એરફોર્સ ડે: અભિનંદન વર્ધમાને ઉડાવ્યું MiG Bison Aircraft, તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો એરબેસ

ભારતીય વાયુસેના પોતાના 87મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. બાલાકોટ એર સ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદન વર્માએ આજે ફરી એકવાર મિગ ફાઈટર જેટ વિમાનમાં ઉડાણ ભરી. આ દરમિયાન 3 મિરાજ 2000 એરક્રાફ્ટ,સુખોઈએ પણ વાયુસેના દિવસના અવસરે ઉડાણ ભરી. પાકિસ્તાનના F-16 વિમાનને તેના જ ઘરમાં ઘૂસીને તોડી પાડનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને જ્યારે આજે હિંડન એરબેસ પરથી મિગ-21 બાઈસન દ્વારા ફ્લાય પાસ્ટ કરી ત્યારે હાજર તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. 
એરફોર્સ ડે: અભિનંદન વર્ધમાને ઉડાવ્યું MiG Bison Aircraft, તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો એરબેસ

ગાઝિયાબાદ: ભારતીય વાયુસેના પોતાના 87મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. બાલાકોટ એર સ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદન વર્માએ આજે ફરી એકવાર મિગ ફાઈટર જેટ વિમાનમાં ઉડાણ ભરી. આ દરમિયાન 3 મિરાજ 2000 એરક્રાફ્ટ,સુખોઈએ પણ વાયુસેના દિવસના અવસરે ઉડાણ ભરી. પાકિસ્તાનના F-16 વિમાનને તેના જ ઘરમાં ઘૂસીને તોડી પાડનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને જ્યારે આજે હિંડન એરબેસ પરથી મિગ-21 બાઈસન દ્વારા ફ્લાય પાસ્ટ કરી ત્યારે હાજર તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. 

— ANI UP (@ANINewsUP) October 8, 2019

એરફોર્સ ડે પર આજે અભિનંદનની સાથે 3 મિગ 21 વિમાનો ઉડાણ ભરી રહ્યાં હતાં. તેમનું નેતૃત્વ વીરચક્ર વિજેતા અભિનંદન કરી રહ્યાં હતાં. જેવા અભિનંદન ફ્લાય પાસ્ટની જાહેરાત થઈ કે તાળીઓથી એરબેસ ગૂંજી ઉઠ્યો હતો. અત્રે જણાવવાનું કે બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને ભારતીય એર સ્પેસનો ભંગ કરવાની કોશિશ કરી હતી અને પાકિસ્તાનના એક F-16 વિમાનને ખદેડતા અભિનંદને તેને તોડી પાડ્યું હતું. આખી દુનિયામાં અભિનંદનના વખાણ થયા હતાં. એફ-16 સામે મિગ-21 બાઈસન ખુબ જૂનું વિમાન ગણાય છે. આ દરમિયાન અભિનંદનનું વિમાન જો કે ક્રેશ થઈ ગયું હતું અને પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા હતાં. પરંતુ ગણતરીના કલાકોમાં પાકિસ્તાને તેમને છોડવા પડ્યા હતાં. આ પરમ વિરતા માટે અભિનંદનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 

— ANI UP (@ANINewsUP) October 8, 2019

આ કાર્યક્રમમાં મિગ વિમાન ઉપરાંત તેજસ, સારંગ હેલિકોપ્ટર, સુખોઈ, અને ગ્લોબમાસ્ટર જેવા ઘાતક વિમાનોએ હવામાં કરતબ બતાવ્યાં. કાર્યક્રમ શરૂ થતા પહેલા એરફોર્સના ચીફ રાકેશ ભદૌરિયાએ પોતાના સંબોધનમાં શહીદ જવાનોને યાદ કર્યા અને આ સાથે એરફોર્સ દ્વારા હાંસલ કરાયેલી વિવિધ ઉપલબ્ધિઓ અંગે પણ જણાવ્યું. 

વાયુસેના દિવસ સમારોહના અવસરે આજે હિંડન એરબેસ પર વાયુસેનાના ધ્વજ માટે આકાશ ગંગા સ્કાઈડાઈવિંગ ટીમે પોતાના કરતબ સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી. આકાશગંગા ટીમના સભ્યો પેરાશૂટ લઈને ઉતર્યા હતાં. આકાશગંગા ટીમ ઉતરતા જ ત્યાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું. 

— ANI UP (@ANINewsUP) October 8, 2019

સેના પ્રમુખ બિપિન રાવત, ભારતીય વાયુસેના પ્રમુખ આર કે સિંહ ભદૌરિયા, અને નેવી પ્રમુખ કરમબીર સિંહ વાયુસેના દિવસના સમારોહમાં સામેલ છે. સચિન રમેશ તેંડુલકરે માનદ ગ્રુપ કેપ્ટન તરીકે ભારતીય વાયુસેનાના 87માં એર શોમાં ભાગ લીધો છે. 

જુઓ LIVE TV

આ બધા વચ્ચે વાયુસેના અધ્યક્ષ એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરિયાએ વાયુસેનાના દિવસે કહ્યું કે આ (બાલાકોટ એરસ્ટ્રાઈક)ની રણનીતિક પ્રાસંગિકતા આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે રાજનીતિક નેતૃત્વનો સંકલ્પ છે. આતંકવાદી હુમલાઓને પહોંચી વળવા માટે સરકારની કામગીરીમાં બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે પાડોશનું વર્તમાન સુરક્ષા વાતાવરણ ચિંતાનો વિષય બનેલો છે. પુલવામા આતંકી હુમલો રક્ષા પ્રતિષ્ઠાનો પર તોળાઈ રહેલા સતત જોખમની યાદ અપાવે છે. 

કેરળમાં પૂર દરમિયાન ફસાયેલા લોકોને બચાવવા બદલ વિંગ કમાન્ડર ભુવનેન્દ્ર નાયરને વાયુસેનાએ મેડલ આપીને સન્માનિત કર્યાં. વિંગ કમાન્ડર ભુવનેન્દ્ર નાયરે ઓપરેશન કરુણા નામથી કરાયેલા ઓપરેશન દરમિયાન છત પર ફસાયેલી 13 છોકરીઓને બચાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news