શિયાળામાં પાણીમાં આ વસ્તુઓને નાખીને પીવો, ફાયદાઓ જાણીને ચોંકી જશો
શિયાળાની ઋતુમાં તુલસી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ આપી શકે છે. તુલસીનું પાણી પીવાના હોય છે અનેક ફાયદાઓ.
Trending Photos
તુલસીનું પાણી પીવાથી અનેક બીમારીઓથી દૂર રાખી શકાય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરદી અને ઉધરસમાં જ નહીં, પરંતુ પાચન સંબંધી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.
જાણો તુલસીનું પાણી સ્વાસ્થ્ય માટે કેમ ખાસ છે
જાણીતા આયુર્વેદ ડૉક્ટર અબરાર મુલતાની કહે છે કે દરરોજ તુલસીના પાનનું સેવન કરવાથી શરીર ડિટોક્સિફાય થાય છે. આ સાથે તુલસી શરીરના તાપમાનને પણ નિયંત્રણમાં રાખે છે. તુલસીના પાનનું સેવન કરવાથી પણ વજન ઓછું થાય છે. તેમજ કોલેસ્ટ્રોલ પણ વધતું નથી.
શિયાળામાં તુલસી છે ફાયદાકારક
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે શિયાળામાં હળદર અને તુલસીનો ઉકાળો માત્ર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, પરંતુ શરદી અને ગળાના દુખાવાની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. જો તમને પેટ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તમે તુલસીનું પાણી પીવાથી તેનાથી છુટકારો મેળવી શકો છો.
આ રીતે તુલસીનું પાણી તૈયાર કરો
1.જો એસિડિટી હોય તો રોજ 2 થી 3 તુલસીના પાન ચાવવા.
2. નારિયેળના પાણીમાં તુલસીના પાન અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો.
3. ચા અથવા ઉકાળામાં તુલસી ભેળવીને ખાવાથી પાચનક્રિયામાં મદદ મળે છે
ખાલી પેટે તુલસીનું પાણી પીવાના અનેક ફાયદા
તેના સેવનથી વાઈરલ ઈન્ફેક્શનથી ઘણી હદ સુધી બચી શકાય છે.
તુલસીનું પાણી પીવાથી શરદી અને ગળાના દુખાવા માંથી આરામ મળશે
ડાયાબિટીસના દર્દીઓનું શુગર લેવલ નિયંત્રણમાં રહેશે
ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
પાચન સંબંધી સમસ્યાઓ દૂર રહે છે.
કબજિયાત અને લૂઝ મોશનની સમસ્યાથી રાહત મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે