ્યા સર્જાયા પહેલા તેનો ઈલાજ કરી શકાય. આ સિવાય ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગથી પણ બચી શકાય છે. જે હાડકાને નબળા પાડવાનું કામ કરે છે.

દાંતની સમસ્યા
દાંતમાં કેવી રીતે નુકસાન થાય છે તે વાતને સમજતા પહેલા જાણવુ જરૂરી છે કે આખરે દાંત હોય છે શું? દાંત મોંઢામાં આવેલા નાના રંગની સફેદ રંગની સંરચના હોય છે. જે ખોરાક ચાવવાનું કામ કરે છે. હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે, દાંતમાં કોઈ પરેશાની ન હોય તેમ છતા પણ વર્ષમાં એકવાર દાંતના ડૉક્ટરનો જરૂરથી સંપર્ક કરવો જોઈએ. દાંતોની સફાઈ માટે દર 6 મહિને પોતાના ડેન્ટિસ્ટનો સંપર્ક કરવાની હેલ્થ એક્સપર્ટ્સ સલાહ આપતા હોય છે. કેટલીક વાર દાંતના મૂળમાં થયેલો નાના કણ જેટલો સડો પણ મોટુ નુકસાન પહોંચાડવા માટે પુરતો હોય છે. દાંતને નુકસાન મોટાભાગે વધારે પડતા ખાન-પાનનાં કારણે થાય છે. કેટલીકવાર વધારે પડતી ગળી વસ્તુ ખાવાના કારણે, કૉફી કે નશીલા પદાર્થનું સેવન કરવાના કારણે દાંત ખરાબ થાય છે. દાંતને મૂળ સાથે જોડતી સપાટી ખરાબ થવાના કારણે દાંત વધારે સેન્સેટિવ બની જાય છે. જેના કારણે મોંઢાનું કેન્સર, એનામેલોમાસ, ડાઈલેસરેશન, હાઈપરસીમેન્ટોસિસ જેવી સમસ્યા સર્જાય છે. જો ચોક્કસ સમયે દાંતનું ચેકઅપ કરાવવામાં આવે તો દાંતની સમસ્યામાંથી બચી શકાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news