પઠાણકોટ એરબેઝ પર ફરી આતંકી હુમલાનું ષડયંત્ર!, સેનાના યુનિફોર્મમાં દેખાયા 3 શંકાસ્પદ યુવકો

પઠાણકોટ એરબેઝ પાસે બુધવારે મોડી રાતે કેટલાક હથિયારધારી સંદિગ્ધો દેખાયા હોવાના અહેવાલ છે.

પઠાણકોટ એરબેઝ પર ફરી આતંકી હુમલાનું ષડયંત્ર!, સેનાના યુનિફોર્મમાં દેખાયા 3 શંકાસ્પદ યુવકો

નવી દિલ્હી: પઠાણકોટ એરબેઝ પાસે બુધવારે મોડી રાતે કેટલાક હથિયારધારી સંદિગ્ધો દેખાયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ 19 એપ્રિલ એટલે કે બુધવારે રાતે 12 વાગ્યાની આસપાસ સેનાના યુનિફોર્મમાં 3 લોકોએ હિમાચલ પ્રદેશ તરફ જતી એક કાર પાસે લિફ્ટ માંગી અને ચાલકે તેમને લિફ્ટ આપી પણ  ખરી. રસ્તામાં વચ્ચે યુવકને શંકા ગઈ તો તેણે સેનાનો યુનિફોર્મ પહેરેલા બે શંકાસ્પદોની પૂછપરછ કરી. કાર ચાલક કઈ જાણી શકે તે પહેલા જ બે શંકાસ્પદોએ તેની મારપીટ કરી અને ગાડીમાંથી ઉતારી દીધો અને ફરાર થઈ ગયાં.

કારના માલિકે આ અંગે પોલીસને જાણ કરી અને જણાવ્યું કે શંકાસ્પદ લોકો સેનાના યુનિફોર્મમાં હતાં. સૂચના મળતા જ સેનાએ સમગ્ર વિસ્તારને હાઈ એલર્ટ પર રાખ્યો છે. સંદિગ્ધોની તલાશમાં સેના તરફથી સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારતીય સેનાએ શંકાસ્પદો દ્વારા હાઈજેક કરાયેલી કારને જપ્ત કરી લીધી છે.

— ANI (@ANI) April 19, 2018

પંજાબ અને હિમાચલમાં સુરક્ષા એલર્ટ
પઠાણકોટ એરબેઝ પાસે શંકાસ્પદો દેખાયા હોવાના અહેવાલ આવતા જ પંજાબ અને હિમાચલ પ્રદેશ સતર્ક થઈ ગયા છે. પંજાબના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા ગાડીઓની અવરજવર પર નિગરાણી રાખવામાં આવી રહી છે.

— ANI (@ANI) April 19, 2018

2016માં થયો હતો એરબેઝ પર હુમલો
2016ના જાન્યુઆરીમાં સરહદપારથી આવેલા આતંકવાદીઓએ પહેલી-બીજી જાન્યુઆરીની રાતે એરબેઝમાં ઘૂસીને હુમલો કર્યો હતો. આ અગાઉ 27 જુલાઈ 2015ના રોજ ગુરદાસપુરના દીનાનગરમાં હુમલો કરવામાં આવ્યો હતો. પઠાણકોટ હુમલામાં સાત જવાનો શહીદ થયા હતાં. જ્યારે ચાર આતંકીઓનો ખાત્મો કરાયો હતો. દીનાનગર હુમલામાં સેનાનો યુનિફોર્મ પહેરીને આવેલા ત્રણ હથિયારધારી આતંકીઓએ એક પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો જેમાં એક પોલીસ અધિકારી સહિત સાત પોલીસકર્મીઓ શહીદ થયા હતાં. આ હુમલા બાદ ભારતીય સેનાએ એક સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને આતંકીઓનો ખાત્મો કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news