જેણે પણ વીડિયો જોયો એ રડી પડ્યો, 22 વર્ષ પહેલા ગુમ થયેલો દીકરો સાધુ બનીને દરવાજે ભિક્ષા માંગવા આવ્યો
amethi youth become monk : દિલ્હીનો એક યુવક 11 વર્ષની ઉંમરે માતાપિતાથી નારાજ થઈને ઘરેથી ભાગ્યો હતો... પરત ફર્યો ત્યારે સાધુ બની ગયો હતો... ભિક્ષા માંગતા આખું ગામ તેને જોઈને ભાવુક થઈ ગયું
Trending Photos
uttar pradesh amethi video viral : ઉત્તર પ્રદેશના અમેઠીમાં એક એવી ઘટના બની જેને જોઈને દરેક ભાવુક થઈ રહ્યાં છે. અમેઠીનો આ કિસ્સો બહુ વાયરલ થયો છે. અમેઠીમાં 22 વર્ષ પહેલા લાપતા થયેલો એક યુવક સાધુ બનીને પરત ફર્યો છે. સાધુ બની ગયેલો દીકરો જ્યારે ઘરના દરવાજે ભિક્ષા માંગવા પહોંચ્યો ત્યારે પરિવારજનો હચમચી ગયા હતા. માતા અને ફોઈના રડી રડીને બુરા હાલ થયા હતા. ત્યારે યુવકનો ગીત ગાઈને ભિક્ષા માંગતો અને બાજુમાં રડી રહેલી માતાનો વીડિયો દરેકને ભાવુક કરી દે તેવો છે.
ખરોલી કામના રતીપાલ દિલ્હીમાં કામ કરતા હતા. તેઓ પત્ની અને દીકરી પિન્કુ સાથે દિલ્હીમાં રહેતા હતા. તેમના પત્નીના મોત બાદ તેમણે બીજા લગ્ન ભાનુમતિ સાથે કર્યા હતા. પરંતું એક દિવસ રમવા મુદ્દાને લઈને પિતાએ દીકરા સાથે મારપીટ કરી હતી. તો માતાએ પણ તેને ઠપકો આપ્યો હતો. તેથી ગુસ્સામાં આવીને પિંકુએ ઘર છોડ્યુ હુતં. વર્ષ 2002 માં તેમનો દીકરો પિંકુ ઘરમાંથી અચાનક ગાયબ થયો હતો. બહુ શોધખોળ બાદ પણ પિંકુનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેના માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ હતી. પરંતું 27 જાન્યુઆરીના રોજ એક ભિક્ષુક યુવક સારંગી વગાડતો ગામમાં પહોંચ્યો હતો. યુવકને જોઈને તેની માતા અને ફોઈ ચોંકી ગયા હતા. આ તેમનો 22 વર્ષ પહેલા ખોવાયેલો દીકરો પિંકુ હતો.
દિલ્હીમાં સાધુઓની મુલાકાતમાં જોગી બની ગયો
ઘરવાળાઓએ કેટલાય વર્ષ પિન્કુની શોધખોળ કરી, છતા તે ન મળ્યો. આ ઘટનાના 22 વર્ષ બાદ તે જોગી બનીને પોતાના જ ગામમાં ભિક્ષા માંગવા પરત ફરતા પરિવારજનો ચકિત થઈ ગયા હતા. આખા ગામમાં ફરીને તે બાદમાં પોતાના જ ઘરે ભિક્ષા માંગવા પહોંચ્યો હતો. તેના પિતા અને સોતેલી માતા દિલ્હીમાં રહેતા હતા તો તેમને પણ ફોન કરીને બોલાવી લેવાયા હતા. તેઓએ પિંકુના શરીર પરના નિશાનથી તેને ઓળખી લીધો હતો. પિંકુએ જણાવ્યું કે, ઘરેથી નીકળ્યા બાદ તેની મુલાકાત એક સાધુ સાથે થઈ હતી. તે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં સામેલ થવા અયોધ્યા આવ્યો હતો.
બદલાઈ ગઈ યુવકની જિંદગી
હવે પિંકુ સંન્યાસી બની ગયો છે. તેના પરિવારજનોએ તેના ઘરવાપસી માટે પ્રયાસો કર્યા, તેને સમજાવ્યો. પરંતું તે માન્યો નહિ. દીકરાના ઘરવાપસી માટે પિતાને ગોરખપુરમાં ભંડારો કરાવવો પડશે. તેમાં ત્રણ હજાર સાધુઓ ભાગ લેશે. પ્રતિ સાધુ દક્ષિણા અને ભોજન આપીને 10 લાખ 80 હજાર રૂપિયાની ચૂકવણી કરવી પડશે. ત્યારે હવે પિતાના લાખ પ્રયાસો બાદ 3 લાખ 60 હજાર પર સહમતિ બની છે. આ રકમ આપવા માટે તેના પિતા ખેતર પણ ગિરવે મૂકવા તૈયાર તયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે