સંઘને મોબ લિંચિંગ સાથે કોઈ લેવા દેવા નથી, તે RSS વિરુદ્ધ ષડયંત્ર છે: મોહન ભાગવત

દશેરાના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના સ્થાપના દિવસે નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું કે ભીડ દ્વારા થતી હિંસા એટલે કે મોબ લિંચિંગને સંઘ સાથે જોડવામાં આવે છે.

સંઘને મોબ લિંચિંગ સાથે કોઈ લેવા દેવા નથી, તે RSS વિરુદ્ધ ષડયંત્ર છે: મોહન ભાગવત

નવી દિલ્હી: દશેરાના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના સ્થાપના દિવસે નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું કે ભીડ દ્વારા થતી હિંસા એટલે કે મોબ લિંચિંગને સંઘ સાથે જોડવામાં આવે છે. તેને અનેકવાર સાંપ્રદાયિક રંગ આપવામાં આવે છે. ભીડ દ્વારા થતી હિંસા સાથે સંઘનું નામ સાંકળવું એ સંઘ વિરુદ્ધ ષડયંત્ર છે. વાસ્તવમાં આવી હિંસાને સંઘ રોકવાની કોશિશ કરે છે. મોબ લિંચિંગ જેવી ઘટનાઓને સંઘ સાથે કોઈ લેવા દેવા નથી. લિંચિંગ જેવો શબ્દ ક્યારેય ભારતની સંસ્કૃતિનો ભાગ રહ્યો નથી. મોબ લિંચિંગના નામ પર ભારતને બદનામ કરવામાં આવી રહ્યું છે. મોબ લિંચિંગના નામ પર ભારત વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે. સંઘના કાર્યકરો હંમેશા ભીડની હિંસાને રોકવાનું કામ કરે છે. 

મોહન ભાગવતે કહ્યું કે આજકાલ સમાજના એક જૂથ દ્વારા સમાજના બીજા જૂથની વ્યક્તિ પર સામૂહિક હિંસાની ઘટનાઓ વધી રહી છે. આ ઘટનાઓ એકતરફી હોતી નથી. કેટલાક લોકો જાણી જોઈને કરે છે. કેટલીક ઘટનાઓને કારણ વગર મોટું સ્વરૂપ આપી દેવાય છે. કાયદો વ્યવસ્થા વિરુદ્ધ થનારી આ ઘટનાઓ પરસ્પરના સંબંધોને નષ્ટ કરે છે. આવી પ્રવૃત્તિ આપણા દેશની પરંપરા નથી, ભલે મતભેદ થાય પરંતુ કાયદો વ્યવસ્થા જળવાવવી જોઈએ. આ માટે કડક કાયદા હોવા જોઈએ. 

જુઓ VIDEO

મોહન ભાગવતે કહ્યું કે અસંતોષ ભડકાવીને ઝઘડા ભડકાવવામાં આવે છે. કાયદો વ્યવસ્થા તાક પર રાખીને પ્રવૃત્તિને આગળ વધારવાનું કામ થાય છે. કાયદો નહીં રહ્યો તો  દેશની ગતિ શું રહેશે? તેમણે  કહ્યું કે ઘટનાઓને રંગમાં રંગવાની કોશિશ થાય છે. ઉક્સાવવાની કોશિશ થાય છે. 100 ઘટનાઓ ઘટે તો આ પ્રકારની 4 ઘટનાઓ હોય  છે પરંતુ આમ થવું જોઈએ નહીં. 

જુઓ LIVE TV

તેમણે એમ પણ કહ્યું કે બીજી શક્તિ તેના બીજા રૂપથી પ્રદર્શિત કરે છે. ત્યારબાદ એ બંને સમાજ પર તેને થોપે છે. બંને પક્ષોમાં ઝઘડા હોય, તે તેમના હિત છે...પછી સંઘનું નામ લેશે. તેનાથી વિપરિત સંઘ તો આવી ઘટનાઓને રોકવાનો પ્રયત્ન કરે છે. સંઘ તો કહે છે કે કાયદા પ્રક્રિયાનું પાલન કરો અને પોતાને યોગ્ય સિદ્ધ કરી દો. સંઘ પ્રમુખે કહ્યું કે શું ક્યારેય મોબ લિંચિંગ આપણા દેશમાં થતું હતું...આ શબ્દ ક્યાંથી આવ્યો છે... તે આપણી સંસ્કૃતિનો શબ્દ તો નથી. હકીકતમાં અસંતોષ ભડકાવીને, ઝઘડા ભડકાવવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news