દિલ્હી સરકારને શહેરની સીમાઓ ફરીથી ખોલવા માટે મળી 4.5 લાખ સલાહ

દિલ્હી સરકાર (Delhi Government)ને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને હરિયાણા (Haryana)ને અડીને આવેલી સીમાઓ ફરીથી ખોલવાને લઇને ગત 24 કલાકમાં લોકો પાસેથી 4.5 લાખ સલાહ મળી ચૂકી છે.

દિલ્હી સરકારને શહેરની સીમાઓ ફરીથી ખોલવા માટે મળી 4.5 લાખ સલાહ

નવી દિલ્હી: દિલ્હી સરકાર (Delhi Government)ને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને હરિયાણા (Haryana)ને અડીને આવેલી સીમાઓ ફરીથી ખોલવાને લઇને ગત 24 કલાકમાં લોકો પાસેથી 4.5 લાખ સલાહ મળી ચૂકી છે. એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી. 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ સોમવારે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસ વચ્ચે દિલ્હીની બોર્ડરો એક અઠવાડિયા સુધી બંધ રહેશે. મુખ્યમંત્રીએ ત્યારબાદ સીમાઓ ખોલવાને લઇને દિલ્હીવાસીઓ પાસે શુક્રવાર સુધી સલાહ આપવા માટે કહ્યું હતું. 

અધિકારીએ કહ્યું કે 'સરકારને 24 કલાકની અંદર જ 4.5 લાખ સલાહ મળી ચૂકી છે. તેમણે કહ્યું કે ભલામણોનું વિશ્લેષણ કરી આ અઠવાડિયામાં આ મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે. 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારને શુક્રવાર (5 જૂન) સાંજ સુધી 5 વાગ્યા સુધી તમારી અભિપ્રાયની રાહ રહેશે. તમે તમારા અભિપ્રાયો વોટ્સઅપ નંબર 8800007722 અથવા ઇમેલ delhicm.suggestions@gmail.com પર મોકલી શકો છો.

આ ઉપરાંત તમે હેલ્પલાઇન નંબર 1031 પર કોલ કરીને પણ તમારા અભિપ્રાયો રેકોર્ડ કરી શકો છો. હાલ એક અઠવાડિયા માટે બોર્ડર સીલ કરી છે. આ દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે. સરકારી કાર્યાલયના કર્મચારી પોતાનું આઇકાર્ડ બતાવીને અવર-જવર કરી શકશે. અન્ય લોકો પણ પાસ દ્વારા અવર જવર કરી શકશે. તેમણે કહ્યું કે અમે તમારા બધાના મળેલા અભિપ્રાયો પર વિશેષજ્ઞો સાથે ચર્ચા કર્યા બાદ આગામી અઠવાડિયે નક્કર નિર્ણય લઇશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news