જમ્મૂ કાશ્મીર: LoC પર ભારતીય સુરક્ષાબળોએ 2 પાકિસ્તાની રેંજર્સને ઠાર માર્યા

લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર આજે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપતાં ભારતીય સુરક્ષાબળોએ 2 પાકિસ્તાની રેંજર્સને ઠાર માર્યા છે. પાકિસ્તાને આજે જમ્મૂ કાશ્મીરમાં એલઓસી અડીને આવેલા અખનૂર સેક્ટરમાં ફાયરિંગ કર્યું. જેના જવાબમાં સુરક્ષાબળોએ પણ ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં પાકિસ્તાની રેંજર્સના 2 જવાનોના મૃત્યુંના સમાચાર છે.

Updated By: Dec 21, 2019, 04:37 PM IST
જમ્મૂ કાશ્મીર: LoC પર ભારતીય સુરક્ષાબળોએ 2 પાકિસ્તાની રેંજર્સને ઠાર માર્યા

જમ્મૂ: લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર આજે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપતાં ભારતીય સુરક્ષાબળોએ 2 પાકિસ્તાની રેંજર્સને ઠાર માર્યા છે. પાકિસ્તાને આજે જમ્મૂ કાશ્મીરમાં એલઓસી અડીને આવેલા અખનૂર સેક્ટરમાં ફાયરિંગ કર્યું. જેના જવાબમાં સુરક્ષાબળોએ પણ ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં પાકિસ્તાની રેંજર્સના 2 જવાનોના મૃત્યુંના સમાચાર છે.

આ ઉપરાંત પાકિસ્તાને સુંદરબની સેક્ટરના કેરી બટ્ટલ વિસ્તારમાં પણ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. અહીં પણ ભારતીય સુરક્ષાબળોએ પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો. પાકિસ્તાન તરફથી સવારે લગભગ 11:30 વાગે વાગે ફાયરિંગ કર્યું હતું.