નોકિયા 6.1 પ્લસ ભારતમાં લોન્ચ કરાયો, જાણો કિંમત, સ્પેસ અને ફિચર્સ

આ ફોનમાં 16 એમપી/5 એમપી ડ્યુઅલ સેન્સર કેમેરાની સાથે જ 16એમપીનો સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે.

નોકિયા 6.1 પ્લસ ભારતમાં લોન્ચ કરાયો, જાણો કિંમત, સ્પેસ અને ફિચર્સ

નવી દિલ્હીઃ એચએમડી ગ્લોબલ- ફિન્નિશ કંપની કે જે નોકિયા બ્રાન્ડના ફોનનું વેચાણ કરે છે, મંગળવારે ભારતમાં નોકિયા 6.1 ફોન લોન્ચ કર્યો છે. 

આ ફોનની કિંમત રૂ.15,999 રાખવામાં આવી છે. જોકે, નોકિયાએ આ સાથે જણાવ્યું કે, આ કિંમતે ઓનલાઈનની છે. છુટક વિક્રેતાઓ પાસે ફોનની કિંમત અલગ હોઈ શકે છે અને સાથે જ તેની મેમરી, રંગ અને અન્ય વિશેષતાઓને આધારે ફોનની કિંમત જુદી-જુદી હોઈ શકે છે. 

આ ફોન ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ છે. તેના એડવાન્સ ઓર્ડર આજથી લેવાના શરૂ થઈ જશે. 

નોકિયા 6.1 પ્લસના ફિચર્સમાં ફૂલ એચડી+5.8 ઈંચના ડિસ્પ્લે સાથે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ છે. સાથે જ 19:9નો સ્ક્રિન રેશિયો છે. તેની એજ-ટૂ-એજ ડિઝાઈન તેને અત્યંત આકર્ષક પાતળો લૂક આપે છે. 

આ ફોનમાં 16 એમપી/5 એમપી ડ્યુઅલ સેન્સર કેમેરાની સાથે જ 16એમપીનો સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે. નોકિયા 6.1 પ્લસ આંતરિક ફિચર્સમાં જોઈએ તો તે ક્વાલકોમ સ્નેપડ્રેગોન 636 પ્રોસેસર અને  4GB LPPDDR4x RAM છે. 

નોકિયા 6.1 પ્લસમાં આ સાથે જ એન્ડ્રોઈડ ઓરીઓ પણ મંથલી સિક્યોરિટી અપડેટ્સ સાથે આપવામાં આવ્યું છે અને તે બે વર્ષ સુધી આપમેળે જ અપગ્રેડ થઈ જશે. આ ફોન ગ્લોસ મિડનાઈટ, બ્લ્યુ, ગ્લોસ વ્હાઈટ અને ગ્લોસ બ્લેક રંગોમાં ઉપલબ્ધ છે. 

નોકિયા 6.1 પ્લસના કેટલાક ખાસ સ્પેસિફિકેશન્સ નીચે પ્રમાણે છે 
- 5.8 ઈંચ સ્ક્રીન
- કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ-3
- સીપીયુ ક્વાલકોમ સ્નેપડ્રેગોન 636
- 4GB LPPDDR4x RAM 
- એન્ડ્રોઈડ ઓરિઓ
- 64 જીબી ઈન્ટરનલ મેમરી
- માઈક્રો એસડી કાર્ડ સ્લોટ દ્વારા 400 જીબી એક્સપાન્ડ કરી શકાય
- ડ્યુઅલ મેઈન પ્રાઈમરી કેમેરાઃ 16 MP AF, f2.0./1.Oum, ડ્યુઅલ સેકન્ડ પ્રાઈમરી કેમેરાઃ 5 MP, BW/FF/f2.0/1.12um
- 16 MP FF, fe.0/1.0um ફ્રન્ટ ફેસિંગ કેમેરો 
- 3060 mAh બેટરી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news