ખેડૂતો માટે અણ્ણા હજારે આજથી રામલીલા મેદાનમાં ભૂખ હડતાળ પર ઉતરશે
લોકપાલ અને ખેડૂતો સંલગ્ન મુદ્દાઓને લઈને સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે આજથી કેન્દ્ર વિરુદ્ધ અનિશ્ચિતકાળ માટે ભૂખ હડતાળ પર ઉતરશે.
- અણ્ણા હજારે રામલીલા મેદાનમાં એક જનસભાને સંબોધશે
- હજારે રામલીલા મેદાનથી કેન્દ્ર સરકાર સામે જંગ છેડશે
- કેન્દ્ર વિરુદ્ધ અનિશ્ચિતકાળ માટે ભૂખ હડતાળ પર ઉતરશે
Trending Photos
નવી દિલ્હી: લોકપાલ અને ખેડૂતો સંલગ્ન મુદ્દાઓને લઈને સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે આજથી કેન્દ્ર વિરુદ્ધ અનિશ્ચિતકાળ માટે ભૂખ હડતાળ પર ઉતરશે. આ વખતે પણ તેઓ ઐતિહાસિક રામલીલા મેદાનમાં જ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ભૂખ હડતાળ કરશે. વર્ષ 2011માં ભ્રષ્ટાચારની તપાસ માટે લોકપાલના ગઠનની માગણીને લઈને પણ તેઓ આ જ મેદાનમાં ભૂખ હડતાળ પર ઉતર્યા હતાં. આ વખતે સંભવિત રીતે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર પર નિશાન સાંધશે.
હજારેએ કહ્યું કે તેમણે રામલીલા મેદાનમાં પ્રદર્શન કરવાની યોજના બનાવી છે. જ્યાં તેમણે 2011માં ભ્રષ્ટાચારના વિરોધમાં ભૂખ હડતાળ કરી હતી. તેમણે કહ્યું કે પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન 2011થી પણ મોટુ હશે. હજારેએ કહ્યું કે પ્રદર્શનમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓમાં ખેડૂતોનો મુદ્દો પણ હશે. તેમણે કૃષિ ઉત્પાદનોની કિંમતો નિર્ધારિત કરવા માટે સ્વાયત્ત આયોગની માગણી કરી છે.
અન્ના હજારેના વિરોધ પ્રદર્શનને મંજૂરી
દિલ્હી પોલીસે સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેને રામલીલા મેદાનમાં 23 માર્ચના રોજ વિરોધ પ્રદર્શનની મંજૂરી આપી દીધી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમે તમામ સુરક્ષા પહેલુઓની તપાસ કરીને અને પર્યાપ્ત વ્યવસ્થા કર્યા બાદ આ મંજૂરી આપી છે. હજારે અને તેમના સમર્થકો મહારાષ્ટ્ર સદનથી સૌથી પહેલા રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ પાર્ક પણ જશે અને ત્યારબાદ રામલીલા મેદાન માટે રવાના થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે