છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 92 નવા કેસ, 4ના મોત, કુલ સંક્રમિત દર્દી 1071: સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણના 92 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 4 લોકોના મોત પણ થયા છે. દેશભરમાં કોરોનાના સંક્રમણના દર્દીઓની સંખ્યા વધીને 1071 થઇ ગઇ છે. કેન્દ્રી. સ્વાસ્થય મંત્રાલય (Union Health Ministry)ના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 92 નવા કેસ, 4ના મોત, કુલ સંક્રમિત દર્દી 1071: સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણના 92 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 4 લોકોના મોત પણ થયા છે. દેશભરમાં કોરોનાના સંક્રમણના દર્દીઓની સંખ્યા વધીને 1071 થઇ ગઇ છે. કેન્દ્રી. સ્વાસ્થય મંત્રાલય (Union Health Ministry)ના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.

લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, દેશમાં લોકડાઉન દરમિયાન 100 ટકામાંથી જો 99 ટકા લોકોએ લોકડાઉનનું પાલન કર્યું અને 1 ટકા લોકોએ તેનું પાલન નથી કર્યું તો દેશની સમગ્ર તૈયારીઓ છે, તે સંપૂર્ણ રીતે નિષ્ફળ જશે અને લોકડાઉનનો કોઇ અર્થ ન રહ્યો. કોરોના વાયરસને સંપૂર્ણ રીતે રોકવા માટે 100 ટકા લોકોએ લોકડાઉનનું પાલન કરવું જરૂરી છે.

લવ અગ્રવાલે કહ્યું કે, લોકડાઉનની અસર જોવા મળી રહી છે અને આપણે સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છીએ. 100થી 1000 કેસ આપણા દેશમાં 12 દિવસમાં આવ્યા. જ્યારે વિકસિત દેશોમાં 3500, 5000, 8000 જેટલા કેસ આવ્યા છે. દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1071 કેસ છે અને 29 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 92 નવા કેસ સામે આવ્યા છે. 

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, સમાજના દરેક વ્યક્તિનો સહયોગ મળવો જોઇએ. જો એક પણ વ્યક્તિ છૂટે છે, સહયોગ નથી કરતો તો ઝીરો પર આવી જઈશું. 100 ટકા પ્રયત્નની જરૂર છે. કેન્દ્ર સરકારની તરફથી દેશમાં તમામ પ્રકારની સુવિધાઓ કરવા માટે અને તમામ પ્રકારના હાલાત સામે લડવા માટે વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ 10 એમ્પોવર્ડ ગ્રુપ બનાવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, ગાઇડ લાઇનનો 100 ટકા અમલ થવો જોઇએ અને જો 99 ટકા થયો તો તમામ પ્રયત્નો નિષ્ફળ જશે.

કોરોના વાયરસથી મોટી ઉંમરના લોકોને વધારે મુશ્કેલી થાય છે. તેમને વધારે સાવધાન અને સતર્ક રહેવાની જરૂરીયાત છે. તેમના માટે અલગથી કેન્દ્ર સરકારે શું કરવું શું ન કરવું, તેની એડવાઈઝરી જાહેર કરી છે. કોરના વાયરસથી લડવા માટે ડેડિકેટેડ હોસ્પિટલ બનાવવા પર ફોકસ કરી રહ્યાં છે અને દેશભરમાં તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. માત્ર સાવધાન અને જાગૃત રહેવાની જરૂરીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news