Assam Assembly Election: આસામમાં ગર્જ્યા Amit Shah, કહ્યું- સેમીફાઇનલ જીતી, હવે ફાઇનલ જીતવાની છે

'આજે આ ઐતિહાસિક રેલીમાં આખા દેશને કહેવા માંગું છું કે મારા રાજકીય જીવનમાં મેં ઘણી રેલીઓ જોઇ, પરંતુ આજે આ રેલીને સંબોધિત કરતાં મારા મનને અપાર શાંતિનો અનુભવ થઇ રહ્યો છે.

Assam Assembly Election: આસામમાં ગર્જ્યા Amit Shah, કહ્યું- સેમીફાઇનલ જીતી, હવે ફાઇનલ જીતવાની છે

કોકરાઇઝાર (અસમ): કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ રવિવારે આસામના કોકરાઇઝારમાં જનસભાને સંબોધિત કરી અને કહ્યું કે અમે પૂર્વોત્તરના વિકાસનું વિઝન પુરૂ કરીશું. તમને જણાવી દઇએ કે આ વર્ષે આસામમાં વિધાનસભા ચૂંટણી (Assam Assembly Election) યોજાવવાની છે અને તેના લીધે અમિત શાહનો આ પ્રવાસ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.  

આજની રેલીથી અપાર શાંતિ: અમિત શાહ
કોકરાઝારમાં બોડોલેંડ ટેરિટોરિયલ કાઉન્સિલ (BTC)ની બેઠકમાં સામેલ થયા બાદ જનસભાને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું કે 'આજે આ ઐતિહાસિક રેલીમાં આખા દેશને કહેવા માંગું છું કે મારા રાજકીય જીવનમાં મેં ઘણી રેલીઓ જોઇ, પરંતુ આજે આ રેલીને સંબોધિત કરતાં મારા મનને અપાર શાંતિનો અનુભવ થઇ રહ્યો છે.

સેમીફાઇનલ જીતી, હવે ફાઇલન જીતવાની છે
અમિત શાહે કહ્યું કે ભાજપે આસામમાં સેમીફાઇનલ જીતી છે અને હવે ફાઇનાલ જીતવાની છે. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ આસામમાં બોડોલેંડ ટેરિટોરિયલ કાઉન્સિલ (BTC) ચૂંટણીમાં થયા હતા. જેમાં ભાજપે જીત નોંધાવી હતી અને અમિત શાહે આ ચૂંટણીને સેમીફાઇનલ ગણાવી અને વિધાનસભાની ચૂંટણીને ફાઇનલ મેચ કહી. 

અમિત શાહે કોંગ્રેસ પર સાધ્યું નિશાન
ગૃહ મંત્રીએ કહ્યું કે 'જે કોંગ્રેસ પાર્ટી પોતાના કાર્યકાળમાં શાંતિ, વિકાસ લાવી શકી નહી, તે આજે અમને સલાહ આપી રહ્યા છે. તેનાથી વર્ષો સુધી આસામ રક્ત-રંજિત રહ્યું, બોડો ક્ષેત્ર રક્ત -રંજિત રહ્યું, શું કર્યું તમે? જે પણ કર્યું ભાજપ સરકારે કર્યું.' તેમણે કહ્યું કે આત્મસમર્થન કરનાર તમામ શરણાર્થીઓને 4 લાખ રૂપ્યિઆની જે આર્થિક સહાયતા  આપવાની હતી, તેની પણ આજે ચેકના માધ્યમથી તમારી સામે આપવાની શરૂઆત ભાજપ સરકારે કરી છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news