અભિનેતા આર માધવન બન્યા FTIIના નવા અધ્યક્ષ, અનુરાગ ઠાકુરે ટ્વીટ કરી પાઠવ્યા અભિનંદન

FTII: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. હાલમાં જ આર માધવનની ફિલ્મ 'રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ'ને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે.

અભિનેતા આર માધવન બન્યા FTIIના નવા અધ્યક્ષ, અનુરાગ ઠાકુરે ટ્વીટ કરી પાઠવ્યા અભિનંદન

નવી દિલ્લીઃ સાઉથના સુપરસ્ટાર આર.માધવનને લાગી લોટરી. ભારત સરકારે આપ્યું બહુ મોટું પદ. અભિનેતા આર માધવન FTIIના નવા અધ્યક્ષ બનશે. તેમને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII)ની ગવર્નિંગ કાઉન્સિલના પ્રમુખ અને અધ્યક્ષ તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. હાલમાં જ આર માધવનની ફિલ્મ 'રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ'ને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે.
 

I'm sure that your vast experience & strong ethics will enrich this institute, bring positive changes, & take it to a higher level. My best…

— Anurag Thakur (@ianuragthakur) September 1, 2023

 

અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને જાહેરાત કરી-
પોતાના ટ્વીટમાં અનુરાગ ઠાકુરે લખ્યું, 'આર માધવનને FTII અને ગવર્નિંગ કાઉન્સિલના પ્રમુખ તરીકે નામાંકિત થવા પર હાર્દિક અભિનંદન. મને ખાતરી છે કે તમારો બહોળો અનુભવ અને મજબૂત નીતિશાસ્ત્ર આ સંસ્થાને સમૃદ્ધ બનાવશે, સકારાત્મક ફેરફારો લાવશે અને તેને ઉચ્ચ સ્તરે લઈ જશે. મારી શુભકામનાઓ તમારી સાથે છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news