ફૂટી જશે ભાજપનો 5 લાખની લીડનો ફૂગ્ગો! ગુજરાતની 26 માંથી 21 સીટો પર તો માંડ ભેગા થશે મત

Loksabha Election 2024:  ગુજરાતની આ ચાર લોકસભા બેઠકોને બાદ કરતા બાકી 22 બેઠકો પર તો ભાજપ ખુબ સંઘર્ષ કરીને મત ભેગા કરી શક્યું છે. એમ કહો કે, માંડ મત ભેગા થયા તો પણ ખોટું નથી. ખાસ કરીને નવસારી, ગાંધીનગર, વડોદરા, અમદાવાદ પૂર્વ સિવાયની લોકસભા બેઠકો ઉપર જંગી માર્જિન ભાજપ માટે સપનું બની રહેશે

ફૂટી જશે ભાજપનો 5 લાખની લીડનો ફૂગ્ગો! ગુજરાતની 26 માંથી 21 સીટો પર તો માંડ ભેગા થશે મત
  • અબકી બાર 400 પારનો ભાજપનો નારો કોઈ કાળે નહીં થઈ શકે સાકાર
  • ગુજરાતમાં ચાર લોકસભા સીટ ઉપર જ 5 લાખની લીડ મળવાની ભાજપને આશા
  • ગુજરાતની કુલ 26 પૈકીની 22 સીટો પર તો લીડનું સપનું પુરું થવું છે અશક્ય
  • ગુજરાતની 7 થી 8 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે થઈ શકે છે કાટાંની ટક્કર
  • જાણો આ વખતે ચૂંટણીમાં કયા-કયા પરિબળો ભાજપ માટે બન્યા વિલન

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ભાજપે અબકી બાર 400 પારનો નારો આપ્યો હતો. એમાંય ગુજરાત ભાજપે તો તમામ સીટો 5 લાખની લીડથી જીતવાનો દાવો કર્યો હતો. જોકે, જે પ્રકારના કાળઝાળ ગરમીમાં ગુજરાતના મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો છે એ જોતા તો તમામ બેઠકો 5 લાખની લીડથી જીતવાનો ભાજપનો ફુગ્ગો ફૂટી જશે એવું ચોક્કસ પ્રતિત થઈ કહ્યું છે. રાજકીય પંડિતો પણ હવે એ બાબત તરફ ઈશારો કરી રહ્યાં છે. ખાસ કરીને ગુજરાતમાં આ ચૂંટણીમાં 22 માં ઘટેલી લીડ, 24માં ઘટેલું વોટિંગ, આપ-કોંગ્રેસનું મિલન, ક્ષત્રિય આંદોલન જેવા પરિબળો ભાજપ માટે વિલન બની રહ્યાં છે

લોકસભા બેઠક ૨૦૧૯માં લીડ ૨૦૨૨માં લીડ ૧૯ની તુલનાઓ, ૨૪ વોટિંગમાં વધઘટઃ

બેઠક        2019        2024        વધઘટ

(1) નવસારી        6,89,668    6,65,176    -6.44
(2) ગાંધીનગર    5,57,014    5,10,611    -5.77
(3) વડોદરા        5,89, 177    4,65,072    -6.28
(4)અમદાવાદ પૂર્વ    4,34,330    3,73,863    -6.57
(5)પંચમહાલ    4,28,541    3,33,736    -2.88
(6) રાજકોટ        3,68,407    3,08,351    -3.46
(7) વલસાડ        3,53,797    3,16,662    -2.51
(8) ભરૂચ        3,34,214    1,55,270    -4.07
(9) છોટાઉદેપુર    3,77,943    1,95,419    -4.29
(10) ભાવનગર    3,29,519    2,49,487    -4.49
(11) બનાસકાંઠા    3,68,296    76,923        -4.94
 

ક્યા-ક્યા મુદ્દાઓ આ વખતે ભાજપને પડશે ભારે?
વર્ષ 2014 અને વર્ષ 2019 એમ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં સિંગલ હેન્ડેડ જીતતું આવ્યું છે. આ બન્ને ચૂંટણીઓમાં ગુજરાતમાં મોદીનો જાદુ ચાલ્યો છે અને તેના કારણે જ કોંગ્રેસના સુપડાસાફ થયા છે. જોકે, 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં લોકલ મુદ્દાઓ, ક્ષત્રિય આંદોલન, જાતિગત સમીકરણો, વિરોધનો વંટોળ, આંતરીક ખેંચતાણ વગેરે મુદ્દાઓ ભાજપને ભારે પડી શકે છે. 

