VIDEO: મુકેશ અંબાણીની પુત્રી ઈશાનું હોટ ફોટોશૂટ, તમે જોયો આ અલગ અંદાજ?
ઈશાનુ આ ફોટોશૂટ તેના ઘર એન્ટીલિયામાં થયુ હતું. જેમાં તે ઓફિશિયલથી લઈને જંપસૂટ સુધીના આઉટફીટમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી હતી.
- રિલાયન્સનું ફેશન પોર્ટલ 'એજિઓ' 2015માં લોન્ચ થયું હતું
- એજિઓ લોન્ચ પર ઈશાએ સૌથી મોંઘુ હોટ ફોટોશૂટ કરાવ્યું હતું
- ઈશા અંબાણીનો આ ફોટોશૂટ 'ફેમિના' મેગેઝિન માટે હતું
Trending Photos
નવી દિલ્હી: દેશની સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. પછી ભલે તે રિલાયન્સ કંપની સંબંધિત હોય કે પછી તેમની પર્સનલ લાઈફ હોય.. લોકો બધુ જાણવા માંગતા હોય છે. ગત મહિને મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીની સગાઈ થઈ. આ દરમિયાન આખો પરિવાર ચર્ચામાં રહ્યો. ત્યારબાદ આઈપીએલ દરમિયાન પણ નીતા અંબાણી અને આકાશ અંબાણી ફોકસમાં રહે છે. પંરતુ મુકેશ અંબાણીની પુત્રી લાઈમલાઈટથી દૂર રહે છે. જો કે તેને જ્યારે પણ તક મળે છે ત્યારે તે બોલિવૂડ હસ્તીઓ સાથે જોવા મળે છે. ખાસ કરીને જિયો ઈવેન્ટ્સમાં તો તેની ભૂમિકા મહત્વની રહે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ઈશા અંબાણી રિલાયન્સ જિયોની પ્રોજેક્ટ હેડ છે. આ ઉપરાંત ફેશન પોર્ટલ એજીઓ (Ajio) પણ તે સંભાળે છે.
2015માં લોન્ચ થયું હતું એજીઓ
રિલાયન્સનું ફેશન પોર્ટલ એજિઓ 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના લોન્ચિંગ માટે ઈશા અંબાણીએ સૌથી મોંઘુ હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યારબાદથી ઈશા અંબાણી સૌથી વધુ ચર્ચામાં આવી ગઈ હતી. ઈશા અંબાણીનો નવો લૂક સામે આવ્યો હતો. ઈશાનું આ ફોટોશૂટ એક ફેમિના મેગેઝિન માટે હતું. અત્રે જણાવવાનું કે રિલાયન્સ જિયોની ધમાકેદાર લોન્ચિંગ પાછળ પણ ઈશા અંબાણીનો મહત્વનો રોલ રહ્યો છે.
ફોટોશૂટમાં આવો હતો લૂક
ફેમિના મેગેઝિન 2015 માટે ઈશાનુ આ ફોટોશૂટ તેના ઘર એન્ટીલિયામાં થયુ હતું. જેમાં તે ઓફિશિયલથી લઈને જંપસૂટ સુધીના આઉટફીટમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી હતી. બોલિવૂડના મશહૂર મેકઅપ આર્ટિસ્ટ મિક્કી કોન્ટ્રાક્ટરે ફોટોશૂટ માટે મેકઅપ કર્યો હતો.
જિયોની પ્રોજેક્ટ હેડ
ઈશા રિલાયન્સ જિયોની પ્રોજેક્ટ હેડ છે. આ સાથે જ તે રિલાયન્સની ટેલિકોમ અને રિટેલ કંપનીઓમાં ડાઈરેક્ટર છે. અત્રે જણાવવાનું કે રિલાયન્સ જોઈન કરતા પહેલા તે અમેરિકામાં ગ્લોબલ કન્સલ્ટન્સી ફર્મ મેકિંગ્સેમાં કામ કરી ચૂકી છે. ઈશાએ યેલ યૂનિવર્સિટીમાંથી સાઈકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. ઈશાને પિયાનો વગાડવો ખુબ ગમે છે.
આવું હતું ફોટોશૂટ
આ શૂટમાં ઈશાએ ફોર્મલથી લઈને વેસ્ટર્ન આઉટફીટ પહેર્યા છે. ઈશા અંબાણીનો આ વીડિયો જો કે અત્યારનો નથી પરંતુ 2015નો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે