Military Diet કરશો તો ફટાફટ ઓગળશે ચરબી, ત્રણ જ દિવસમાં દેખશે અસર

લોકો પોતાનું વજન ઓછું કરવાની ઘણી કોશિશો કરે છે. પરંતુ બૉડીને શેઈપમાં લાવવા માટે તેમણે રાહ જોવી પડે છે. આજે અમે તમને એવું ડાયેટ જણાવવા જઈ રહ્યા છે, જેની મદદથી તમે અઠવાડિયામાં સાડા ચાર કિલો જેટલું વજન ઓછું(weight loss) કરી શકો છો. 

Military Diet કરશો તો ફટાફટ ઓગળશે ચરબી, ત્રણ જ દિવસમાં દેખશે અસર

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજકાલ લોકો પોતાની ફિટનેસ માટે ખૂબ જ જાગૃત થઈ ગયા છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેઓ વધારે વજનના કારણે પરેશાન છે. આવા લોકો પોતાનું વજન ઓછું કરવાની ઘણી કોશિશો કરે છે. પરંતુ બૉડીને શેઈપમાં લાવવા માટે તેમણે રાહ જોવી પડે છે. આજે અમે તમને એવું ડાયેટ જણાવવા જઈ રહ્યા છે, જેની મદદથી તમે અઠવાડિયામાં સાડા ચાર કિલો જેટલું વજન ઓછું (weight loss) કરી શકો છો. જેને મિલિટ્રી ડાયેટ (Military Diet)ના નામથી જાણવામાં આવે છે.

સૈનિકો માટે તૈયાર કરાયું છે ડાયેટ
સૈનિકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલું ડાયેટ છે મિલિટરી ડાયેટ(Military Diet). ઓછા સમયમાં જવાનો વજન ઓછું (weight loss) કરી શકે તે માટે આ ડાયેટ છે. આ ડાયેટ એટલું સરળ છે કે સામાન્ય લોકો પણ કરી શકે છે. જેમાં અઠવાડિયામાં 3 દિવસ ઓછી કેલેરી વાળું હેલ્થી ફૂડ ખાવાનું છે. જ્યારે બાકીના ચાર દિવસ ડાયેટનું પાલન નથી કરવાનું. આ ડાયેટ ત્યાં સુધી ફૉલો કરવાનું છે જ્યાં સુધી તમારું વજન ઓછું ન થઈ જાય. જેના માટે નીચેની બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે.

જાણો કાલભૈરવને શા માટે ચઢે છે દારૂનો પ્રસાદ...

1. આ ડાયેટની ખાસિયત એ છે કે તે ફેટ ઓછી કરવાની સાથે મેટાબૉલિઝમને કિકસ્ટાર્ટ કરે છે. જેનાથી વજન સરળતાથી ઓછું થાય છે.

2. અઠવાડિયામાં ચાર દિવસ જ્યારે તમે ડાયેટ પર નહીં હો ત્યારે તમારે 1300 થી 1500 કેલેરી લેવાની છે. વજન ઓછું કરવામાં કોઈ પરેશાની ન આવે એટલે તેમાં કાર્બ્સનું પ્રમાણ ઓછું રાખવાનું છે.

3. ડાયેટમાં કોલ્ડ ડ્રિંક્સનું સેવન જરા પણ નથી કરવાનું. આ ડાયેટમાં વધુમાં વધુ લિક્વિડનું સેવન કરવાનું છે.

4. જો તમે આ ડાયેટ ફૉલો કરો છો તો 20 મિનિટ ચાલવું પડશે. અન્ય કોઈ કસરત કરવાની જરૂર નહીં રહે.

આ રહ્યો ડાયેટ ચાર્ટ

પહેલો દિવસ
નાસ્તામાં 1/2 કપ દ્રાક્ષ, 1 ટોસ્ટ સ્લાઈસ, 2 ચમચી પીનટ બટર, ચા કે કૉફી ખાંડ વગર

લંચમાં 1 ટોસ્ટ સ્લાઈસ, કૉફી કે ચા

ડિનરમાં 1 કપ લીલા બીન્સ, 1/2 કેળું, 1 નાનું સફરજન અને 1 કપ વેનીલા આઈસક્રીમ

બીજો દિવસ
નાસ્તામાં 1 ઈંડુ, 1 ટોસ્ટ સ્લાઈસ. 1/2 કેળું

લંચમાં 1 કપ કૉટેજ ચીઝ કે એક સ્લાઈસ ચેડર ચીઝ, 1 બાફેલું ઈંડુ, 5 સેલ્ટાઈન ક્રેકર્સ

ડિનરમાં 2 હૉટ ડૉગ, 1 કપ બ્રોકલી, 1/2 કપ ગાજર, 1/2 કેળું અને 1/2 કપ વેનીલા

Happy BirthDay Ahmedabad: કેવી રહી શહેરની 6 સદીની સફર...અમદાવાદ કલ, આજ ઔર કલ...

ત્રીજો દિવસ
નાસ્તમાં 5 સોડા ક્રેકર્સ, 1 સ્લાઈસ ચેડર ચીઝ, એક નાનું સફરજન

લંચમાં એક બાફેલું ઈંડુ, એક ટોસ્ટ સ્લાઈસ

ડિનરમાં એક કપ ચીઝ, 1/2 કેળું, 1 કપ વેનિલા આઈસક્રીમ

આટલું રાખો ધ્યાન
તમારે એક મહિના સુધી અઠવાડિયામાં 3 દિવસ આ ડાયેટ ફૉલો કરવાનું છે. બાકી ચાર દિવસ 1300 થી 1500 કેલેરી જ લેવાની છે. સાથે 20 મિનિટ રોજ ચાલવું જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news