ઉનાળામાં પરસેવાના કારણે થતી ખંજવાળથી છો પરેશાન, તો અપનાવો આ ઉપાય

જો તમને પણ ગરમીમાં આવી જ મુશ્કેલી થતી હોય તો અમે તમને થોડા ઘરેલું ઉપાયો બતાવીશું જેનાથી ખંજવાળની સમસ્યાથી બચી શકો છો. 

ઉનાળામાં પરસેવાના કારણે થતી ખંજવાળથી છો પરેશાન, તો અપનાવો આ ઉપાય

ગરમીમાં તળકાના કારણે પરસેવો થાય છે જેથી ઘણી બધી સમસ્યા થાય છે. પરસેવો સૂકાયા બાદ ખંજવાળની સમસ્યા થાય છે. જો સમય પર તેની કાળજી લેવામાં ન આવે તો ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. જો તમને પણ ગરમીમાં આવી જ મુશ્કેલી થતી હોય તો અમે તમને થોડા ઘરેલું ઉપાયો બતાવીશું જેનાથી ખંજવાળની સમસ્યાથી બચી શકો છો. 

પરસેવાથી થવાવાળી ખંજવાળને આવી રીતે દૂર કરો

1. બટાકાના ઉપાયથી ખંજવાળને દૂર કરી શકાય છે. તમે બટાકાને સ્લાઈસની જેમ કાપી લો અને ફ્રીજમાં મુકી દો હવે જ્યાં તમને ખંજવાળ આવી રહી હોય તે જગ્યા પર આ બટાકાની ઠંડી સ્લાઈસને મુકો. આ ઉપાય બાદ તમે તમારા શરીરની આ જગ્યાને પાણીથી સાફ કરી દો. આવું કરવાથી ગરમીમાં થયેલી ખંજવાળ દૂર થઈ જશે. 

2. ગરમીઓમાં મિલ્તાની માટી વરદાન રૂપ છે. આ સ્કિનને ઠંડક આપે છે. જ્યારે સ્કિનને ઠંડક મળે છે ત્યારે ખંજવાળની સમસ્યા આપોઆપ દૂર થઈ જાય છે. પરસેવાના કારણે થવાવાળી ખંજવાળને દૂર કરવા માટે એક ચમચી મુલ્તાની માટીમાં ગુલાબ જળને મીલાવીને એક પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને 10 મિનિટ સુધી લગાવીને રાખો. ત્વચા મુલાયમ થશે અને ખંજવાળની સમસ્યા દૂર થશે. 

3. તુલસીના ઉપયોગથી પણ તમે ખંજવાળની સમસ્યાને દૂર કરી શકો છો. તુલસીમાં રહેલા એન્ટીફંગલ, એન્ટીમાઈક્રોબોયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ શરીરને સ્વસ્થ રાખે છે. ગરમીમાં પરસેવાના કારણે થવાવાળી ખંજવાળને દૂર કરવા માટે તુલસીના પત્તાને પીસી લો અને તેની પેસ્ટ બનાવીને લગાવો આ પેસ્ટ 15 મિનિટ સુધી રાખી મુકો ત્યાર બાદ તેને નોર્મલ પાણીથી ધોઈ નાંખો. આ ઉપાય કરવાથી ખંજવાળની સમસ્યાથી રાહત મળશે. 

4. નારીયેળનું તેલ લગાવીને પણ તમે ખંજવાળની સમસ્યાથી તમે રાહત મેળવી શકો છો. કેમ કે આ તેલમાં એન્ટિબેક્ટેરીયા રહેલા છે જેનાથી એન્ટી ઈન્ફેલેમેટરી ગુણ સ્કિનથી હેક્ટેરીયા હટાવીને ખંજવાળને દૂર કરે છે. આ ઉપાયથી ડ્રાઈ સ્કિનની સમસ્યા પણ દૂર થાય છે. 

5. એલોવેરા સ્કિનને ઠંડક આપતું હોવાથી સ્કિનને લગતી ઘણી બધી સમસ્યાઓ તેનાથી દૂર થાય છે. આ સન બર્નને ઠીક કરવાની સાથે ખંજવાળની સમસ્યાને દૂર કરે  છે. ત્વચાને ઠંડક મળલા થઈ ખંજવાળની સમસ્યા દૂર થાય છે. 

(Disclaimer: આ આર્ટીકલમાં જણાવવામાં આવેલા ઉપાયોનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news