આ 3 શાકભાજીનું જ્યુસ પીવાનું કરશો શરુ તો બીપી, ડાયાબિટીસ જેવી બીમારી તમારાથી રહેશે દુર

Healthy Juice: ઉનાળો આવે છે ત્યારે કંઈજ ખાવાનું મન નથી થતું. આ સમય દરમિયાન ગરમીના કારણે સતત પ્રવાહી પીવાની ઈચ્છા થાય છે. જો કે ઉનાળા દરમિયાન નિષ્ણાંતો પણ એવા આહારનું સેવન વધારે કરવાની સલાહ આપે છે જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય.

આ 3 શાકભાજીનું જ્યુસ પીવાનું કરશો શરુ તો બીપી, ડાયાબિટીસ જેવી બીમારી તમારાથી રહેશે દુર

Healthy Juice: સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો નિયમિત રીતે અને સમયસર યોગ્ય આહાર લેવો ખૂબ જ જરૂરી છે. પરંતુ જ્યારે ઉનાળો આવે છે ત્યારે કંઈજ ખાવાનું મન નથી થતું. આ સમય દરમિયાન ગરમીના કારણે સતત પ્રવાહી પીવાની ઈચ્છા થાય છે. જો કે ઉનાળા દરમિયાન નિષ્ણાંતો પણ એવા આહારનું સેવન વધારે કરવાની સલાહ આપે છે જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય. ઉનાળામાં તરબૂચ, શેરડી, કેરી વગેરેના રસ તો તમે પણ પીતા હશો પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં ફળોની જેમ શાકભાજીના રસ પીવાથી પણ ઘણા ફાયદા થાય છે ? આજે તમને જણાવીએ ઉનાળા માટે બેસ્ટ એવા શાકભાજીના જ્યુસ વિશે. આ જ્યુસ પીવાથી તમારું સ્વાસ્થ્ય ઉનાળામાં પણ ટનાટન રહેશે.
 

આ પણ વાંચો:

કાકડીનો રસ- ઉનાળામાં કાકડી શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે. તમે રોજ કાકડીનો જ્યુસ પીને શરીરને ડીહાઈડ્રેશનથી બચાવી શકો છો. સાથે જ તે શરીરને ડિટોક્સ પણ કરે છે.

 

દૂધીનું જ્યુસ- દૂધીનું જ્યુસ મોટાભાગના લોકોને સ્વાદિષ્ટ નથી લાગતું પરંતુ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ માટે જ્યુસ રામબાણ દવા જેવું છે.  ઉનાળામાં તેને પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા નથી થતી.

 

કારેલાનો રસ-  કારેલાને ડાયાબિટીસના દુશ્મન માનવામાં આવે છે. જે લોકોનું બ્લડ સુગર કંટ્રોલમાં ન હોય તેમણે એક અઠવાડિયા સુધી રોજ કારેલાનો રસ પીવો જોઈએ. કારેલાનો રસ પીવાથી પેટ સંબંધિત બીમારી પણ મટે છે.  

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news