હું કોઈ નવાઝ શરીફને મળવા નથી ગયો... પીએમ મોદી સાથે મુલાકાત બાદ બોલ્યા ઠાકરે
આ પહેલા મંગળવારે બપોરે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે તેમના નિવાસ્થાને મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મરાઠા અનામત પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધને હટાવવા માટે કેન્દ્ર સરકારની દખલની માંગ કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પોતાની ટીમ સાથે મુલાકાત પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, તેમના સંબંધ તૂટ્યા નથી. પીએમ નરેન્દ્ર મોદી સાથે સંબંધ અને મુલાકાતને લઈને પૂછાયેલા સવાલોનો ઠાકરેએ જવાબ આપ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ- ભલે રાજકીય રૂપથી અમે સાથે નથી, પરંતુ તેનો એ અર્થ નથી કે અમારો સંબંધ પૂરો થઈ ગયો છે. હું કોઈ નવાઝ શરીફને મળવા ગયો નથી. તેથી જો હું તેમની સાથે વ્યક્તિગત મુલાકાત કરુ છું તો તેમાં કંઈ ખોટુ નથી.
આ પહેલા મંગળવારે બપોરે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે તેમના નિવાસ્થાને મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મરાઠા અનામત પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધને હટાવવા માટે કેન્દ્ર સરકારની દખલની માંગ કરી છે. આ સિવાય ઓબીસી અનામત, જાતિ આધારિત વસ્તી ગણતરી અને મરાઠીને ક્લાસિકલ ભાષાનો દરજ્જો આપવાની માંગ કરી છે. આ દરમિયાન મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ હાજર હતા. આ બેઠક દરમિયાન મહારાષ્ટ્રના નેતાઓએવ પીએમ સમક્ષ જીએસટી આપૂર્તિનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
We'd require 12 cr doses to inoculate 6 cr people twice, in 18-44 yrs group. We tried but couldn't do it as there wasn't adequate & steady supply. Thankful to PM for centralising vaccine procurement. I hope everyone in India is vaccinated soon: Maharashtra CM Uddhav Thackeray pic.twitter.com/Hhjm5hAp9R
— ANI (@ANI) June 8, 2021
પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા ઠાકરેએ કહ્યુ- અમે પ્રધાનમંત્રી સાથે અનેક મુદ્દે ચર્ચા કરી છે. તેમણે અમને વિશ્વાસ અપાવ્યો છે. આ સિવાય અમે કાર શેડ માટે કંજૂર માર્ગ પ્લોટને ટ્રાન્સફર કરવાની વિનંતી કરી છે. તો કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કહ્યુ કે, અમે પીએમ મોદીને અનામતની નક્કી 50 ટકા મર્યાદા ખતમ કરવા માટે તેમની દખલની અપીલ કરી છે. અમે પીએમ મોદીને આગ્રહ કર્યો કે કેન્દ્ર સરકારે તેને લઈને કોર્ટમાં જવુ જોઈએ. 50 ટકાની નક્કી મર્યાદાને કારણે ઘણા પ્રકારના અનામત પ્રભાવિત થાય છે. તેમાંથી એક છે ચૂંટણીમાં ઓબીસી અનામત.
વેક્સિનેશન પ્રોગ્રામ માટે સરકારની નવી ગાઇડલાઇન જાહેર, 21 જૂનથી થશે લાગૂ
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કેન્દ્ર સરકારની પાસે શક્તિ છે કે તે ઓબીસી અનામતને લઈને નિર્ણય કરે. અમને આશા છે કે કેન્દ્ર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવશે. તો નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યુ કે અમે પીએમ મોદીને જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની માંગ કરી છે. આ સિવાય મહારાષ્ટ્ર સરકાર તરફથી રાજ્ય જીએસટીના 24306 કરોડ રૂપિયા પણ જારી કરવાની માંગ કરી છે. આજે સવારે ઉદ્ધવ ઠાકરે પોતાના સહયોગીઓની સાથે દિલ્હી રવાના થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે