મહિલા PSI 50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ: પોતાના પગારની નથી માહિતી

50 લાખની લાંચ લેવા હોટલમાં પહોંચેલી મહિલા પીએસઆઇને ACBએ રંગે હાથ ઝડપી લીધી હતી

Updated By: Aug 9, 2018, 04:12 PM IST
મહિલા PSI 50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ: પોતાના પગારની નથી માહિતી

જયપુર : એન્ટીકરપ્શન બ્યુરો (ACB) દ્વારા મંગળવારે મોટી કાર્યવાહી કરતા છટકુ ગોઠવીને 50 લાખની લાંચ લેવા માટે આવેલી મહિલા પોલીસ સબ ઇન્સપેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર 50 લાખની લાંચનો પહેલો 5 લાખનો હપ્તો લેવા માટે આવેલી મહિલાને રંગે હાથે ઝડપી લેવામાં આવી હતી. તેની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી એસીબીનાં આઇજી સચિન મિત્તલના નિર્દેશમાં જયપુત ગ્રામ્ય એએશપી નરોત્તમલાલ વર્માના નેતૃત્વમાં રચાયેલ એસીબીની ટીમે કરી હતી. એસીબીએ આરોપી દંપત્તીને એક રેસ્ટોરન્ટમાંથી રંગે હાથ ઝડપી લીધુ હતું. 

એએસપી નરોત્તમ વર્માએ જણાવ્યું કે, આોપી સબઇન્સપેક્ટર બબીતા જયપુર કમિશ્નરેટના દક્ષિણ જિલ્લામાં શિપ્રાપથ પોલીસ સ્ટેશનમાં છે. પ્રાથમિક તપાસ અનુસાર દિલ્હીની એક રજીસ્ટર્ડ કંપનીની ફર્મ સંચાલકે એસીબીમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં જણાવાયું હતું કે બીટકોઇન દ્વારા મની ટ્રાન્ઝેક્શન મુદ્દે આઇટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવાની ધમકી આપીને મહિલા સબઇન્સપેક્ટરે 50 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આંતરિક વાતચીતમાં 45 લાખમાં સોદો નક્કી ખયો હતો. આ રકમ હત્પામાં ચુકવવાની હતી. 

મંગળવારે નિર્ધારિત સમયાનુસાર રેસ્ટોરન્ટમાં હપ્તો લેવા માટે પહોંચેલી સબ ઇન્સપેક્ટર બબીતાને એસીબીએ રંગે હાથ ઝડપી લીધી હતી. તેની પાસેથી 500 અને 2000 રૂપિયાની નોટોની થપ્પી પણ મળી આવી હતી. 
મહિલા પોલીસ સબ ઇન્સપેક્ટર અને તેના પતિની ધરપકડ કર્યા બાદ એસીબી તેને લઇને તેમનાં ઘરે ગયા તો મહિલા સબ ઇન્સપેક્ટર અને તેના પતિ વિશે ઘણા ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. તેના ઘરે તપાસ દરમિયાન ઘણી રોકડ મળી આવી હતી. ઉપરાંત પ્રોપર્ટીનાં કાગળ પણ મળી આવ્યા હતા. કરોડોની પ્રોપર્ટીના પેપર ઉપરાંત 5.81 લાખ રોકડી મળી આવ્યા હતા. બંન્ને દંપત્તીના નામે કરોડોની મિલકત છે. 

મહિલા સબઇન્સપેક્ટરને પોતાના પગાર વિશે માહિતી જ નથી
એસીબી દ્વારા થઇ રહેલી પુછપરછ દરમિયાન સામે આવ્યું કે, તેને પોતાનાં પગાર વિશે કોઇ માહિતી જ નથી. કારણ કે તેણે ક્યારે પણ પોતાના બેંક એકાઉન્ટમાંથી એક પણ વખત પૈસા ઉપાડ્યા જ નથી. એટલે સુધી કે તેનું સેલેરી એકાઉન્ટ કઇ બેંકમાં છે તે અંગે પણ આરોપી મહિલાને ખ્યાલ નથી. 

પતિ જ તમામ સ્થળો પર હપ્તા ઉઘરાવતો હતો.
તપાસ દરમિયાન આરોપી મહિલા સબ ઇન્સપેક્ટર બબીતા ચૌધરીએ જણાવ્યું કે, અગાઉ પણ તે લાખો રૂપિયાની લાંચ લઇ ચુકી છે. તે હંમેશા લાંચ લેવા માટે પોતાનાં પતિના માધ્યમથી જ લાંચ લેતી હતી. તે ક્યારે પણ પોતે લાંચ સ્વિકારતી નહોતી.