આ 4 બેઠકો સિવાય ગુજરાતમાં 5 લાખની લીડ ભૂલી જાઓઃ
ગુજરાત ભાજપે લાગલગાટ છેલ્લી બે લોકસભાની ચૂંટણીઓમાં તમામ બેઠકો ઉપર હાંસલ કરેલી ભવ્ય જીતને આધારે આ વખતે ૨૦૨૪ની ચૂંટણીમાં બધી બેઠકો પાંચ લાખ કરતાં જંગી મતોની લીડથી જીતવાનો દાવો પેશ કર્યો હતો, પરંતુ નવસારી, ગાંધીનગર, વડોદરા અને અમદાવાદ પૂર્વ એમ ૪ બેઠકો બાદ કરતાં બાકીની 21 સીટ ઉપર પાંચ લાખના માર્જિનથી જીતવું ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહ્યું છે, આને માટે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં 21 લોકસભા ક્ષેત્રોમાં ભાજપની ઘટેલી લીડ, ૨૦૨૪માં ઘટેલું વોટિંગ ઉપરાંત ક્ષત્રિય આંદોલન, કોંગ્રેસ-આમ આદમી પાર્ટીનું જોડાણ તેમજ અન્ય પરિબળો જવાબદાર બનશે તેમ જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છેકે, આ વખતે ગુજરાતમાં 26માંથી 25 બેઠકો પર જ મતદાન થયું છે. જ્યારે એ પૈકીની એક સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મતદાન પહેલાં જ બિનહરીફ ચૂંટાઈ ગયા હતાં.

આ વખતે જોવા મળી કાટાંની ટક્કરઃ
રાજ્યની લોકસભાની 11 બેઠકો કે જ્યાં ભાજપ ૨૦૧૯માં સવા ત્રણ લાખથી માંડીને સાત લાખ મતોની લીડથી જીત્યું હતું. તેમાં નવસારી, ગાંધીનગર, વડોદરા, અમદાવાદ પૂર્વ, પંચમહાલ, રાજકોટ, વલસાડ, છોટાઉદેપુર, ભરૂચ, બનાસકાંઠા અને ભાવનગર બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો પૈકી પંચમહાલ, રાજકોટ વલસાડ, ભરૂચ, છોટાઉદેપુર, બનાસકાંઠા અને ભાવનગર સંસદીય ક્ષેત્રોમાં આવતી વિધાનસભા બેઠકોમાં ૨૦૨૨માં ભાજપની જીતનું માર્જિન મોટાપાયે ઘટયું છે. ઉપરાંત બનાસકાંઠા અને વલસાડમાં કોંગ્રેસના અને ભરૂચમાં આપના ઉમેદવારો ભાજપને આ વખતે જબરજસ્ત ટક્કર આપી રહ્યાં છે.

2022માં યોજાયેલી વિધાનસભામાં શું થયું હતું?
વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અનુક્રમે બોટાદ, ડેડિયાપાડા, વિસાવદર, ગારિયાધાર અને જામ જોધપુર એમ પાંચ બેઠકો જીત્યા બાદ વિસાવદરનો એકમાત્ર ધારાસભ્યે ભાજપમાં પલટી મારી છે. જયારે ૨૨ની ચૂંટણીમાં કક્કઆપકને કારણે કોંગ્રેસે બીજી ૪૦ જેટલી બેઠકો ગુમાવી હતી. આ વખતે લોકસભાની ચૂંટણીમાં આપ-કોંગ્રેસના જોડાણને કારણે ભાજપના ઉમેદવારોની લીડ ઘટવાની ધારણા છે. આ બધા પરિબળોને કારણે બધી બેઠકો પાંચ લાખની લીડથી જીતવાની ભાજપની જાહેરાત ફિયાસ્કામાં પરિણમવાની શક્યતા છે.

