White Bread: શું તમે પણ સવારે નાસ્તામાં કરો છો સફેદ બ્રેડનું સેવન, આ 3 નુકસાન ઉઠાવવા રહો તૈયાર
White Bread Eating Risk: સફેદ બ્રેડને આપણે ઘણા પ્રકારે ખાવાનું પસંદ કરીએ છીએ, તેનાથી બનેલી રેસેપી ઝડપથી તૈયાર થઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે તેનાથી કેટલું નુકસાન થઈ શકે છે.
Trending Photos
Disadvantages of Eating White Bread: સફેદ બ્રેડ આપણી જિંદગીનો મહત્વનો ભાગ બની ચુકી છે. ખાસ કરીને સવારના નાસ્તામાં આપણે સેન્ડવિચ તરીકે તેને ખાવાનું પસંદ કરીએ છીએ કે પછી ટોસ્ટના રૂપમાં તેને ખાવામાં આવે છે. આ પ્રકારના ભોજનને તૈયાર કરવામાં વધુ સમય લાગતો નથી, તેથી સવારે ઓફિસ કે સ્કૂલ જતા સમયે ઉતાવળમાં તેને ખાવી સરળ હોય છે, પરંતુ ઘણા લોકો વાઇટ બ્રેડથી થતા નુકસાનથી અજાણ છે.
સફેદ બ્રેડથી વધુ નુકસાન
ગ્રેટર નોઇડાના GIMS હોસ્પિટલમાં કાર્યરત જાણીતા ડાઇટીશિયન ડો. આયુષી યાદવ (Dr. Ayushi Yadav)એ ઝી ન્યૂઝને જણાવ્યું કે જો આપણે દરરોજ સફેદ બ્રેડનું સેવન કરીએ છીએ તો સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે. તમે વાઇટ બ્રેડની જગ્યાએ હોલ ગ્રેન, કે મલ્ટી ગ્રેનની રોટલી ખાવો, જે સ્વાસ્થ્ય માટે લાભકારી છે.
1. મીઠાનું વધુ પ્રમાણ
મોટાભાગની સફેદ બ્રેડમાં મીઠાનું પ્રમાણ અને પ્રિઝર્વેટિવ્સ ખૂબ જ વધારે હોય છે, કારણ કે તેને ઘણા દિવસો સુધી બજારમાં વેચવી પડે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારી નથી, કારણ કે તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે. જે લોકો ખૂબ જ સફેદ બ્રેડનું સેવન કરે છે તેમના માટે આ જોખમ વધારે છે.
2. વધી શકે છે વજન
સફેદ બ્રેડમાં પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ, શુદ્ધ ખાંડ અને મીઠું હોય છે, જે આપણા શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો બ્લડ શુગર લેવલ અને ફેટ ઝડપથી વધે છે, જેના કારણે ડાયાબિટીસ અને મેદસ્વીતાનો ખતરો ઉભો થાય છે.
3. હાર્ટના સ્વાસ્થ્યનું નુકસાન
બ્રેડમાં સોડિયમની માત્રા વધુ હોવાથી બીપી વધવાનું જોખમ વધુ હોય છે. હાઈ બ્લડ પ્રેશરનો અર્થ છે કે લોહીને ધમનિઓથી હાર્ટ સુધી પહોંચવામાં ભાર લગાવવો પડે છે, જેનાથી કોરોનરી આર્ટરી ડિસિઝ, ત્રિપલ વેસ્લ ડિસિઝ અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખાન અને સામાન્ય માહિતી પર આધારિત છે. તમે ચિકિત્સીય સલાહ જરૂર લો.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે