એક વાઘણ માટે બે વાઘ વચ્ચે થઇ ઘમાસાણ લડાઈ અને પછી... જુઓ Video
રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સ્થિત રણથંભૌર નેશનલ પાર્કના નંબર 6માં પટવા બાવડીની પાસે બે વાઘ બુધવારે ફરી એકવાર લડ્યા હતા. બંને વાઘની લડાઈમાં એક વાઘ ઘાયલ થયો હતો
Trending Photos
સવાઈ માધોપુર: રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સ્થિત રણથંભૌર નેશનલ પાર્કના નંબર 6માં પટવા બાવડીની પાસે બે વાઘ બુધવારે ફરી એકવાર લડ્યા હતા. બંને વાઘની લડાઈમાં એક વાઘ ઘાયલ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ટાઇગર ટી 58 તથા ટાઇગર ટી 57ની વચ્ચે ટાઇગ્રેસ ટી 39 સાથે મેટિંગને લઇને લોહિયાળ સંઘર્ષ થયો હતો.
આ પણ વાંચો:- Ayodhya Ram Mandir Live: રામ મંદિર મામલે મુસ્લિમ અભિનેતાએ એવું કર્યું ટ્વિટ કે ચોમેરથી થઇ રહી છે વાહવાહી
બંને વાઘની એકબીજા સાથે લડાઈમાં ટાઇગર ટી 58 ઘાયલ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ટી 57 જંબોના નામથી ઓળખાય છે અઅને તે ઝોન નંબર 6માં આગળ વધે છે. ત્યારે ટી 58 રોકી મેલના નામથી ઓળખાય છે અને ઝોન નંબર 7માં આગળ વધે છે. આ બંને એકબીજાના સગા ભાઇ હોવાનું જણવવામાં આવી રહ્યું છે.
ટી 20 ઝુમરૂના પુત્રો જણાવાઈ રહ્યા છે. ટાઈગર ટી 57 અને ટી 58ની વચ્ચે લડાઈ બાદ બંને ટાઇગર સ્થળ પરથી ગાયબ થઈ ગયા હતા. ત્યારે ટાઇગ્રેસ 39 નૂર ટાઇગર કુંભા ટી 34 સાથે મેટિંગ કરી રહી છે. બંને વાઘની લડાઈનો નજારો પર્યટકોએ પણ જોયો હતો. જો કે, વન વિભાગે અત્યાર સુધીમાં આ ઘટનાની કોઇ પુષ્ટી કરી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, ટાઇગર ટી 58 તથા ટાઇગર 57 બંને ભાઇ છે અને ટી 20 ઝુમરૂના પુત્રો છે. ત્યારે બેને જ ટાઇગર 9 વર્ષના છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે