અચાનક 'હુનર હાટ' પહોંચ્યા વડાપ્રધાન મોદી, લિટ્ટી-ચોખા ખાધા અને કુલડીમાં પીધી ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા આયોજિત 'હુનર હાટ' (Hunar Haat)માં બુધવારે અચાનક પહોંચ્યા, ત્યાં લિટ્ટી-ચોખા ખાધા તથા કુલડીની ચાપી પીધી જેની ચૂકવણી તેમણે પોતે કરી. 

અચાનક 'હુનર હાટ' પહોંચ્યા વડાપ્રધાન મોદી, લિટ્ટી-ચોખા ખાધા અને કુલડીમાં પીધી ચા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા આયોજિત 'હુનર હાટ' (Hunar Haat)માં બુધવારે અચાનક પહોંચ્યા, ત્યાં લિટ્ટી-ચોખા ખાધા તથા કુલડીની ચાપી પીધી જેની ચૂકવણી તેમણે પોતે કરી. 

સૂત્રોના અનુસાર મોદી આજે લગભગ દોઢ વાગે ઇન્ડીયા ગેટ (India Gate)ના નજીક રાજપથ પર લાગેલા 'હુનર હાટ'માં પહોંચ્યા અને ત્યાં લગભગ 50 મિનિટ સુધી રહ્યા. નરેન્દ્ર મોદીએ વિભિન્ન સ્ટોલ પર જઇને ઉત્પાદનો જોયા અને તેમના વિશે જાણકરી મેળવી લીધી. 

નક્કી ન હતો વડાપ્રધાન પ્રવાસ
વડાપ્રધાન પહેલીવાર કોઇ હુનર હાટમાં પહોંચ્યા. એક સૂત્રએ પીટીઆઇ-ભાષાને જણાવ્યું, વડાપ્રધાનની આ મુલાકાત નક્કી ન હતી. તે બુધવારે બપોરે અચાનક જ હુનર હાટ પહોંચ્યા હતા. જેથી ત્યાં તમામ લોકો હૈરાન થઇ ગયા. તેમના પહોંચવાની જાણકારી મળતાં અલ્પસંખ્યક કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi) તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને તેમનું નેતૃત્વ કર્યું. 

સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાને 'હુનર હાટ'માં ઉપલબ્ધ એક સ્ટોલ અટકી અટકીને લિટ્ટી-ચોખા ખાધ્યા જેના માટે તેમણે 120 રૂપિયાની ચૂકવણી કરી. તેમની સાથે જ તેમણે બે કુલડી ચા લીધી જેમાંથી એક તેમણે પોતે પીધી અને બીજી ચા નકવીને આપી. મોદીએ ચા માટે 40 રૂપિયાની ચૂકવણી કરી. વડાપ્રધાને ત્યાં પહોંચતાંની સાથે ભારે ભીડ જમા થઇ ગઇ. લોકોએ 'મોદી-મોદી'ના નારા લગાવ્યા અને ઘણએ તેમની સાથે સેલ્ફી પણ ખેંચાવી. 

Spent a wonderful afternoon at #HunarHaat on India Gate. It showcases the best of products including handicrafts, carpets, textiles and of course, delicious food!

— Narendra Modi (@narendramodi) February 19, 2020

23 ફેબ્રુઆરી સુધી ચાલશે કાર્યક્રમ
અત્રે ઉલ્લેખનીય છે કે 'કૌશલ કો કામ' થીમ પર આધારિત આ 'હુનર હાટ' 13 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી 2020 સુધી આયોજિત કરવામાં આવ્યો છે જ્યાં દેશભરના 'હુનરના ઉસ્તાદ' શિલ્પકાર ભાગ લઇ રહ્યા છે. તેમાં 50થી વધુ મહિલા કારીગર સામેલ છે. 

નકવીનું કહેવું છે કે ગત લગભગ ત્રણ વર્ષોમાં ''હુનર હાટ'ના માધ્યમથી લગભગ ત્રણ લાખ કારીગરો, શિલ્પકારો, બાવરચીને રોજગાર અને રોજગારની તક ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં મોટી સંખ્યામાં દેશભરની મહિલા કારીગર સામેલ પણ છે. 

— Narendra Modi (@narendramodi) February 19, 2020

આ પહેલાં દિલ્હી, મુંબઇ, પ્રયાગરાજ, લખનઉ, જયપુર, અમદાવાદ, હૈદ્વાબાદ, પોંડીચેરી, ઇન્દોર વગેરે સ્થળો પર 'હુનર હાટ' આયોજિત કરવામાં આવ્યા છે. આગામી 'હુનર હાટ'નું આયોજન રાંચીમાં 29 ફેબ્રુઆરીથી 8 માર્ચ, 2020 સુધી અને પછી ચંદીગઢમાં 13 માર્ચથી 22 માર્ચ 2020 સુધી કરવામાં આવશે. આગામી દિવસોમાં હુનર હાટનું આયોજન ગુરૂગ્રામ, બેંગલુરૂ, ચેન્નઇ, કલકત્તા, દેહરાદૂન, પટના, ભોપાલ, નાગપુર, રાયપુર, અમૃતસર, જમ્મૂ, શિમલા, ગોવા, કોચ્ચિ, ગુવાહાટી, ભુવનેશ્વર, અજમેર વગેરેમાં કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news