White Hair: કિચનમાં રાખેલા આ બીજથી સફેદ વાળ થઈ જશે કાળા, આ રીતે કરો ઉપયોગ

White Hair Problems Solution: કોઈ વ્યક્તિની ઈચ્છા નથી કે તેના વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગે, તેવામાં સફેદ વાળને ફરી કાળા કરવા માટે તમે સરસવના બીજનો ઉપયોગ કરી શકો છો. 

White Hair: કિચનમાં રાખેલા આ બીજથી સફેદ વાળ થઈ જશે કાળા, આ રીતે કરો ઉપયોગ

નવી દિલ્હીઃ Mustard Seeds For Premature White Hair: પ્રદૂષણ, ટોક્સિક વાતાવરણ, અનહેલ્ધી ડાયટ, ઝડપથી બદલાતી લાઇફસ્ટાઇલ અને મેકિકલ બેસ્ડ પ્રોડક્ટને કારણે આપણા વાળને ખુબ નુકસાન પહોંચ્યું છે. તેનાથી વાળ ખરાબ થવા લાગે છે. સૌથી મોટી મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે યુવાનોના માથા પર વાળ સફેદ થવા લાગે છે. વાળ સફેદ થવાને કારણે યુવાઓના આત્મવિશ્વાસ પર પણ અસર પડે છે. તેવામાં આ સફેદ વાળને તમે કુદરતી રીતે ફરી કાળા કરી શકો છો.

સરસવના બીજ દ્વારા વાળને કરો કાળા
સફેદ વાળને ફરીથી કાળા કરવા માટે તમે સરસવના બીજનો ઉપયોગ (Mustard Seeds for White Hair) કરી શકો છો, કારણ કે તેના દ્વારા વાળને મૂળમાંથી પોષણ મળશે. સાથે તમે હેર ફોલ, હેર ડેમેજ અને ડેન્ડ્રફની સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકશો. 

વાળના સ્વાસ્થ્યના મામલામાં સરસવના બીજ ચમત્કાર કરી શકે છે. સરસવના બીજમાં વિટામિન એ હોય છે, જે તે પોષક તત્વ છે જેના દ્વારા સ્કેલ્પના પોષણ અને હેર રિઝેનરેશન (Hair Regeneration)  અને કોલાજેન (Collagen) ને બૂસ્ટ કરવામાં મદદ મળે છે. 

આ સિવાય સરસવના બીજોમાં પ્રોટીન, કેલ્શિયમ, ઓમેગા-3 અને વિટામિન ઈ જેવા મહત્વના ન્યૂટ્રિએન્ટ્સ હોય છે, જે બાળકને મજબૂતી આપવા સાથે તેને કાળા કરવામાં મદદ કરે છે. વિટામિન ઈમાં એન્ટી ઓક્સિડેન્ટ પ્રોપર્ટીઝ જોવા મળે છે જે સ્કેલ્પમાં ફ્રી રેડિકલ એક્ટિવિટીને રોકે છે. 

સરસવના બીજનો આ રીતે કરો ઉપયોગ
1. તેલનો કરો ઉપયોગ

સરસવના બીજમાંથી કાઢવામાં આવેલું તેલ વાળના સ્વાસ્થ્ય માટે કોઈ ઔષધિથી ઓછુ નથી. સૌથી પહેલા તેલને ગરમ કરી લો અને પછી તેને બાળ અને સ્કેલ્પ પર માલિશ કરો. તેનાથી મૂળમાં લોહીનું ભ્રમણ વધી જશે અને ધીમે-ધીમે વાળ ડાર્ક થવા લાગશે. 

2. હેર માસ્ક કરો તૈયાર
સૌથી પહેલા સરસવના બીજને પીસી લો અને તેને સુકવીને પાઉડર તૈયાર કરી લો. હવે એક વાસણ લો અને તેમાં એક ચમસી સરસવનો પાઉડર અને એક ઈંડુ મિક્સ કરો. તેમાં નાળિયેર અને એરંડિયાનું તેલ મિક્સ કરતા હેર માસ્ક તૈયાર કરો. અંતમાં શેમ્પૂ અને પાણીથી વાળ ધોઈ લો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તમે તેને અપનાવતા પહેલાં કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news