Corona ધીમો પડ્યો પરંતુ મ્યુકોરમાઇકોસિસે સંકટ વધાર્યું, દેશમાં 11717 કેસ, જાણો રાજ્યવાર સ્થિતિ

ગુજરાતમાં બ્લેક ફંગસના સૌથી વધુ 2 હજાર 859 કેસ નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 2770 અને આંધ્ર પ્રદેશમાં 768 કેસ સામે આવ્યા છે. 

Corona ધીમો પડ્યો પરંતુ મ્યુકોરમાઇકોસિસે સંકટ વધાર્યું, દેશમાં 11717 કેસ, જાણો રાજ્યવાર સ્થિતિ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કહેર વચ્ચે મ્યુકોરમાઇકોસિસના સતત વધી રહેલા કેસોએ નવી ચિંતા ઉભી કરી છે. તાજા સરકારી આંકડા પ્રમાણે દેશમાં બ્લેક ફંગસના અત્યાર સુધી 11 હજાર 717 કેસ નોંધાયા છે. તેમાં સૌથી વધુ કેસ ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં છે. 

પાછલા સપ્તાહે કોરોનાના દર્દીઓમાં વધતા બ્લેક ફંગસના કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે રાજ્યોને મહામારી જાહેર કરવાનું કહ્યું હતું અને સાથે બધા કેસ નોંધવા માટે પણ કહ્યું હતું. પીએમ મોદીએ શુક્રવારે કહ્યુ કે, આ બીમારી ભારતમાં જારી કોરોના સંકટ વિરુદ્ધ લડાઈમાં નવો પડકાર બની ગઈ છે. 

ગુજરાતમાં બ્લેક ફંગસના સૌથી વધુ 2 હજાર 859 કેસ નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 2770 અને આંધ્ર પ્રદેશમાં 768 કેસ સામે આવ્યા છે. 

The allocation has been made based on the number of patients under treatment which is 11,717 across the country.#blackfungus#AmphotericinB pic.twitter.com/j0LyR6GLjH

— Sadananda Gowda (@DVSadanandGowda) May 26, 2021

કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ એક ટ્વીટ કરી આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, બુધવારે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગ થનાર દવા Amphotericin- B મના 29 હજાર 250 વાયલ ફાળવવામાં આવ્યા છે. આ ફાળવણી રાજ્યમાં દર્દીઓની સંખ્યાના આધાર પર કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, આ પહેલા Amphotericin- B દવાના 19 હજાર 420 વાયલ 24 મેએ અને 23 હજાર 680 વાયરલ 21 મેએ પણ અલગ-અલગ રાજ્યોને મોકલવામાં આવ્યા હતા. 

દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી બ્લેક ફંગસના 620 કેસ આવી ચુક્યા છે. તેની જાણકારી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપી છે. 

મ્યુકોરમાઇકોસિસ એક ફંગલ ઇન્ફેક્શન છે, તે એવા લોકોને પ્રભાવિત કરે છે, જેની ઇમ્યૂન સિસ્ટમ કોઈ બીમારી કે તેની સારવારને કારણે નબળી પડી જાય છે. આ ફંગસ હવામાં હાજર રહે છે અને તેવા લોકોમાં પહોંચી તેને સંક્રમિત કરે છે. તે જરૂરી નથી કે આ બીમારી માત્ર કોરોના દર્દીઓને થાય છે, અન્ય લોકો પણ તેનાથી સંક્રમિત થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news