અમેઠી: પ્રિયંકા ગાંધી મધરાતે કોંગ્રેસના નેતાના ઘરે પહોંચ્યા, કહ્યું- '2022ની તૈયારી શરૂ કરી દો'

બુધવારે (27 માર્ચ) અમેઠીની મુલાકાત દરમિયાન મોડી રાતે તેઓ અમેઠીની ગૌરીગંજ વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા નૂર મોહમ્મદના પુત્ર અને કદાવર નેતા ફતેહ મોહમ્મદ ઉર્ફે ફતેહ બહાદુરના ઘરે પહોંચ્યાં અને મુલાકાત કરી.

અમેઠી: પ્રિયંકા ગાંધી મધરાતે કોંગ્રેસના નેતાના ઘરે પહોંચ્યા, કહ્યું- '2022ની તૈયારી શરૂ કરી દો'

નવી દિલ્હી/અમેઠી: લોકસભા ચૂંટણી 2019માં ઉત્તર પ્રદેશની લગભગ તમામ બેઠકો પર જીત મેળવવા માટે પ્રિયંકા ગાંધી વાડ્રા બરાબર પાંચ વર્ષ પછી અમેઠી પહોંચ્યાં. બુધવારે (27 માર્ચ) અમેઠીની મુલાકાત દરમિયાન મોડી રાતે તેઓ અમેઠીની ગૌરીગંજ વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા નૂર મોહમ્મદના પુત્ર અને કદાવર નેતા ફતેહ મોહમ્મદ ઉર્ફે ફતેહ બહાદુરના ઘરે પહોંચ્યાં અને મુલાકાત કરી. ફતેહ મોહમ્મદે જણાવ્યું કે પ્રિયંકાએ તેમને ચૂંટણી 2019 માટે યોગ્ય રીતે કામ કરવા જણાવ્યું અને વર્ષ 2022માં થનારી વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરવાનું કહ્યું. 

અમેઠી પહોંચેલા યુપીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મુસાફિરખાનાના એએચ ઈન્ટર કોલેજમાં બૂથ વર્કર્સ સાથે લગભગ 10 કલાક સુધી બેઠક યોજી. બેઠક બાદ ગૌરીગંજમાં કોંગ્રેસી નેતાના ઘરે તેમને લાડુથી તોલવાનો કાર્યક્રમ હતો. ખુબ વિલંબ બાદ રાતે લગભગ 12 વાગે તેઓ ફતેહ મોહમ્મદના ઘરે  પહોંચ્યાં. પ્રિયંકાના સ્વાગતમાં ખડે પગે ઊભેલા લોકોએ તેમને ત્રાજવાના પલ્લામાં બેસવાનું કહ્યું તો તેમણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો અને પોાતની જગ્યાએ કોંગ્રેસના નેતા ફતેહ મોહમ્મદને બેસાડ્યાં અને તેઓ હસવા લાગ્યાં. 

— ANI UP (@ANINewsUP) March 27, 2019

કોંગ્રેસના નેતાએ પ્રિયંકા ગાંધીને તોલવા માટે એક કુંતલ લાડુ મંગાવ્યાં હતાં. મીડિયા સાથે વાત કરતા ફતેહ મોહમ્મદે કહ્યું કે પ્રિયંકા ગાંધીએ તેમને તેમની જગ્યાએ ત્રાજવાના પલડામાં બેસાડ્યાં અને તોલાવ્યાં. પ્રિયંકા ગાંધીએ તેમને લોકસભા ચૂંટણી 2019માં વધુ સારા અને વર્ષ 2022માં થનારી વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી આકરી મહેનત કરીને કોંગ્રેસને જીતાડવા માટે કહ્યું છે. 

Amethi: Priyanka Gandhi Vadra reached the house of Fateh Bahadur at Gauriganj

અત્રે જણાવવાનું કે ગુવાંવા ગૌરીગંજના મૂળ નિવાસી ફતેહ મોહમ્મદ અલ્પસંખ્યક સમુદાય વચ્ચે મહત્વની ભૂમિકા ભજવે છે અને તેમની ગણતરી જિલ્લાના કદાવર નેતાઓમાં થાય છે. પરંતુ પોતાની ઉપેક્ષાના કારણે તેઓ ટોચના નેતૃત્વથી લાંબા સમયથી નારાજ હતાં. પ્રિયંકા ગાંધીની ફતેહ મોહમ્મદના ઘરની મુલાકાત એ વાતને જોડી રહી છે કે હવે ફતેહ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો બરાબર છે. 

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news