How Much Water to drink in a Day: 8 ગ્લાસ નહી પણ શરીરને એક દિવસમાં આટલા પાણીની જરૂર, નવી સ્ટડીએ ચોકાવ્યા

How much Water to Drink: આ સ્ટડી 26 દેશોના 5600 થી વધુ લોકો પર કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ આ લોકોને પાંચ ટકા 'બમણા લેવલવાળા પાણી' થી સમૃદ્ધ 100 મિલીલીટર પાણી આપ્યું. આ એક પ્રકારનું પાણી હોય છે. જેમાં કેટલાક હાઇડ્રોજન મોલિક્યૂલ્સને સ્થિર ડ્યૂટેરિયમ નામના આઇસોટોપ એલિમેન્ટથી રિપ્લેસ કરવામાં આવે છે. 
 

How Much Water to drink in a Day: 8 ગ્લાસ નહી પણ શરીરને એક દિવસમાં આટલા પાણીની જરૂર, નવી સ્ટડીએ ચોકાવ્યા

New Study on Drinking Water: અત્યાર સુધી આપણે લોકોને એમ કહેવામાં આવ્યું છે કે દરરોજ વધુ માત્રામાં પાણી પીવું જોઇએ. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ નવા સ્ટડીમાં દાવો કર્યો છે કે દિવસમાં 8 ગ્લાસ પાણી પીવું કદાચ વધુ છે. આ નવા સ્ટડી જર્નલ સાયન્સમાં પબ્લિશ થયો છે. જેનું ટાઇટલ છે- 'Variation in human water turnover associated with environmental and lifestyle factors.તેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે માણસના સેવન માટે પાણીની જરૂરિયાતોને મેનેજ કરવી વધુ મુશ્કેલ હોઇ શકે છે કારણ કે ધરતીની જળવાયુ અને માનવ વસ્તીમાં પરિવર્તન થાય છે. 

આ સ્ટડી 26 દેશોના 5600 થી વધુ લોકો પર કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ આ લોકોને પાંચ ટકા 'બમણા લેવલવાળું પાણી' થી સમૃદ્ધ 100 મિલીલીટર પાણી આપ્યું. આ એક પ્રકારનું પાણી હોય છે. જેમાં કેટલાક હાઇડ્રોઇજન મોલિક્યૂલ્સને સ્થિર ડ્યૂટેરિયમ નામના આઇસોટોપ એલિમેન્ટથી રિપ્લેસ કરી દેવામાં આવે છે. આ સંપૂર્ણપણે સુરક્ષિત અને માનવ શરીરમાં સ્વાભાવિક રૂપથી હોય છે. જે ગતિથી અતિરિક્ત ડ્યૂટેરિયમ ખતમ થઇ જાય છે, તેનાથી ખબર પડે છે કે શરીર કેટલી ઝડપથી પોતાનું પાણી બદલી રહ્યું છે. 

20-30 વર્ષની ઉંમરના પુરૂષો અને 20 થી 55 વર્ષની મહિલાઓમાં વધુ વોટર ટર્નઓવર જોવા મળ્યું, જે પુરૂષોમાં 40 ની ઉંમર અને મહિલાઓમાં 65 વર્ષની ઉંમર પછી ઓછું થઇ જાય છે. નવજાત શિશુઓમાં પાણીનું ટર્નઓવર દર સૌથી વધુ છે, જે દરરોજ લગભગ 28 ટકા જગ્યા લેતી હતી. પુરૂષ સમાન પરિસ્થિતિમાં મહિલાઓની તુલનામાં દરરોજ લગભગ અડધો લીટર વધુ પાણી પીવે છે. 

રિસર્ચર્સ કહે છે, ''આ હાલનો સ્ટડી સંકેત આપે છે કે તમામ માટે પાણી પીવાનો આકાર એક સમાન હોઇ શકે છે અને જે 8 ગ્લાસ પાણી દરરોજ પીવાની સલાહ આપવામાં આવે છે, તેના કોઇ નક્કર પુરાવા નથી.'' વિકસિત દેશોના લોકો જે ક્લાઇમેંટ કંટ્રોલવાળી ઇનડોર સેંટિંગ્સમાં રહે છે, તેમની ગરબી દેશોના મુકાબલે વોટર ટર્નઇઓવર ઓછી છે કારણ કે ગરીબ દેશોના લોકો મેન્યુઅલ લેબર્સ તરીકે કામ કરે છે. સ્ટડી વિશે ટિપ્પણી કરતાં વૈજ્ઞાનિકોએ કહ્યું, 'આ નવી ગાઇડલાઇન્સ વધુ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે વધતી જતી વસ્તુ અને જળવાયું પરિવર્તન સામે દુનિયા ઝઝૂમી રહી છે, જેનાથી માનવ ખપત માટે પાણીની ઉપલબ્ધતા પ્રભાવિત થશે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news