તરૂણે 4 વર્ષની માસૂમ બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, 6 કલાકમાં આવ્યો ચૂકાદો

તરૂણને કસ્ટડીમાં લીધા બાદ પોલીસે બાળકી અને તરૂણનું મેડિકલ ચેકઅપ કરાવ્યું અને ડીએનએ તપાસ માટે બ્લડ સેંપલ સાગર સ્થિત એફએસએલ મોકલવામાં આવ્યા.

તરૂણે 4 વર્ષની માસૂમ બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, 6 કલાકમાં આવ્યો ચૂકાદો

નવી દિલ્હી: મધ્ય પ્રદેશના ઉજ્જૈન પાસે ઘટિયામાં એક 14 વર્ષના તરૂણ દ્વારા 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જેમાં આરોપીને ચલણ રજૂ થયાના ફક્ત 6 કલાકમાં જ દોષી ગણાવતાં તરૂણ ન્યાય બોર્ડે ચૂકાદો સંભળાવ્યો છે. સંભવત: આ દેશનો પ્રથમ કેસ છે જ્યારે કોઇપણ મામલે ચલણ રજૂ થયાના ફક્ત 6 કલાકમાં જ ફેંસલો સંભળાવી દેવામાં આવ્યો હોય. એવામાં આ ફેંસલો ક્યાંક ને ક્યાંક દેશની ન્યાય વ્યવસ્થા અને તે લાખો પેડિંગ કેસ માટે ઉદાહરણ બની શકે છે જેના પર વર્ષોથી નિર્ણય આવ્યો નથી. 

15 ઓગસ્ટના રોજ ઘટનાને આપ્યો હતો અંજામ
તમને જણાવી દઇએ કે 15 ઓગસ્ટનો છો. જ્યારે 4 વર્ષની એક બાળકીને તે ગામના એક તરૂણે પહેલાં તો પોતાના ઘરે બોલાવી અને તેની સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો. ત્યારબાદ બાળકીના પરિજનોએ ઘટિયા પોલીસ મથકમાં તરૂણ વિરૂદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો. એવા કેસમાં સૂચના મળતાં જ આરોપી કિશોર ગામ છોડીને રાજસ્થાન ભાગી ગયો, પરંતુ પોલીસે આરોપીને ચૌમહલાથી તેની એક સંબંધીના ઘરેથી ધરપકડ કરી લીધી.

રાજસ્થાનથી કરવામાં આવી ધરપકડ
તરૂણને કસ્ટડીમાં લીધા બાદ પોલીસે બાળકી અને તરૂણનું મેડિકલ ચેકઅપ કરાવ્યું અને ડીએનએ તપાસ માટે બ્લડ સેંપલ સાગર સ્થિત એફએસએલ મોકલવામાં આવ્યા. તેના માટે એક સબ ઇન્સપેક્ટર ત્યાં ગયા હતા. રાઉ સ્થિત લેબમાં પણ જરૂરી તપાસ કરાવવામાં આવી. જેમાં બાળકી સાથે દુષ્કર્મની પુષ્ટિ થઇ. ત્યારબાદ સોમવારે સવારે 11.15 વાગે માલનવાસા સ્થિત કિશોર ન્યાય બોર્ડમાં ન્યાય બોર્ડમાં ચલણ રજૂ કર્યું. ન્યાયાધીશ તૃપ્તિ પાંડેએ તાત્કાલિન સુનાવણી શરૂ કરતાં સાક્ષીઓ, અન્ય પુરાવા, મેડિકલ તથા ડીએનએ રિપોર્ટના આધારે બોર્ડે તરૂણને દોષી ગણ્યો અને સાંજે 5.15 વાગે ફેંસલો સંભળાવી દીધો. 

11.15 વાગે ચલણ રજૂ કર્યું
ન્યાયાધીશે ફેંસલો સંભળાવતાં તરૂણને બાળ ગૃહમાં મોકલવાનો આદેશ આપ્યો. જજે ફેંસલામાં લખ્યું કે બાળકો પ્રત્યે લૈગિંક શોષણનો ભાવ સમાજમાં વધી રહ્યો છે. તેને જોતાં વિકૃત મનોવૃત્તિ સુધારવા માટે તરૂણને બે વર્ષ સુધાર ગૃહ મોકલવાની જરૂર છે. તમને જણાવી દઇએ કે કોર્ટ રૂમમાં સવારે 11.15 વાગે ચલણ રજૂ થવાનું હતું. ત્યારબાદ સાંજે 5.15 વાગે બોર્ડે આરોપ વાંચીને સંભળાવ્યો. ત્રણ સભ્યોવળી બોર્ડની પીઠાસીન અધિકારી ન્યાયાધીશ તૃપ્તિ પાંદેના નિર્દેશ પર ટ્રાયલ શરૂ. કેસમાં 42 સાક્ષી હતા. તેમાંથી 13 મુખ્ય સાક્ષીઓના નિવેદન થયા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news