બેરૂતની માફક ભારતમાં પણ થઇ શકે છે મોટો અકસ્માત! આ શહેરમાં રાખ્યો છે હજારો ટન એમોનિયમ નાઇટ્રેટ

તમિલનાડૂની રાજધાની ચેન્નઇથી 30 કિલોમીટર દૂર સ્થિત મનાલીના એક ગોડાઉનમાં કુલ 740 ટન એમોનિયમ નાઇટ્રેટ રાખેલો છે જેને લઇને લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જોકે હવે કસ્ટમ અધિકારીએ એક મહિનાની અંદર રીતથી ડિસ્પોઝ કરવાનું આશ્વાસન આપ્યું છે.

બેરૂતની માફક ભારતમાં પણ થઇ શકે છે મોટો અકસ્માત! આ શહેરમાં રાખ્યો છે હજારો ટન એમોનિયમ નાઇટ્રેટ

ચેન્નઇ: તમિલનાડૂની રાજધાની ચેન્નઇથી 30 કિલોમીટર દૂર સ્થિત મનાલીના એક ગોડાઉનમાં કુલ 740 ટન એમોનિયમ નાઇટ્રેટ રાખેલો છે જેને લઇને લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જોકે હવે કસ્ટમ અધિકારીએ એક મહિનાની અંદર રીતથી ડિસ્પોઝ કરવાનું આશ્વાસન આપ્યું છે.

ચેન્નઇના કસ્ટમ અધિકારીના અનુસાર સપ્ટેમબર 2015માં એમોનિયમ નાઇટ્રેટ કેમિકલના 37 કન્ટેનર (700 ટન)ને જપ્ત કરી લેવામાં આવ્યો હતો. આ કંટેનર દક્ષિણ કોરિયાથી ચેન્નઇ પોર્ટ પર આવ્યા હતા જેને ખાતર ગણાવ્યું હતું. અધિકારીનું કહેવું છે, 740 ટન એમોનિયમ નાઇટ્રેટ (Ammonium Nitrate) એક સુરક્ષિત સ્થળ પર રાખવામાં આવ્યું છે અને તેને લઇને ચિંતા કરવા જેવી કોઇ વાત નથી. 

કસ્ટમના ટોચના અધિકારી અનુસાર અમોનિયમ નાઇટ્રેટ ચેન્નઇના બહારી વિસ્તારમાં એક વેરહાઉસમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે જેને 2 કિલોમીટર સુધી કોઇ ઇમારત નથી આ કોઇ રહેણાંક વિસ્તાર નથી. તેમણે એ પણ જણાવ્યું કે કોર્ટના આદેશ પર તેની ઇ-હરાજીની પ્રક્રિયા ચાલી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા એક મહિનામાં પુરી થઇ જશે. 

તમને જણાવી દઇએ કે નાઇટ્રેટનો પ્રયોગ ખાતર અને વિસ્ફોટકોમાં મોટી માત્રામાં કરવામાં આવે છે. એમોનિયમ નાઇટ્રેટ (NH4NO3) એક સફેદ, ક્રિસ્ટલીય રસાયણ છે જે પાણીમાં પીગળી જાય છે. આ ખનન અને નિર્માણમાં વાણિજ્યક વિસ્ફોટકોના નિર્માણમાં મુખ્ય ઘટક છે.  

બેરૂતમાં થયેલા બ્લાસ્ટના કારણે પણ પોર્ટમાં રાખવામાં આવેલા 2700 ટન એમોનિયમ નાઇટ્રેટને ગણવામાં આવી રહ્યું છે. કસ્ટમ અધિકારીના અનુસાર એમોનિયમના આ કંટેનરોને ખતરનાક સામગ્રીના ક્ષેત્રમાં સુરક્ષિત રીતે સંગ્રહ કરવામાં આવે છે. કંટેનરોમાં પીળા રંગની માર્કિંગ થાય છે જે લોજિસ્ટિક દરમિયાન વિસ્ફોટકોને દર્શાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news