કેન્સર એક્સપર્ટને આ પ્રશ્ન વારંવાર પૂછે છે મહિલાઓ, શું તમને પણ રહે છે આ ડર?

Cancers : મહિલા જાતે જ બ્રેસ્ટ કેન્સરની તપાસ ઘરે જ કરી શકે છે અને કોઈ શંકા લાગે તો ડોક્ટરનો સંપર્ક કરીને તાત્કાલિક સારવાર કરાવીને પોતાના જીવનને બચાવી શકે છે
 

કેન્સર એક્સપર્ટને આ પ્રશ્ન વારંવાર પૂછે છે મહિલાઓ, શું તમને પણ રહે છે આ ડર?

Cancer Awareness ઉદય રંજન/અમદાવાદ : આજકાલ લોકોમાં કેન્સરમાં પ્રમાણ વધી રહ્યું છે. અનિયમિત લાઈફસ્ટાઈલ અને જંક ફૂડ, તથા પ્લાસ્ટિક ઉપયોગને કારણે કેન્સર આવે છે. ત્યારે મહિલાઓમાં વિવિધ પ્રકારના કેન્સરના ખતરા વધી રહ્યાં છે. બ્રેસ્ટ કેન્સર, લંગ્સ કેન્સર, થાઈરોઈડ કેન્સર જેવા વિવિધ કેન્સર થયા હોય છે. ખાસ કરીને મહિલાઓમા બ્રેસ્ટ કેન્સરનુ પ્રમાણ વધુ હોય છે. આવામાં સમાજની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની સાચી સમજણ અને બ્રેસ્ટ કેન્સરથી કઈ રીતે બચી શકાય તે અંગેની માહિતી હોવી જરૂરી છે. યોગ્ય સમયે નિદાન થાય તો લાંબા ગાળાની સમસ્યાથી બચી શકાય છે.  

મેડિકલ સાયન્સના સર્વે અને રિસર્ચ મુજબ દુનિયામાં દર આઠ મહિલા પૈકી એક મહિલા બ્રેસ્ટ કેન્સર (breast cancer) ની શિકાર થતી હોય છે. અમદાવાદના સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અર્ચના શાહનું માનવું છે કે, બ્રેસ્ટ કેન્સરની બીમારી પહેલેથી જ હતી, પરંતુ પહેલાના સમયમાં મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ ન હતી. જેના કારણે બ્રેસ્ટ કેન્સરની તપાસ કે સારવાર થતી ન હતી. પણ જેમ જેમ મેડિકલ (medical) સાયન્સમાં રિસર્ચ થતા ગયા તેમ તેમ બ્રેસ્ટ કેન્સરની સારવાર ઉપલબ્ધ થવા લાગી. હવે તો એવો સમય આવી ગયો છે કે, મહિલા જાતે જ બ્રેસ્ટ કેન્સરની તપાસ ઘરે જ કરી શકે છે અને કોઈ શંકા લાગે તો ડોક્ટરનો સંપર્ક કરીને તાત્કાલિક સારવાર કરાવીને પોતાના જીવનને બચાવી શકે છે.  

શું છે બ્રેસ્ટ કેન્સર
બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તન કેન્સર. મહિલાના સ્તનમાં નાની કે મોટી ગાંઠ થાય તેને કેન્સરની ગાંઠ કહેવાય, જે મહિલા માટે જીવલેણ પણ બની શકે છે. 

શું કારણ છે બ્રેસ્ટ કેન્સરના 
તેના થવા પાછળ અનેક કારણો છે. આ બીમારી આનુવાંશિક બીમારી પણ છે. માતા, માસી, નાની કે પરિવારની અન્ય મહિલાઓ થકી તે વારસામાં મળી શકે છે. આ ઉપરાંત સ્મોકિંગ, આલ્કોહોલ, જાડાપણું, મહિલા ગર્ભવતી ન થાય, બાળકને સ્તનપાન ન કરાવ્યું હોય, ઈસ્ટ્રોજન વધે અથવા તો હોર્મોન્સની દવા વધુ સમય લીધી હોય તો પણ આ પ્રકારના કેન્સર થઇ શકે છે. બ્રેસ્ટ કેન્સર એ માત્ર 15 ટકા મહિલાઓને પરીવારીક હિસ્ટ્રીમાં હોય તો જ થાય છે  અને 85 ટકા મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અન્ય કારણોથી થઇ શકે છે.  

બ્રેસ્ટ કેન્સરથી બચવા શું કરવું 
વજન વધારવુ નહિ, પૌષ્ટિક આહાર લેવો, સાત્વિક આહાર લેવો, શરીરની ચરબી વધારવા ન દેવી, પ્રોસેસ્ડ ફૂડ ન ખાવું જોઈએ. 

બ્રેસ્ટ કેન્સરમાં શું જીવ બચી શકે છે 
ડોક્ટર અર્ચના શાહ આ વિશે જણાવે છે કે, આવા કિસ્સામાં મહિલાનો જીવ ચોક્સ બચી શકે છે જો પહેલા ખબર પડે તો. મહિલા જાતે જો બ્રેસ્ટ ચેક કરે અથવા ડોક્ટર પાસે ચેકઅપ કરવા માટે તાત્કાલિક પહોંચે તો વધુ સારું. પહેલા અને બીજા સ્ટેજમાં જ જો બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થાય તો સર્જરીથી સારામાં સારી સારવાર થઇ શકે છે અને જો ત્રીજા અને ચોથા સ્ટેજમાં દર્દી આવે તો તેની સારવાર થોડી મુશ્કેલ છે.

બ્રેસ્ટ કેન્સરની શું શું ગેરમાન્યતાઓ છે 
બ્રેસ્ટ કેન્સર અંગે અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. આ ભ્રામક માન્યતાઓ મહિલાઓએ રાખવી ન જોઈએ. ત્યારે મહિલા તબીબે ઝી 24 કલાકના વાચકોને તેના જવાબ આપ્યા છે. 

પ્રશ્ન : ખુબ જ ટાઈટ કપડાં પહેરીએ તો?
જવાબ : ખોટું છે 

પ્રશ્ન : કાળા કલરના કપડા પહેરવાથી? 
જવાબ : ખોટું છે 

પ્રશ્ન : મેમોગ્રાફી કરવાથી બ્રેસ્ટ કેન્સર થાય છે? 
જવાબ : ખોટું છે 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news