Video: આતંકી અફઝલ ગુરૂના પુત્રએ માગ્યો પાસપોર્ટ, મેડિકલમાં અભ્યાસ કરવાની ઇચ્છા

અફઝલ ગુરૂના પુત્રનું કહેવું છે કે તેને વિદેશમાં અભ્યાસ કરવા માટે સ્કોલરશિપ મળી રહી છે. પરંતુ પાસપોર્ટ ના હોવાના કારણે તે તેનો લાભ લઇ શકતો નથી.

Video: આતંકી અફઝલ ગુરૂના પુત્રએ માગ્યો પાસપોર્ટ, મેડિકલમાં અભ્યાસ કરવાની ઇચ્છા

નવી દિલ્હી: વર્ષ 2001માં ભારતીય સંસદ પર થયેલા આતંકી હુમલાના દોષી અફઝલ ગુરૂના પુત્રએ ભારત સરકારથી પાસપોર્ટ આપવાની માગ કરી છે. અફઝલ ગુરૂના પુત્રનું કહેવું છે કે તેને વિદેશમાં અભ્યાસ કરવા માટે સ્કોલરશિપ મળી રહી છે. પરંતુ પાસપોર્ટ ના હોવાના કારણે તે તેનો લાભ લઇ શકતો નથી. અફઝલ ગુરૂના પુત્રએ કહ્યું કે, તેમની પાસે આધાર કાર્ડ છે, તો પાસપોર્ટ પણ મળવો જોઇએ. સંસદ હુમલાના દોષી આતંકી અફઝલ ગુરૂને વર્ષ 2013 માં ફાસીની સજા આપવામાં આવી હતી.

સમાચાર એજનસી ANI સાથે વાત કરતા અફઝલ ગુરૂના પુત્ર ગાલિબ ગુરૂએ કહ્યું કે, ‘હું વિચારુ છું કે મને પાસપોર્ટ મળવો જોઇએ. કેમકે તુર્કીમાં મને સ્કોલરશિપ મલી રહી છે મેડિકલના અભ્યાસ માટે, જો મારી પાસે આધાર કાર્ડ છે તો મને પાસપોર્ટ કેમ ના મળવો જોઇએ. મને લાગે છે કે મને પાસપોર્ટ મળવો જોઇએ.’

— ANI (@ANI) March 5, 2019

ગાલિબને 12thમાં મળ્યા 88.2 ટાક માર્ક્સ, હવે ડોક્ટર બનાવાની ઇચ્છા
જાન્યુઆરી 2018ના સમાચાર અનુસાર ભારતીય સંસદ પર હુમલાનું કાવતરૂ ઘડનાર મોહમ્મદ અફઝલ ગુરૂના પુત્ર ગાલિબ ગુરૂને 12thની પરિક્ષામાં 88 ટાક માર્ક્સ હાસંલ કર્યા હતા. કાશ્મીર બોર્ડના પરિણામ અનુસાર, ગાલિબે કુલ 500 માર્ક્સમાંથી 441 માર્ક્સ મેળવ્યા હતા. તેને બધા પાંચ વિષયોમાં ‘એ’ ગ્રેડ મળ્યો હતો.

સાયન્સનો સ્ટૂડન્ટ છે ગાલિબ
ગાલિબ સાયન્સનો સ્ટૂડન્ટ છે. તેને 12thમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના વિષયો લીધા હતા. તેણે બધા વિષયોમાં 80થી ઉપર માર્ક્સ મેળવ્યા હતા. પીસીબી ઉપરાંત તેની પાસે એનવાયરમેન્ટ સાયન્સ પણ હતું. જેમાં તેણે સૌથી વધારે 94 માર્ક્સ મેળવ્યા હતા.

10thમાં પણ રહ્યો હતો ટોપર
જમ્મૂ કાશ્મીરની સ્કૂલમાં 10thની પરિક્ષા બોર્ડમાં પણ ગાલિબ ટોપર રહ્યો હતો. ગાલિબે 10thમાં કુલ 500 માર્ક્સમાંથી 474 માર્ક્સ મેળવ્યા હતા. 

ડોક્ટર બનવા ઇચ્છે છે ગાલિબ
2016માં ગાલિબ ગુરૂએએ કહ્યું હતું કે, તે મેડિકલનો અભ્યાસ કરવા ડોકટર બનાવા ઇચ્છે છે. ગાલિબ ગુરૂએ કહ્યું હતું કે, આ મારા માતા-પિતા અને પરિવારનું સપનું છે કે હું ડોકટર બનું અને તેને પુર્ણ કરવાનો પ્રયત્ન કરીશ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news