Heatwave:કાળઝાળ ગરમીમાં બ્રેઇન સ્ટ્રોકનું જોખમ વધે છે, આ લક્ષણોને ભુલથી પણ ઇગ્નોર કરતાં નહીં
Heatwave:બ્રેઇન સ્ટ્રોક એક જીવલેણ સ્થિતિ છે જેમાં મગજમાં પહોંચતું રક્ત અટકી જાય છે અથવા તો મગજની નસ ફાટી જાય છે. બ્રેઇન સ્ટ્રોકમાં મગજના સેલ્સ ડેમેજ થઈ જાય છે જેના કારણે શરીરની કાર્યપ્રણાલીને પણ અસર થાય છે.
Trending Photos
Heatwave: ભારતના ઘણા રાજ્યોમાં ગરમી દિવસને દિવસે વધી રહી છે. કેટલાક શહેરોમાં તો તાપમાન એટલું વધી ગયું છે કે લૂનો પ્રકોપ લોકોને પરેશાન કરી રહ્યો છે. આ સ્થિતિમાં બ્રેઇન સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે. બ્રેઇન સ્ટ્રોક એક જીવલેણ સ્થિતિ છે જેમાં મગજમાં પહોંચતું રક્ત અટકી જાય છે અથવા તો મગજની નસ ફાટી જાય છે. બ્રેઇન સ્ટ્રોકમાં મગજના સેલ્સ ડેમેજ થઈ જાય છે જેના કારણે શરીરની કાર્યપ્રણાલીને પણ અસર થાય છે.
ડોક્ટરના જણાવ્યા અનુસાર કાળઝાળ ગરમી દરમિયાન શરીરનું તાપમાન ઓછું રહે તે માટે શરીરને વધારે મહેનત કરવી પડે છે. જેના કારણે બ્લડ પ્રેશર પણ વધી શકે છે. સાથે જ ગરમીના કારણે ડીહાઇડ્રેશન પણ થઈ શકે છે. જેના કારણે રક્ત ઘટ્ટ થઈ જાય છે અને રક્ત પરિભ્રમણ ને અસર થાય છે. આ બંને સ્થિતિ બ્રેઇન સ્ટ્રોકનું કારણ બની શકે છે.
બ્રેઇન સ્ટ્રોકના લક્ષણ
અચાનક માથામાં તીવ્ર દુખાવો
શરીરના કોઈ એક ભાગમાં નબળાઈ લાગવી.
હાથ કે પગ સુન્ન થઈ જવા
બોલવામાં સમસ્યા થવી અથવા તો બોલવામાં અસ્પષ્ટતા આવી જવી.
દ્રષ્ટિ સંબંધિત સમસ્યા થવી. આંખે ધૂંધળું દેખાવું.
ચક્કર આવી જવા
અચાનક બેભાન થઈ જવું.
ઉપર જણાવ્યા અનુસારના લક્ષણો કોઈપણ વ્યક્તિને જણાય તો તુરંત જ ડોક્ટર પાસે પહોંચી જવું જોઈએ. આ બધા લક્ષણો બ્રેઇન સ્ટ્રોકના લક્ષણ છે. આ લક્ષણો વિશે ડોક્ટરને જણાવીને તુરંત જ સારવાર શરૂ કરી દેવી જોઈએ.
હીટવેવમાં આ વાતની રાખો કાળજી
બપોરના સમયે જ્યારે તડકો સૌથી વધુ હોય ત્યારે બહાર જવાનું ટાળવું.
આખો દિવસ પાણી પીતા રહેવું જેથી શરીર હાઇડ્રેટ રહે.
આછા રંગના કપડા અને ઢીલા કપડાં પહેરવા.
વૃદ્ધો અને બીમાર લોકોએ તડકાથી બચીને રહેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે