વિમાનનો પાયલોટ કોરોના સંક્રમિત, એર ઈન્ડિયાએ દિલ્હી-મોસ્કોની ફ્લાઇટ પરત બોલાવી
air india today news: એર ઈન્ડિયાની એક ઉડાનમાં પાયલોટ પોઝિટિવ થયા બાદ વિમાનને પરત દિલ્હી બોલાવી લેવામાં આવ્યું છે. વિમાન ફસાયેલા યાત્રિકોને લેવા મોસ્કો જઈ રહ્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ એર ઇન્ડિયાની ફ્લાઇટ શનિવારે સવારે દિલ્હીથી રૂસ માટે ઉડાન ભરી ચુકી હતી. બધુ સામાન્ય ચાલી રહ્યું હતું. પરંતુ એક ફોન આવે છે અને માહિતી મળે છે કે ફ્લાઇટ ઉડાવી રહેલ પાયલોટ કોરોના પોઝિટિવ છે. ફરીથી ફ્લાઇટને રસ્તામાંથી દિલ્હી પરત બોલાવી લેવામાં આવે છે. એર ઈન્ડિયાની આ ભૂલને કારણે આજે એક મોટો કોરોના બ્લાસ્ટ થઈ શકતો હતો, પરંતુ સદનસિબે આ ભૂલ સુધરી ગઈ છે.
રાહતની વાત, ફ્લાઇટમાં નહતા યાત્રી
દિલ્હીથી મોસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની આ ફ્લાઇટને રસ્તામાંથી પરત બોલાવી લેવામાં આવી છે. તે સમય ફ્લઇટ ઉઝ્બેકિસ્તાન સુધી પહોંચી હતી. હકીકતમાં ફ્લાઇટ નિકળતા પહેલા પાયલોટનો કોરોના રિપોર્ટ થાય છે. સ્ટાફે પોઝિટિવેને ભૂલથી નેગેટિવ વાંચી લીધું અને પાયલોટને મોસ્કો માટે રવાના કરી દીધો હતો. ફ્લાઇટ વંદે ભારત મિશન હેઠળ મોસ્કોમાં ફસાયેલા ભારતીયોને લેવા જઈ રહી હતી. આ દરમિયાન તેમાં માત્ર ક્રૂ મેમ્બર હતા અને કોઈ યાત્રિકો નહતા.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે, ફ્લાઇટ બપોરે 12.30 કલાકે દિલ્હી પરત આવી છે. કેબિન ક્રૂને હાલ ક્વોરેન્ટીન કરી દેવામાં આવ્યા છે. પ્લેનને પણ સેનેટાઇઝ કરવામાં આવશે. તેના સ્થાને બીજા પ્લેનને મોસ્કો રવાના કરવામાં આવ્યું છે.
એર ઈન્ડિયા સાથે જોડાયેલા સૂત્રોએ તેને મોટી ભૂલ ગણાવી છે જે કામના સૌથી વધુ તણાવને કારણે થઈ હતી. તેઓ જણાવે છે કે દરરોજ 300 ક્રૂ મેમ્બરના ટેસ્ટિંગ થઈ રહ્યાં છે. તેનું પરિણામ એક્સેલ શીટમાં લખીને આવે છે. તેના કારણે ભૂલ થઈ છે.
યાત્રિકો વિનાની ફ્લાઇટ શનિવારે સવારે ઉડી હતી. ફ્લાઇટને બે કલાક થઈ ગયા હતા, ત્યારે રિપોર્ટના પરિણામને ક્રોસ ચેક કરવામાં આવી રહ્યાં હતા ત્યારે ખ્યાલ આવ્યો કે પાયલોટ પોઝિટિવ હતો. પરંતુ આ મામલાને છુપાવવાની જગ્યાએ એર ઈન્ડિયાએ સીધો પાયલોટનો સંપર્ક કર્યો અને પરત આવવાનું કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે