પાકિસ્તાનના જુઠ્ઠાણાનો વધુ એક પર્દાફાશ, એર સ્ટ્રાઇકનો સામે આવ્યો વીડિયો!!

અમેરિકામાં રહેતા એક પાકિસ્તાની એક્ટિવિસ્ટે પાકિસ્તાનનો વધુ એક પર્દાફાશ કરતો વીડિયો જાહેર કર્યો છે. ભારતીય સેના દ્વારા આતંકીઓનો ખાત્મો કરવા માટે કરેલી એરસ્ટ્રાઇકનો વીડિયો જાહેર કર્યો છે અને પાકિસ્તાની જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે.આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 200 જેટલી લાશોને ખસેડવામાં આવી છે. 

પાકિસ્તાનના જુઠ્ઠાણાનો વધુ એક પર્દાફાશ, એર સ્ટ્રાઇકનો સામે આવ્યો વીડિયો!!

નવી દિલ્હી: અમેરિકામાં રહેતા એક પાકિસ્તાની એક્ટિવિસ્ટે પાકિસ્તાનનો વધુ એક પર્દાફાશ કરતો વીડિયો જાહેર કર્યો છે. ભારતીય સેના દ્વારા આતંકીઓનો ખાત્મો કરવા માટે કરેલી એરસ્ટ્રાઇકનો વીડિયો જાહેર કર્યો છે અને પાકિસ્તાની જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે.આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 200 જેટલી લાશોને ખસેડવામાં આવી છે. 

ભારતીય સેનાની બહાદુરીને બિરદાવતો અને પાકિસ્તાની જુઠ્ઠાણાનો પર્દાફાશ કરતો આ વીડિયો હાલમાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ પણ દેખાઇ રહ્યા છે અને 200 જેટલી લાશો ખસેડવામાં આવી હોવાનો ઉલ્લેખ કરાઇ રહ્યો છે. 

— #SengeSering ས།ཚ། (@SengeHSering) March 13, 2019

આ વીડિયો સામે આવતાં ભારતીય સેનાની કામગીરી સામે સવાલ કરતા ટીકાકારોની પણ બોલતી બંધ થઇ જવા પામી છે. 

ગુજરાત સરહદે હાઇ એલર્ટ : પુલવામા હુમલા બાદ મંગળવારે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આતંકી શિબિરો પર હુમલો કરવામાં આવ્યો હતો. તો આ સામે પાકિસ્તાન દ્વારા બુધવારે કરવામાં આવેલી જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને આ પગલા લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે બોર્ડર નજીક દરેક નાગરિક કાર્યોને રોકી દેવામાં આવ્યા છે અને બોર્ડર નજીકના જિલ્લાઓમાં મહત્વપૂર્ણ જગ્યાઓ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે...આખી સ્ટોરી વાંચો...

પુલવામા હુમલાનો આપ્યો જવાબ: આતંકીઓ દ્વારા ભારતીય સીઆરપીએફના જવાનોને નિશાન બનાવાતાં દેશભરમાં આક્રોશ પ્રસર્યો હતો. જેના જવાબમાં ભારતીય સેનાએ પણ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો અને આતંકીઓના અડ્ડાઓનો સફાયો કર્યો હતો. એર સ્ટ્રાઇક કરી ભારતીય સેનાએ આતંકીઓના આખા કેમ્પ ફૂંકી માર્યા હતા...વધુ ન્યૂઝ જાણવા અહીં ક્લિક કરો....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news