રાજકોટમાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર, મૃત્યુઆંક 71 પર પહોંચ્યો

 ગુજરાતમાં ફરી એકવાર સ્વાઇન ફ્લુએ ભરડો લીધો છે. એચવન એનવન, સાદી ભાષામાં જે સ્વાઇ ફ્લુ તરીકે ઓળખાય છે. હાલમાં સ્વાઇન ફ્લુએ રાજ્યના અમદાવાદ રાજકોટ અને વડોદરા શહેરમાં હાહાકાર મચાવ્યો છે. સ્વાઇન ફ્લુના સતત વધતા આંકડાને લઇને રાજ્યનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યુ છે. અને તેના સંબંધી વિવિધ કામગીરી કરાઇ રહી હોવાના દાવા કરી રહ્યુ છે. પરંતુ રાજકોટમાં તો જાણે સ્વાઈન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. સ્વાઇન ફલૂથી રાજકોટના 68 વર્ષીય વૃદ્ધાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જેના બાદ કુલ મૃત્યુઆંક 71 પર પહોંચ્યો છે. 

રાજકોટમાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર, મૃત્યુઆંક 71 પર પહોંચ્યો

રક્ષિત પંડ્યા/રાજકોટ : ગુજરાતમાં ફરી એકવાર સ્વાઇન ફ્લુએ ભરડો લીધો છે. એચવન એનવન, સાદી ભાષામાં જે સ્વાઇ ફ્લુ તરીકે ઓળખાય છે. હાલમાં સ્વાઇન ફ્લુએ રાજ્યના અમદાવાદ રાજકોટ અને વડોદરા શહેરમાં હાહાકાર મચાવ્યો છે. સ્વાઇન ફ્લુના સતત વધતા આંકડાને લઇને રાજ્યનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યુ છે. અને તેના સંબંધી વિવિધ કામગીરી કરાઇ રહી હોવાના દાવા કરી રહ્યુ છે. પરંતુ રાજકોટમાં તો જાણે સ્વાઈન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. સ્વાઇન ફલૂથી રાજકોટના 68 વર્ષીય વૃદ્ધાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જેના બાદ કુલ મૃત્યુઆંક 71 પર પહોંચ્યો છે. 

ગઈકાલે ચાર લોકોના મોત
રાજકોટમાં વર્ષ 2019ના પ્રારંભથી જ સ્વાઈન ફ્લૂના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષ ની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 71 લોકો સ્વાઈન ફ્લૂનો ભોગ બન્યા છે. ત્યારે સોમવારનો દિવસ રાજકોટમાં એક જ દિવસમાં ચાર દર્દીઓના મોત નિપજ્યા હતા. 

રાજકોટમાં પગલા
સ્વાઇન ફ્લુના વધતા કેસોને લઈને રાજકોટ મહાનગર પાલિકા અને DDO દ્વારા શાળાના બાળકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાવ, શરદી, ઉધરસ જે બાળકોને હોય તેવા બાળકોને શાળામાં અલગથી બેસાડવાની સૂચના આપવામાં આવી છે.  

ઉલ્લેખનીય છે કે, માત્ર સૌરાષ્ટ્ર જ નહિ, પરંતુ વડોદરા, સુરત, અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમા સ્વાઇન ફલુએ માથુ ઉચક્યુ છે. સામાન્ય દિવસોમા સ્વાઇન ફલુના રોજેરોજના બે થી ત્રણ કેસો નોંધાતા હતા. જો કે છેલ્લા દસ દિવસની જો વાત કરીએ તો દરરોજ 10 થી 11 જેટલા  સ્વાઇન ફલુના પોઝિટિવ કેસો નોંધાય રહ્યા છે. જેને લઇને મનપાનુ આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news