ગુજરાતની આ 4 બેઠકો પર 5 લાખને પાર જઈ શકે છે ભાજપની લીડઃ
ગુજરાતની નવસારી, ગાંધીનગર, વડોદરા, અમદાવાદ પૂર્વ આ ચાર લોકસભા બેઠકો ઉપર જંગી માર્જિનથી ભાજપ લગભગ પાંચ લાખ કરતા પણ વધુ લીડ મેળવે તેવી સંભાવના છે. ખાસ કરીને ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉમેદવાર છે, નવસારી બેઠક પરથી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ ઉમેદવાર છે. અમદાવાદ પૂર્વની બેઠક પરથી હસમુખ પટેલ ઉમેદવાર છે. જ્યારે વડોદરા બેઠક પર હેમાંગ જોશીને ભાજપે આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અહીં ઉમેદવારોના દમ પર વધુ લીડ મેળવી શકે છે ભાજપ.

ગુજરાતની આ 21 બેઠકો પર ભાજપને જીત માટે કરવો પડશે સંઘર્ષઃ
1) કચ્છ
2) પાટણ
3) મહેસાણા
4) સાબરકાંઠા
5) અમદાવાદ વેસ્ટ
6) સુરેન્દ્રનગર
7) રાજકોટ
8) પોરબંદર
9) જામનગર
10) જુનાગઢ
11) અમરેલી
12) ભાવનગર
13) આણંદ
14) ખેડા
15) પંચમહાલ
16) દાહોદ
17) છોટા ઉદેપુર
18) ભરૂચ
19) બનાસકાંઠા
20) બારડોલી
21) વલસાડ

ગુજરાતની આ 6 બેઠકો પર જીતવું ભાજપ માટે મોટો પડકારઃ
1) બનાસકાંઠા
2) પાટણ
3) આણંદ
4) ભરૂચ
5) પોરબંદર
6) રાજકોટ

આ વખતે લોકસભા ચૂંટણીમાં શું છે ફલોદી સટ્ટાબજારનું અનુમાન?
ફલોદી સટ્ટા બજાર ભાજપ 345 થી વધુ સીટો મળવાનું અનુમાન લગાવ્યું હતું, જે હવે 300 પણ પાર કરી રહ્યું નથી. તો બીજી તરફ પહેલાં કોંગ્રેસને 40-45 સીટો આપી રહ્યા હતા, જે હવે 64 સુધી પહોંચી ગઇ. એવામાં સાત તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. અહેવાલો મુજબ તેણે ભાજપની આગેવાની હેઠળના એનડીએને બેઠકો મળવાનું અનુમાન ઘટાડયું છે. ગુજરાતમાં ફલોદી સટ્ટા બજાર ભાજપને તમામ 26 માંથી 26 બેઠકો આપી રહ્યું છે. જોકે, એમાંય સાતથી આઠ બેઠકો પર તો જીતવા માટે પણ ભાજપને કરવો પડશે સંઘર્ષ એવો ઈશારો કરવામાં આવ્યો છે. 

કોઈ ઉમેદવારને ગુજરાતમાં 5 લાખની લીડ ક્યારે મળી શકે?
કોઇપણ લોકસભા બેઠક પર 5 લાખની લીડ મેળવવી ત્યારે શક્ય બની જાય જ્યારે ત્યાં મતદાન વધુ હોય. જે સીટ પર જેટલું મતદાન ઓછું, 5 લાખની લીડ મળવી એટલી જ મુશ્કેલ. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન થઈ ગયા બાદ ચૂંટણીપંચે સત્તાવાર આંકડા જાહેર કરી દીધા છે. જેમાં ત્રણ પ્રકારની માહિતી છે. જે તે લોકસભા મતવિસ્તારમાં કુલ કેટલા મતદાર છે, કુલ મતદારોમાંથી કેટલા લોકોએ મતદાન કર્યું, જે-તે લોકસભા મતવિસ્તારમાં કેટલા ટકા મતદાન થયું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news