આ 5 ભારતીય વાનગીઓ શરીરને રાખે છે સ્વસ્થ, ખાવાથી શરીરની પોષકતત્વોની જરૂરીયાત થાય છે પુરી

Healthy Indian Foods: જે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોય તે લોકો પૌષ્ટિક હોય તેવા ભારતીય વ્યંજન ખાવાનું પસંદ કરે છે. આજે તમને એવા જ કેટલાક ભારતીય વ્યંજન વિશે જણાવીએ જે શરીરને હેલ્દી રાખે છે અને તેને ખાવાથી શરીરની પોષક તત્વોની જરૂરિયાતો પૂરી થાય છે.

આ 5 ભારતીય વાનગીઓ શરીરને રાખે છે સ્વસ્થ, ખાવાથી શરીરની પોષકતત્વોની જરૂરીયાત થાય છે પુરી

Healthy Indian Foods: મોટાભાગના લોકો આહારમાં સ્વાદને વધારે મહત્વ આપે છે. તેથી જ મસાલેદાર ઘી વાળા અને તેલવાળા ખોરાકની પસંદગી વધારે કરવામાં આવે છે. કારણ કે તે ખાવામાં ચટપટા હોય છે. જોકે જે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોય તે લોકો આવી વસ્તુઓથી દૂર રહે છે અને પૌષ્ટિક હોય તેવા ભારતીય વ્યંજન ખાવાનું પસંદ કરે છે. આજે તમને એવા જ કેટલાક ભારતીય વ્યંજન વિશે જણાવીએ જે શરીરને હેલ્દી રાખે છે અને તેને ખાવાથી શરીરની પોષક તત્વોની જરૂરિયાતો પૂરી થાય છે. 

આ પણ વાંચો: 

રોટલી 

દરેક ભારતીય ઘરમાં રોટલી દિવસમાં એક વખત તો બને જ છે. ઘઉંના લોટની રોટલી ખાવાનું દરેકને પસંદ હોય છે. ભારતમાં ઘઉં સિવાય બાજરો, જુવાર અને મલ્ટીગ્રેન લોટમાંથી પણ રોટલી બને છે. રોટલી હેલ્થ માટે ખુબ જ સારી છે. 

સ્ટીમ રાઈસ

ભારતના કોઈપણ રાજ્યમાં જાવ તમને સ્ટીમ રાઈસ એટલે કે ભાત અચૂક ખાવા મળે. કેટલાક રાજ્યોમાં તો ભાત વિના ભોજન અધૂરું માનવામાં આવે છે. કેટલાક લોકો ચોખાને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણે છે પરંતુ એવું નથી. જો તમારે સફેદ ચોખા ખાવાનું ટાળવું હોય તો બ્રાઉન રાઈસ ખાઈ શકો છો તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

ઢોકળા

ગુજરાતના ઢોકળા તેના ટેસ્ટ માટે દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ વાનગી સ્વાસ્થ્ય માટે સારી પણ છે. તેમાં લો ફેટ અને લો કેલરી હોય છે જેના કારણે તેનું સેવન નિયમિત કરી શકાય છે.

આ પણ વાંચો: 

દાળ

દાળ પ્રોટીન રીચ હોય છે તેથી શાકાહારી લોકો માટે દાળ પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટેનો બેસ્ટ વિકલ્પ છે. તે સ્વાસ્થ્ય છે માટે સારી છે અને સ્વાદિષ્ટ પણ હોય છે.

લીલા શાકભાજી

લીલા શાકભાજી પ્રોટીન રીચ હોવાની સાથે શરીરની આયર્ન ની જરૂરિયાતોને પણ પૂરી કરે છે તેથી રોજના આહારમાં લીલા શાકભાજીનું સેવન પણ કરવું જોઈએ જેથી શરીરની પોષક તત્વો ની જરૂરિયાત પૂરી થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news